SearchBrowseAboutContactDonate
Page Preview
Page 37
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી બૃહસંગ્રહણિ સટીકનું ભાષાંતર. સાગરોપમનું છે. ગાથામાં સાર શબ્દ છે તે સાગરોપમાવાચી સમજવો, કારણ કે પહના એક દેશમાં પદસમુદાયને ઉપચાર કરવામાં આવે છે. હવે ચમરેંદ્રને બલીંદ્ર શિવાયના બાકીના નાગકુમારાદિ નવ નિકાયના દેવેનું એટલે તેના અધિપતિઓ (ઇદ્રો)નું આયુ કહે છે. (પ્રતિજ્ઞાતન નિર્વાહ કરે છે) દક્ષિણ બાજુના નાગકુમારાદિ નવનિકાયના અધિપતિ ધરણું પ્રમુખ નવ ઇદ્રોનું ઉત્કૃષ્ટ આયુ દઢ પલ્યોપમનું છે અને ઉત્તર બાજુના નાગકુમારાદિ નવનિકાયના ભૂતાનન્દાદિ નવ ઇંદ્રોનું આયુ કાંઈક ઊણા બે પલ્યોપમનું જાણવું. (અહીં ઇદ્રોનું ઉત્કૃષ્ટ આયુ કહ્યું તદનુસાર તે તે નિકાયના દેવેનું આયુ પણ સમજવું.) ૫. એ પ્રમાણે ભવનવાસી ને વ્યંતર દેવોનું ઉત્કૃષ્ટ આયુ કહ્યું. હવે ભવનવાસીને વ્યંતર નિકાયની દેવીઓનું આયુ કહે છે – अद्भुट्ठअद्धपंचमपलिओवम असुरजुयलदेवीणं । सेसवणदेवयाण य देसूणद्धपलियमुक्कसं ॥ ६ ॥ ગાથાર્થ –“અસુરકુમારયુગળ-દક્ષિણ બાજુના ચમરેંદ્રનીને ઉત્તર બાજુના બલીદ્રની દેવીઓનું ઉત્કૃષ્ટાયુ સાડાત્રણને સાડાચાર પલ્યોપમનું અનુક્રમે જાણવું. અને બાકીની નવ નિકાયની બંને બાજુની દેવીનું દેશે ઊણું પલ્યોપમનું અને વ્યંતરનિકાયની બંને બાજુની દેવીઓનું અર્ધપત્યોપમનું ઉત્કૃષ્ટ આયુ જાણવું. ” ટીકાર્થ—અસુરયુગળ એટલે અસુરેંદ્રનું યુગળ-ચમર ને બલિ નામના ઇંદ્ર તેમની દેવીઓનું આયુષ્ય અનુક્રમે સાડાત્રણ ને સાડાચાર પલ્યોપમનું જાણવું. એટલે કે ચમરેંદ્રની દેવીઓનું આયુ સાડાત્રણ પપમનું અને બલીંદ્રની દેવીઓનું આયુ સાડાચાર પત્યેપમનું જાણવું. બાકીની નાગકુમાર વિગેરે નવનિકાયના ઉત્તરદિશા તરફના અધિપતિઓની દેવીઓનું, તથા ઉત્તર ને દક્ષિણ બંને બાજુના વ્યંતરની દેવીઓનું, “ચ” શબ્દથી દક્ષિણ દિગવતી નાગકુમારાદિ નવનિકાયના અધિપતિઓની દેવીઓનું ઉત્કૃષ્ટ આયુ અનુક્રમે દેશોનપત્યેપમનુંને અર્ધપલ્યોપમનું જાણવું. એટલે કે ઉત્તર દિગભાવી નાગકુમારાદિ નવનિકાયના અધિપતિની દેવીઓનું ઉત્કૃષ્ટ આયુ દેશોનપલ્યોપમનું અને દક્ષિણ દિભાવી નાગકુમારાદિ નવનિકાયના અધિપતિની દેવીઓનું અને દક્ષિણેત્તર દિગભાવી વ્યંતરાધિપતિની દેવીઓનું ઉત્કૃષ્ટ આયુ અર્ધપત્યે૫મનું જાણવું. કેટલાક “શ્રી, હી, ધૃતિ, કીર્તિ, બુદ્ધિ ને લક્ષમી એ દેવીઓ પલ્યોપમની સ્થિતિવાળી છે. એવાં વચન સાંભળવાથી વ્યંતર દેવીઓનું ઉત્કૃષ્ટ આયુ પલ્યોપમનું
SR No.022171
Book TitleBruhat Sangrahani
Original Sutra AuthorN/A
AuthorJinbhadra Gani
PublisherKunvarji Anandji
Publication Year1935
Total Pages298
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy