________________
૧૭
જ્યોતિષી દેવાની સ્થિતિ (આયુ.) છે એમ માને છે પણ તે અયુક્ત છે, કેમકે તેમને સમ્યગ સિદ્ધાંતનું પરિજ્ઞાન નથી. શ્રી, હી, ધૃતિ વિગેરે દેવીઓ ભવનપતિ નિકાયની છે. આ સંગ્રેહણિની જ ટકાના કર્તા શ્રી હરિભદ્રસૂરિ મહારાજ કહે છે કે-તે દેવીઓ ભવનપતિ નિકાયાંતર્ગત છે, તેથી તેનું આયુ એક પલ્યોપમનું છે.” આમ કહેલ છે તેથી શ્રી, હી ઈત્યાદિ દેવીનું આયુ સાંભળવાથી વ્યંતર દેવીઓનું આયુ પામનું કહે છે તે સમીચીન કેમ કહેવાય? ન કહેવાય; કારણ કે તેમ કહેવું તે સિદ્ધાંતથી પણ વિરૂદ્ધ છે. શ્રી પ્રજ્ઞાપના સૂત્ર વિગેરેમાં વ્યંતરદેવીનું ઉત્કૃષ્ટ આયુ અર્ધ પલ્યોપમનું કહેવું છે. શ્રી પ્રજ્ઞાપના સૂત્રમાં કહ્યું છે કે “ હે ભગવંત ! વાણમંતર દેવના આયુની સ્થિતિ કેટલી છે? હે ગૌતમ! જઘન્ય દશ હજાર વર્ષની અને ઉત્કૃષ્ટી એક પલ્યોપમની છે. હે ભગવંત! વાણવ્યંતરની દેવીના આયુની સ્થિતિ કેટલી છે? હે ગૌતમ! જઘન્ય દશ હજાર વર્ષની અને ઉત્કૃષ્ટ અર્ધપલ્યોપમની છે. ” ઈતિ. ૬.
ઉપર પ્રમાણે ભવનપતિ ને વ્યન્તર દેવ-દેવીઓની જઘન્ય ને ઉત્કૃષ્ટ સ્થિતિ કહી, હવે સૂર્ય—ચંદ્રની ઉત્કૃષ્ટ સ્થિતિ કહેવા માટે કહે છે –
पलियं वाससहस्सं, आइच्चाणं ठिई वियाणिज्जा।। पलियं च सयसहस्सं, चंदाण वि आउयं जाण॥७॥
અર્થ—અસંખ્ય દ્વીપ સમુદ્રવત્ત સર્વે સૂર્યોની પ્રત્યેકની ઉત્કૃષ્ટ સ્થિતિ એક પપમ ને એક હજાર વર્ષની જાણવી અને સર્વે ચંદ્રોની ઉત્કૃષ્ટ સ્થિતિ એક પક્ષમ ને એક લાખ વર્ષની જાણવી. ૭
હવે ગ્રહ-નક્ષત્રાદિની ઉત્કૃષ્ટ ને જઘન્ય સ્થિતિ પ્રતિપાદન કરવા માટે કહે છે કે –
पलिओवमं गहाणं, नक्खत्वाणं च जाण पलियद्धं । - તારા પર નન્નો તેવા વિન્ને ૮
ટીકાર્ચ–ગ્રહોનું ઉત્કૃષ્ટ આયુ એક પોપમનું, નક્ષત્રનું ઉત્કૃષ્ટ આયુ અર્ધપલ્યોપમનું અને તારાઓનું ઉત્કૃષ્ટ આયુ પલ્યોપમના ચોથા ભાગનું જાણવું. આ પ્રમાણે ચંદ્રાદિનું ઉત્કૃષ્ટ આયુ કહ્યું, હવે જઘન્ય કહે છે.
૧ આ ટીકા અત્યારે લભ્ય નથી.