________________
*
૧૫૮ શ્રી બૃહતસંગ્રહણિ સટીકનું ભાષાંતર.
[ નરકાધિકાર. સર્વે પ્રસ્તટમાં મધ્યમાં એકેક ઈદ્રક નરકાવાસો છે, તેના નામ આ પ્રમાણેરત્નપ્રભા પહેલી પૃથિવીના પ્રથમ પ્રસ્તટમાં મધ્યમાં નરકેંદ્રક સીમન્તક, બીજામાં રેરક, ત્રીજામાં બ્રાન્ત, ચોથામાં ઉદ્ઘાંત, પાંચમામાં સંભ્રાંત, છઠ્ઠામાં અસંભ્રાંત, સાતમામાં વિભ્રાંત, આઠમામાં તપ્ત, નવમામાં શીત, દશમામાં વકાંત, અગ્યારમામાં અવક્રાંત, બારમામાં વિકાંત અને તેરમામાં રૂક જાણો.
બીજી શર્કરપ્રભાના પ્રથમ પ્રસ્તટે મધ્યમાં સ્વનિત, બીજે સ્તનક, ત્રીજે મનક, ચેાથે વનક, પાંચમે ઘટ, છટ્ટે સંઘટ્ટ, સાતમે જિહવ, આઠમે અપજિહ્વ, નવમે લોલ, દશમે લાવર્ત અને અગ્યારમે સ્તનલેલુપ જાણવા.
ત્રીજી વાલુકાપ્રભાના પ્રથમ પ્રસ્તટે મધ્યમાં તત, બીજે તપિત, ત્રીજે તપન, ચેાથે તાપન, પાંચમે નિદાઘ, છત્તે પ્રજ્વલિત, સાતમે ઉજવલિત, આઠમે સંવલિત અને નવમે સંપ્રજ્વલિત જાણ.
ચોથી પંકપ્રભાના પ્રથમ પ્રસ્તટે મધ્યમાં આર, બીજે સાર, ત્રીજે માર, ચેાથે વર્ચ, પાંચમે તમક, છઠ્ઠું ખાટખટ ને સાતમે ખટખટ જાણ.
પાંચમી ધૂમપ્રભાના પ્રથમ પ્રસ્તટે મધ્યમાં ખાટ, બીજે તમક, ત્રીજે ઝષ, ચોથે અન્ધ અને પાંચમે તિમિશ્ર જાણ.
છઠ્ઠી ત:પ્રભાના પ્રથમ પ્રસ્તટે મધ્યમાં હીન, બીજે વાઈલ અને ત્રીજે લલ્લક જાણો. સાતમીના મધ્યમાં અપ્રતિષ્ઠાન જાણ.
(ઉપર પ્રમાણે સાતે નરકના ઇંદ્રક નરકાવાસાના નામનો સંગ્રહ કરનારી દશ ગાથા ટીકામાં મૂકી છે તેમાં કાંઈ પણ વિશેષ ન હોવાથી અહીં લખવામાં આવી નથી.) - હવે ઉપર પ્રમાણે પ્રતિપ્રસ્તટે એકેક દિશા ને વિદિશામાં ગરકાવાસાની શ્રેણિનું પરિમાણ સ્થાન પૂવએ કહે છે
सत्तममहीए इक्को, पयरो तत्तो उ उवरि पुढवीसुं। इगद्गतिगाइवुढ्ढी, जा रयणाए अउणवन्ना ॥ २५८ ॥
શબ્દાર્થ-સાતમી પૃથ્વીએ એક પ્રતર એટલે ત્યાં દિશામાં એકેક નરકાવાસ, (વિદિશામાં એકે નહીં) ત્યારપછી ઉપરલી પૃથ્વીમાં એક, બે, ત્રણ એમ વૃદ્ધિ ત્યાં સુધી કરવી, યાવત્ રત્નપ્રભાએ ૪૯-૪ દરેક દિશામાં આવે.