SearchBrowseAboutContactDonate
Page Preview
Page 197
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૬ શ્રી બૃહતસંગ્રહણિ સટીકનું ભાષાંતર. [ નરકાધિકાર. માત્ર પ્રતિબિંબપણાને જ પામે છે, પરંતુ તે કૃષ્ણલેશ્યાના દ્રવ્ય સર્વથા પ્રકારે નીલલેશ્યાના દ્રવ્યપણને પામતા નથી. તે વિષે કહ્યું છે કે-“જિંદા નં ના નો ર૪ નીતા” (તે કૃષ્ણલેશ્યા જ છે પણ નીલેશ્યા નથી) તે (કૃષ્ણલેશ્યા) સ્વરૂપથી તો કૃષ્ણલેશ્યા જ છે. જેમ વૈદ્યદિક મણિ કાળા વિગેરે દેરાને સંબંધ છતાં પણ વૈર્યાદિક મણિ જ છે. અથવા તે જેમ સફટિકમણિ જપાપાદિકનું સમીપપણું છતાં પણ સ્ફટિકમણિ જ છે. (તે બન્ને સ્વરૂપથી બદલાતા નથી) તે જ પ્રમાણે કૃષ્ણલેશ્યા તે કૃષ્ણલેશ્યા જ છે, પરંતુ તે નીલલેશ્યા નથી જ. માત્ર તે કૃષ્ણલેશ્યા પોતાના સ્વરૂપમાં રહી છતી જ નીલેશ્યાદિકને પામીને કેવળ તેના આકારપણને અથવા તો પ્રતિબિંબપણાને પામે છે, પરંતુ તેના (નીલલેશ્યાના) સ્વરૂપને પામતી નથી. તથા–“હે ભગવન! નિશ્ચ નીલેશ્યા કાપતલેશ્યાને પામીને તે રૂપપણને નથી પામતી?” વિગેરે સૂત્ર પણ તે જ પ્રમાણે જાણવું. તેમાં વિશેષ આ પ્રમાણે –તે નીલલેશ્યા પોતાના સ્વરૂપમાં રહી સતી “ ” એટલે કાપતલેશ્યાની જેવા આકારપણાને જ માત્ર પામે છે, અથવા માત્ર પ્રતિબિંબને જ પામે છે, પરંતુ તે નીલલેશ્યા કાપોતલેશ્યાના સ્વરૂપને પામતી નથી. તથા તે જ નિલલેશ્યા કૃષ્ણલેશ્યાને પામીને “અવશ્વ' એટલે કૃષ્ણલેશ્યાસંબંધી માત્ર આકારપણાને જ અથવા માત્ર પ્રતિબિંબ પણને જ પામે છે. પરંતુ તદ્રુપ પણાને પામતી નથી. અહીં નીલલેશ્યાથી કૃષ્ણલેશ્યા વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ કરીને અતિ નિકૃષ્ટ (અધમ) છે, તેથી તેના આકારપણને અથવા પ્રતિબિંબપણાને પામે તે અવqષ્ક કહેવાય છે. તથા–“હે ભગવન ! કાપતલેશ્યા તેજોવેશ્યાને પામીને, તથા તેજે લેશ્યા પદ્મશ્યાને પામીને, તથા પાલેશ્યા શુકલેશ્યાને પામીને ” ઈત્યાદિક સૂત્રના આલાવા ભાવાર્થથી પૂર્વની જેમ જાણવા. વળી જેમ કૃષ્ણલેશ્યાને નીલલેશ્યા પ્રત્યે આલાવો કહ્યો છે તેમ જ કાપતલેશ્યા પ્રત્યે પણ જાણો. તથા કૃષ્ણલેશ્યાના તેલેશ્યા વિગેરે પ્રત્યે આલાવા જે છે, તે અહીં પ્રકૃતિમાં ઉપયોગી છે તેથી તે દેખાડે છે –“હે ભગવન્કૃષ્ણલેશ્યા તેલેશ્યાને પામીને શું તે રૂ૫પણાએ કરીને પરિણામ નથી પામતી? તે વર્ણપણાએ કરીને પરિણામ નથી પામતી? તે ગંધપણુએ કરીને પરિણામ નથી પામતી ? તે રસાણાએ પરિણામ નથી પામતી ? તથા તે સ્પર્શ પણ પરિણામ નથી પામતી ?” ભગવાન કહે છે કે–“હે ગતમ! એમ જ છે. કૃષ્ણલેશ્યા તેજેલેશ્યાને પામીને તે રૂપપણુએ કરીને પરિણમતી નથી. ઈત્યાદિ.” ફરી
SR No.022171
Book TitleBruhat Sangrahani
Original Sutra AuthorN/A
AuthorJinbhadra Gani
PublisherKunvarji Anandji
Publication Year1935
Total Pages298
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy