________________
નારક જીવનું ઉત્કૃષ્ટ દેહમાન.
૧૬૭ હવે ચોથી પંકપ્રભા પૃથ્વી માટે કહે છે –
सो चेव चउत्थीए, पढमे पयरम्मि होइ उस्सेहो। पंच धणु वीसअंगुल, पयरे पयरे य बुढ्ढी अ॥ २७३ ॥
जा सत्तमए पयरे, नेरइयाणं तु होइ उस्सेहो। बासट्ठी धणुआई, दुन्नि अ रयणी अ बोधव्वा ॥२७४॥
ટીકા –જે ત્રીજી વાલુકાપ્રભાના નવમે પ્રસ્ત ભવધારણીય શરીરનું ઉત્કૃષ્ટ માન ૩૧ ધનુષ્ય ને એક હાથનું કહ્યું તે જ ચેથી પૃથ્વીના પ્રથમ પ્રસ્તટે ઉત્કૃષ્ટ દેહમાન જાણવું. ત્યારપછી પ્રસ્તટે પ્રસ્તટે પાંચ ધનુષ્યને વિશ અંગુળની વૃદ્ધિ યાવત્ સાતમાં પ્રસ્તટ સુધી કરવી; તેમ કરતાં આ પ્રમાણે આવે-બીજે પ્રસ્તટે છત્રીશ ધનુષ્ય, એક હાથ ને વીશ અંગુળ, ત્રીજે પ્રસ્તટે ૪૧ ધનુષ્ય, બે હાથ ને ૧૬ અંગુળ, ચોથે પ્રસ્તટે ૪૬ ધનુષ્ય, ત્રણ હાથ ને બાર અંગુળ, પાંચમે પ્રસ્તટે પર ધનુષ્ય ને આઠ અંગુળ, છટ્ટે પ્રસ્તટે પ૭ ધનુષ્ય, એક હાથ ને ચાર અંગુળ, સાતમે પ્રસ્તટે યક્ત વૃદ્ધિ કરતાં જે આવે તે સાક્ષાત ગાથાવડે જ કહે છે કે સાતમે પ્રતરે નારકી જીવોનું ભવધારણીય ઉત્કૃષ્ટ શરીરમાન બાસઠ ધનુષ્ય ને બે હાથનું જાણવું. ૨૭૩-૭૪
હવે પાંચમી ધમપ્રભા પૃથ્વી માટે કહે છે – सो चेव पंचमीए, पढमे पयरम्मि होइ उस्सेहो। पनरस धणूणि दो हत्थ, सट्ठ पयरे य वुड्डी अ॥२७५॥
ટીકાર્થ–જે પંકપ્રભામાં ઉત્કૃષ્ટ ભવધારણીય શરીરનું માન દર ધનુષ્ય ને બે હાથનું કહ્યું છે તે પાંચમી ધમપ્રભા પૃથ્વીના પ્રથમ પ્રસ્તટે ઉત્કૃષ્ટ દેહમાન સમજવું. ત્યારપછીના દરેક પ્રતરમાં ૧૬ ધનુષ્ય ને અઢી હાથની વૃદ્ધિ કરવી. તે આ પ્રમાણે બીજે પ્રસ્તટે ૭૮ ધનુષ્ય ને અર્ધ હાથ (એક વેંત)નું, ત્રીજે પ્રસ્તટે ૯૩ ધનુષ્ય ને ત્રણ હાથનું, એથે પ્રસ્તટે ૧૦૯ ધનુષ્ય ને દેઢ હાથનું, પાંચમે પ્રસ્તટે યથાક્ત વૃદ્ધિવડે કેટલું ઉત્કૃષ્ટ દેહમાન આવે તે અર્ધ ગાથાવડે કહે છે.
तह पंचमए पयरे, उस्सेहो धणुसयं तु पणवीसं । અર્થ–પાંચમે પ્રસ્તટે ઉત્કૃષ્ટ ભવધારણીય શરીર ૧૨૫ ધનુષ્યનું સમજવું. હવે છઠ્ઠી નરક પૃથ્વીનું ઉત્કૃષ્ટ દેહમાન કહે છે. सो चेव य छट्ठीए, पढमे पयरम्मि होइ उस्सेहो ॥२७६॥