SearchBrowseAboutContactDonate
Page Preview
Page 215
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૪ શ્રી બૃહત્સંગ્રહણિ સટીકનું ભાષાંતર. [તિયંચમનુષ્યાધિકાર. પણ વક્રગતિ સબંધી ગણવા. ત્યારપછી બીજે સમયે પરભવાયુના ઉદય થાય છે. તેથી કહ્યું છે કે—પરભવાયુના ઉદય વક્રગતિમાં ખીજે સમયે થાય છે. આ ગાથા અન્યકર્તૃક જાણવી, સૂત્રકારની કરેલી જાણવી નહીં; કારણ કે મૂળ ટીકા શ્રી હરિભદ્રસૂરિકૃત છે તેમાં એનુ વ્યાખ્યાન કરેલ નથી. કે હવે વક્રાગતિમાં સ્થિત જીવ કોઇ વખત એકવક્રાએ ઉત્પત્તિદેશને પામે છે, કાઇ વખત એવકાએ, કાઇ વખત ત્રણવક્રાએ અને કાઇ વખત ચારવક્રાએ ઉત્પત્તિ દેશને પામે છે.તેમાં જે એકવકાએ ઉત્પત્તિદેશને પામે છે તે તા નિયમા આહારક જ છે. તે આ રીતે-પ્રથમ સમયે પ્રથમ શરીર મૂક્યું તે વખત આહારક છે અને ખીજે સમયે અન્યભવાશ્રયી તેના શરીરને ચેાગ્ય કેટલાક પુદ્ગળા જીવયેાગ ( કાણુકાયયેાગ ) થી એજાહારપણે સબંધને પામે છે. દારિક, વૈક્રિય કે આહારક પુદ્દગલાનું જે ગ્રહણ કરવું તે આહાર કહીએ. તેથી પ્રથમ સમયે આહારક હતા તે બીજે સમયે ઉત્પત્તિદેશને પામ્યા સતા તદ્ભવયેાગ્ય શરીરપુદ્ગલને ગ્રહણ કરે તેથી તે સમયે પણ આહારક છે. દ્વિવક્રગતિમાં ત્રણ સમય થાય છે. તેમાં પહેલા ને ત્રીજા સમયે પૂર્વોક્ત રીતે આહારક અને મધ્યના એક સમયે અનાહારક જાણવા. ત્રિવ±ાગતિમાં ચાર સમય થાય છે તે આવી રીતે-ત્રસનાડીની બહાર રહેલા જીવ અધસ્તન ભાગથી ઉપરિતન ભાગે અથવા ઉપરિતન ભાગથી અધસ્તન ભાગે અને વિદિશામાંથી દિશામાં અથવા દિશામાંથી વિદિશામાં જ્યારે ઉપજવાના હાય ત્યારે પ્રથમ સમયે ત્રસનાડીમાં પ્રવેશ કરે, ખીજે સમયે ઉપર અથવા અધેા જાય, ત્રીજે સમયે ત્રસનાડીની બહાર નીકળે અને ચેાથે સમયે વિદિશામાં ઉત્પત્તિદેશને પામે. તે જીવ પહેલે ને છેલ્લે (ચેાથે ) સમયે પૂર્વે કહેલ યુક્તિ પ્રમાણે આહારક અને મધ્યના એ સમયે અનાહારક જાણવા. ચતુર્વ કા ગતિમાં પાંચ સમય થાય છે. તે ત્રસનાડીની બહાર જ વિદિશામાંથી વિદિશામાં જ ઉત્પન્ન થવાના હૈાય ત્યારે લાલે છે. તે આ પ્રમાણે-પહેલે સમયે ત્રસનાડીની બહાર જ વિદિશામાંથી દિશામાં આવે, ખીજે સમયે ત્રસનાડીમાં પ્રવેશ કરે, ત્રીજે સમયે ઉપર અથવા નીચે ગમન કરે, ચેાથે સમયે ત્રસનાડીની બહાર નીકળે અને પાંચમે સમયે વિદિશામાં રહેલા ઉત્પત્તિદેશને પામે. આમાં પણ પહેલા ને છેલ્લા ( પાંચમા ) સમયે આહારક અને શેષ રહેલા મધ્યના ત્રણ સમયે અનાહારક જાણવા. અહીં ઉત્કૃષ્ટી મહેાળતાએ ચાર સમયવાળી વજ્રગતિ જ પ્રવર્તે છે, પાંચ સમયવાળી તા સ્વપ જીવાશ્રિત હાવાથી તેની
SR No.022171
Book TitleBruhat Sangrahani
Original Sutra AuthorN/A
AuthorJinbhadra Gani
PublisherKunvarji Anandji
Publication Year1935
Total Pages298
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy