SearchBrowseAboutContactDonate
Page Preview
Page 152
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૧ દેવાધિકાર. ] દેવોના શરીર કેવા સુંદર હોય છે ? હવે પ્રસંગથી દેવોના શરીરનું સ્વરૂપ કહે છે – कणगमिव निरुवलेवा, निम्मलगत्ता सुगंधि निस्सासा। सव्वंगभूसणधरा, समचउरंसा य संठाणा ॥ २१६ ॥ ટીકાર્થ–સર્વે દેવતાઓ જાત્યવંત સ્વર્ણની જેવા–રજ પ્રસ્વેદાદિ ઉપલેપ રહિત તથા નિર્મળ ગાત્રવાળા-અવદાત શરીરપરમાણુવાળા, સુગંધી નિશ્વાસવાળા–વિશેષ સુગંધી મુખપવનવાળા, તથા શરીરના સર્વ અવયવમાં-કાન ડોક વિગેરેમાં આભૂષણને ધારણ કરનારા અને સમચરિંસ સંસ્થાનવાળા હોય છે. ૨૧૬ केसनहमंसरोमे, चम्मवसारुहिरमुत्तपुरिसं वा। नेवट्ठी नेव सिरा, देवाण सरीरसंठाणे ॥ २१७ ॥ ટીકાર્થ:–દેવોના શરીર સંસ્થાનમાં-શરીરાકૃતિમાં કેશ, નખ, મથુ (દાઢી-મૂછ ), રોમ (રૂંવાડા), ચર્મ, વસા (ચરબી), રૂધિર, મૂત્ર, પુરીષ હોતા નથી. તેમ જ અસ્થિ (હાડકાં) ને શિરા-સ્નાયુરૂપ હેતા નથી; કેમકે તેમનું શરીર વૈક્રિય પુગળમય છે અને કેશ-નખાદિતો દારિક શરીરભાવી છે. ૨૧૭ ત્યારે દેવોના શરીર કેવાં છે? તે કહે છે – वन्नरसरूवगंधे, उत्तमदव्वं गुणेहि संजुत्तं । गिण्हइ देवो बोंदी, सुचरियकम्माणुभावेणं ॥ २१८ ॥ ટીકાર્થ –દેવો પૂર્વભવ ઉપાર્જિત શોભન કોદયના પ્રભાવથી શરીરને ગ્રહણ કરે છે. કેવા શરીરને ગ્રહણ કરે છે ? ઉત્તમ વૈક્રિય શરીર પ્રાયોગ્ય પુદ્ગલ દ્રવ્ય છે જેમાં એવા. તે દ્રવ્યો કેવા હોય છે? સર્વોત્તમ વર્ણાદિ–વર્ણ, રસ, રૂપ ( આકૃતિ ) ને ગંધથી ઉત્પન્ન થયેલા એવા. આવા દ્રવ્યવાળું તેમ જ સૌભાગ્યાદિ ગુણવાળું શરીર ગ્રહણ કરે છે. ૨૧૮ નવા ઉત્પન્ન થતા દેવને કેટલા કાળે પર્યાસિની નિષ્પત્તિ થાય છે તે કહે છે – पज्जत्तीपज्जत्तो, भिन्नमुहुत्तेण होइ नायव्यो । अणुसमयं पज्जत्ति, गिण्हइ दिवेण रूवेणं ॥ २१९ ॥
SR No.022171
Book TitleBruhat Sangrahani
Original Sutra AuthorN/A
AuthorJinbhadra Gani
PublisherKunvarji Anandji
Publication Year1935
Total Pages298
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy