SearchBrowseAboutContactDonate
Page Preview
Page 153
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૨ શ્રી બૃહત્સ’ગ્રહણિ સટીકનું ભાષાંતર. [ દેવાધિકાર. ટીકા :—દેવતા અંતર્મુહૂર્તો શરીર પર્યાપ્તિએ પર્યાસ થાય છે, અને એકેક સમયે બાકીની આહાર, ઇંદ્રિય, શ્વાસેાચ્છવાસ, ભાષા તથા મનપોસિને દિવ્યરૂપે–દિવ્યપ્રભાવે પરિકલિત થયે સતા ગ્રહણ કરે છે. અહીં આ સાર છે કે-સ જીવાને આહારપર્યાતિ એક સમયે જ નિષ્પત્તિને પામે છે. આ હકીકત પંચસંગ્રહ ટીકા વિગેરેમાં ચર્ચેલી હાવાથી અહીં ફ્રીને ચતા નથી. વેક્રિય ને આહારક શરીરને આહાર, ઇંદ્રિય, આનપ્રાણ, ભાષા ને મન એ પાંચે પતિ એકેક સમયે સમાપ્ત થાય છે અને શરીરપર્યાપ્ત અંતર્મુહૂત્ત થાય છે. દારિક શરીરીને આહાર પર્યાપ્ત શિવાયની પાંચે પર્યાપ્તિએ અંતર્મુહૂર્તો સમાપ્તિ પામે છે ને આહાર પર્યાપ્તિ એક સમયે સમાપ્તિ પામે છે. ૨૧૯ દેવા જન્મસહભાવી અવધિજ્ઞાનવડે પિરકલિત જ ઉત્પન્ન થાય છે, કારણ કે દેવનારકાને ભવપ્રત્યય અવધિજ્ઞાન હેાય એમ કહેલું છે; તેા ક્યા દેવા અવધિજ્ઞાનવડે કેટલું ક્ષેત્ર જોઇ શકે છે તે કહે છેઃ— सक्कीसाणा पढमं, दुच्चं च सणकुमारमाहिंदा | तच्चं च बंभलंत, सुक्कसहस्सार य चउत्थिं ॥ २२० ॥ ટીકા :—શક ને ઇશાન ઇંદ્ર ઉપલક્ષણથી ઇંદ્રના સામાનિક દેવા વિગેરે જે ઉત્કૃષ્ટ આયુવાળા હાય તે ( ઉપલક્ષણથી બધે ઉત્કૃષ્ટ આયુવાળા શબ્દ જોડી લેવા. ) પહેલી રત્નપ્રભા પૃથિવીના નીચેના ભાગ સુધી અવિધજ્ઞાનવડે દેખે. સનત્કુમાર ને માહેદ્ર દેવલાકના દેવા ખીજી શર્કરાપ્રભા પૃથિવીના નીચેના તળ સુધી દેખે. બ્રહ્મ ને લાંતક દેવલેાકના દેવા ત્રીજી વાલુકાપ્રભાના નીચેના તળ સુધી દેખે અને શુક્ર-સહસ્રારના દેવે ચાથી પકપ્રભા નરકના નીચેના ભાગ સુધી દેખે. ૨૨૦ आणयपाणयकप्पे, देवा पासंति पंचमिं पुढविं । तं चेव आरणच्चय, ओहीनाणेण पासंति ॥ २२१ ॥ અ:—આનત–પ્રાણત ( નવમા-દશમા ) કલ્પના દેવા ધૂમપ્રભા પૃથ્વી સુધી દેખે અને આરાચ્યુત ( અગ્યારમા, બારમા ) કલ્પના દેવા પણ પાંચમી ધૂમપ્રભા પૃથ્વી સુધી જ અવિધજ્ઞાનવડે દેખે. ૨૨૧ छट्ठि हिट्टिममज्झिमगेविज्जा सत्तमिं च उवरिल्ला | संभिन्नलोकनालिं, पासंति अणुत्तरा देवा ॥ २२२ ॥
SR No.022171
Book TitleBruhat Sangrahani
Original Sutra AuthorN/A
AuthorJinbhadra Gani
PublisherKunvarji Anandji
Publication Year1935
Total Pages298
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy