SearchBrowseAboutContactDonate
Page Preview
Page 202
Loading...
Download File
Download File
Page Text
________________ નરકાધિકાર.] પ્રાસંગિક વિચારો. ૧૮૧ એટલે કે કઈક મનુષ્ય થાય છે, ઘણા થતા નથી. જે મનુષ્ય થાય છે તે પણ નિશ્ચયે સંયમના લાભથી–સર્વવિરતિથી તો વિહીન જ રહે છે. સંયમભાવને પામતા નથી, (દેશવિરતિ પણે પામી શકે છે) ૨૯૩-૯૪. હવે પ્રસંગે બીજામાંથી ઉદ્ભરેલા પણ બળદેવાદિક થાય છે તે બતાવે છેबलदेव चक्कवट्टी, देवटाणेसु हुंति सव्वेसु । अरिहंता वासुदेवा, विमाणवासीसु बोधव्वा ॥ २९५ ॥ ટીકાર્થ–સર્વ દેવસ્થાનમાંથી એટલે ભવનપતિ, વ્યંતર, તિષ્ક ને વૈમાનિકમાંથી ઉદ્ભરેલા બળદેવ તથા ષખંડભરતના ભક્તા ચક્રવતી થાય છે. અને અરિહંત ને વાસુદેવ વૈમાનિકમાંથી ઉદ્વરેલા જ થાય છે, શેષ સ્થાનકથી ઉદ્ધરેલા થતા નથી. ૨૯૫ વળી अरिहंत चक्कवट्टी, बलदेवा तह य वासुदेवा । न मणुयतिरिएहितो, अणंतरं चेव जायंति ॥ २९६ ॥ ટીકાર્થ—અરિહંત, ચક્રવર્તી, બળદેવ અને વાસુદેવ મનુષ્ય ને તિર્યંચમાંથી ઉદ્ધરીને–નીકળીને અનંતર ભવે થતા નથી, પરંતુ દેવગતિમાંથી ને નરક. માંથી ઉઢરીને જ અનંતર થાય છે તે પણ યક્ત થકી ઉદ્ધરેલા જ થાય છે. ૨૯૬ હવે પ્રસંગોપાત અન્યથી ઉદ્ધરેલા માટે પણ લબ્ધિનું પ્રતિપાદન કરે છેभूदगपंकप्पभवा, चउरो हरिआउ छच्च सिज्झति । विगला लभिज्ज विरइं, न हुकिंचि लभिज्ज सुहुमतसा ॥२९७॥ ટીકાર્થ – પૃથ્વીકાય, અપકાય ને પંકપ્રભા (ચોથી) પૃથ્વીથી ઉદ્ધરેલા મનુષ્ય એક સમયે ચાર સિદ્ધિપદને પામે છે. તેને સાર એ છે કે પૃથ્વીકાયમાંથી અથવા અકાયમાંથી અથવા પંકપ્રભા પૃથ્વીમાંથી ઉદ્ધરીને અનં. તર ભવે મનુષ્ય થયેલા જે એક ભવે સિદ્ધિ પદને પામે તો પ્રત્યેકે ચાર ચાર સિધે, વનસ્પતિકાયમાંથી ઉદ્ધરેલા છ સિધ્ધ, વિકળે દ્રિયમાંથી ઉદ્ભરેલા અનંતર ભવે મનુષ્ય થાય તો સર્વસાવદ્યની વિરતિ પામી શકે, પણ સિદ્ધ થાય નહીં. સૂક્ષ્મ ત્રસમાંથી એટલે તેઉકાય ને વાઉકાયમાંથી અનંતર ભવે
SR No.022171
Book TitleBruhat Sangrahani
Original Sutra AuthorN/A
AuthorJinbhadra Gani
PublisherKunvarji Anandji
Publication Year1935
Total Pages298
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy