________________
નરકાધિકાર.] નારકીની લેસ્યાસંબંધી વિચાર.
૧૭૫ સ્પર્શ પણાએ એટલે નીલાના દ્રવ્યને જે સ્પર્શ છે તે સ્પર્શપણાએ વારંવાર નથી પરિણમતા? આને ભાવાર્થ એ છે કે-નીલલેશ્યાના દ્રવ્યના જે વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ છે તેની સાથે કૃષ્ણલેશ્યાના દ્રવ્યનો સંબંધ થયા છતાં પણ કૃષ્ણવેશ્યાના દ્રવ્યો તેપણે-નીલલેશ્યાના વર્ણાદિપણે નથી પરિણામ પામતા?” આ પ્રશ્નના ઉત્તરમાં ભગવાન કહે છે કે-“હે ગતમ! તેમ જ છે. એટલે કે નીલલેશ્યાના દ્રવ્યને સંબંધ થયા છતાં પણ કૃષ્ણલેશ્યાના દ્રવ્યો નીલલેશ્યાના દ્રવ્યના વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ પણે પરિણામ પામતા નથી.” તે સાંભળી તે રૂ૫૫ણે નહીં પારણમવાનું કારણ જાણવાની ઈચ્છાથી ગૌતમસ્વામી ફરી પ્રશ્ન કરે છે કે-“હે ભગવાન! તેરૂપે નહીં પરિણમવાનું શું કારણ?”તેને જવાબ ભગવાન આપે છે કે-“ માઘમાળા-આવાભાવમાત્રથા” આકાર એવો ભાવ તે આકારભાવ; જે આકારભાવ તે જ આકારભાવમાત્રા, અહીં માત્રા શબ્દનો અર્થ નિશ્ચયવાળો છે, તેથી આકારભાવ વિનાના પ્રતિબિંબ વિગેરે બીજા ધર્મ(ભાવ)ને નિષેધ થાય છે. આનો અર્થ એ છે કે- માત્ર આકા૨૫ણાએ કરીને જ આ કૃષ્ણલેશ્યા નીલલેશ્યરૂપ (નીલેશ્યા જેવી) થાય છે. (બને છે) આ કૃષ્ણલેશ્યા સાક્ષાત્ નીલલેસ્થાના સ્વરૂપને પામતી નથી. અથવા તો પ્રતિમા માત્રથા-પ્રતિરૂપ (સરખો) એવો ભાગ તે પ્રતિભાગ એટલે પ્રતિબિબ, જે પ્રતિભાગ તે જ પ્રતિભાગમાત્રા. અહીં પણ નિશ્ચયના અર્થવાળો માત્રા શબ્દ છે, તેથી પ્રતિભાગ (પ્રતિબિંબ) વિનાના સાક્ષાત્ તે જ સ્વરૂપની પ્રાપ્તિરૂપ બીજા ધર્મને નિષેધ થાય છે. આને અર્થ આ પ્રમાણે છે–આ કૃષ્ણલેશ્યા માત્ર પ્રતિબિંબપણાએ કરીને જ નીલલેશ્યરૂપ (નીલલેશ્યા જેવી) થાય છે, પરંતુ સાક્ષાત્ તેના સ્વરૂપને પામતી નથી. આ બન્નેને ભાવાર્થ આ પ્રમાણે છે-જેમ વૈર્થવિગેરે મણિને વિષે કાળો દોરે, નીલ દોરો, રાતો દે, પિળો દોરો કે ધળો દોરો પરોવીએ, તે તે તે કૃષ્ણાદિ રંગના દોરાના સંબંધથી વૈર્યાદિક મણિને માત્ર આકાર જ અસ્પષ્ટ પણે કાંઈક તે તે રંગ જેવો થાય છે. અથવા તે સફટિકમણિની પાસે જ પાપુષ્પાદિક મૂકવાથી તે (સ્ફટિકમણિ) માં સ્પષ્ટ રીતે તે પુખનું માત્ર પ્રતિબિંબ જ પડશે. પરંતુ પુષ્પના સ્વરૂપને તે સ્ફટિકમણિ પામશે નહીં. એટલે કે પહેલા ઉદાહરણમાં વૈર્યમણિનો રંગ બદલાતું નથી અને બીજા ઉદાહરણમાં સ્ફટિકમણિ જપાપુષ્પના સ્વરૂપને પામતો નથી. બન્ને દૃષ્ટાંતમાં તપણાની પ્રાપ્તિ થતી નથી. તે જ પ્રમાણે અહીં પણ કૃષ્ણલેશ્યાના દ્રવ્યોને સમૂહ નીલલેશ્યાના દ્રવ્યોના સમૂહને પામીને કેઈક વખત અપષ્ટપણે માત્ર તેના (નીલેશ્યાના) આકારપણાને જ પામે છે અને કોઈ વખત સ્પષ્ટ રીતે