SearchBrowseAboutContactDonate
Page Preview
Page 201
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૦ શ્રી બૃહસંગ્રહણિ સટીકનું ભાષાંતર. [નરકાધિકાર ટીકાર્થ –પહેલી ત્રણ નરકના નીકળ્યા જીવ તીર્થકર થાય. આ હકીક્ત સંભવ માત્ર સમજવી, નિયમ સમજે નહિ; તેથી જેણે પૂર્વે નરકનું આયુ બાંધ્યું હોય, ત્યારપછી જે સમ્યગદર્શનવિશુદ્ધિવિગેરે કારણે વડે તીર્થંકર નામકર્મ ઉપાર્જન કરે અને શ્રેણિકાદિકની જેમ પછી જે નરકે જાય. તેવા છે જ નરકમાંથી ઉદ્ભરીને અનંતર ભવે તીર્થકર થાય–બીજા ન થાય એમ સમજવું. ચોથી નરકમાંથી ઉદ્ધરેલા સામાન્ય કેવળી થાય–તીર્થકર તે નિચે ન જ થાય.. પાંચમીથી ઉદ્ધરેલા સર્વવિરતિરૂપ ચારિત્ર પામી શકે, કેવળજ્ઞાન ન જ પામે. છઠ્ઠીમાંથી ઉદ્ધરેલા વિરતાવિરત એટલે શ્રાવકપણું પામે, મુનિ પણું ન જ પામે. સાતમીમાંથી ઉદ્ધરેલા સમક્તિ દર્શન પામે, અન્ય ગુણ ન જ પામે. અહીં આ તાત્પર્યાથે જાણ કે પહેલી ત્રણ નરકના નીકળ્યા તીર્થકર થાય, ચારના નીક ન્યા સામાન્ય કેવળી થાય, પાંચના નીકળ્યા સર્વવિરતિ પામે, છના નીકળ્યા દેશવિરતિપણું પામે અને સાત નરકના નીકળ્યા સમદષ્ટિ થાય. ઈતિ. ૨૯૧ વળી લબ્ધિવિશેષને સંભવ બતાવે છે – पढमाओ चकवट्टी, बिइयाओ रामकेसवा हुंति ।। तच्चाओ अरिहंता, तहंतकिरिया चउत्थीओ ॥ २९२ ॥ ટીકાર્થ–પહેલી રત્નપ્રભાના નીકળેલા જ ચક્રવત થાય, બાકીની પૃથ્વીથી નીકળેલા ન થાય. બીજીના નીકળ્યા એટલે પહેલી બીજીના નીકળ્યા બળદેવ વાસુદેવ થાય. ત્રીજીના એટલે પ્રથમની ત્રણ નરકના નીકળ્યા તીર્થકર થાય. જેથીના એટલે પ્રથમની ચાર નરકના નીકળ્યા અંતક્રિયાના સાધક એટલે નિર્વાણસાધક (કેવળી) થાય. ઇત્યર્થ: ૨૯૨ તથા— उत्पट्टिया य संता, नेरइया तमतमाओ पुढवीओ। . न लहति माणुसत्तं, तिरिकजोणिं उवणमंति ॥ २९३॥ छट्टिओ पुढवीओ, उबट्टा इह अणंतरभवम्मि । भज्जा माणुसजम्मे, संजमलंभेण उ विहीणा ॥ २९४ ॥ ટીકાર્ય–તમસ્તમા નામની સાતમી પૃથ્વીમાંથી ઉદ્ભરેલા નરયિકે નિશ્ચય મનુષ્યપણું પામતા નથી, કિંતુ તિર્યંચયોનિમાં જ ઉત્પન્ન થાય છે. તથા છઠ્ઠી તમ:પ્રભામાંથી ઉદ્ધરેલા અને અનંતર ભવે મનુષ્ય થવાની ભજન જાણવી.
SR No.022171
Book TitleBruhat Sangrahani
Original Sutra AuthorN/A
AuthorJinbhadra Gani
PublisherKunvarji Anandji
Publication Year1935
Total Pages298
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy