SearchBrowseAboutContactDonate
Page Preview
Page 149
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૮ શ્રી બૃહતસંગ્રહણિ સટીકનું ભાષાંતર. [દેવાધિકાર. ટીકાર્થ –જે દેવનું આયુ પામથી માંડીને કાંઈક ન્યૂન સાગરોપમ સુધીનું હોય તેમને એક વાર આહાર ગ્રહણ કર્યા પછી ફરીને આહારની ઈચ્છા અહોરાત્ર પૃથફ થાય. પૃથવ શબ્દ બેથી નવ અહોરાત્ર સમજવા. ત્યારપછી સાગરોપમની સંખ્યા પ્રમાણે હજાર વર્ષે આહાર કહેલ છે. તેને સાર એ છે કે-જેનું જેટલા સાગરોપમનું આયુષ્ય હોય તેને તેટલા હજાર વર્ષે આહારની ઈચ્છા હોય. આ વાત આગળ ગ્રંથકાર પોતે જ પ્રગટ કરશે. ૨૦૬ ઉપર સાત દેવને ઉચ્છવાસ કહ્યો છે તેથી તેનું પરિમાણ ને પ્રસંગે મુહૂર્નાદિનું પરિમાણ પણ કહે છે– हट्ठस्स अणवगल्लस्स, निरुवाकटुस्स जंतुणो । एगे ऊसासनीसासे, एस पाणुत्ति वुच्चइ ॥ २०७॥ ટીકાર્ય–જે જન્મે તેને જતુ કહીએ, પ્રાણી કહીએ. તેમાં જે હૃષ્ટવિષાદ રહિત હોય તેને, એટલે જે વિષણ હોય, મેદવાળો હોય તેને, અન્યથા પણ શ્વાસ લેવાપણું હોય. તેથી તે નહીં પણ હુષ્ટ એ, તથા અપકલ્પને એટલે કલ્પ જે રેગ તેથી રહિત થયેલા નીરોગીને, જે રેગી હોય તેને તે અન્યથા પણ શ્વાસ લેવાપણું હોય તેથી રોગ વિનાને હોય તે નીરોગી પણ શ્રમ કે બુમુક્ષાદિવડે કૃષ્ણ-દુર્બળ થયેલ હોય તે નહીં, કારણ કે દુર્બળને તે અન્યથા પણ શ્વાસ લેવાપણું હોય તેથી તેને નિરાસ કરવા માટે ત્રીજું વિશેષણ નિરૂપકૃષ્ટ એવું આપ્યું છે, તેથી શ્રમબુમુક્ષાજનિત ઉપલેશ રહિત હોય તેવાને ઊર્ધ્વશ્વસન એટલે ઉચ્છવાસ અને અધતનશ્વસન તે નિઃશ્વાસ, ત૬ભયરૂપ જે હોય તે પ્રાણ કહીએ. વિશેષે કહીએ તો આગમમાં કહ્યા પ્રમાણે સ્વરૂપવાળાને એમ સમજવું. ૨૦૭ सत्तपाणूणि से थोवे, सत्त थोवाणि से लवे । लवाणं सत्तहत्तरीए, एस मुहुत्ते वियाहिए ॥ २०८ ॥ ટીકાથ–પૂર્વનિર્દિષ્ટ સ્વરૂપવાળા જીવ સંબંધી સાત પ્રાણને એક સ્તોક કહીએ, તે જંતુ સંબંધી સાત સ્તકને એક લવ કહીએ, તેવા સત્તોતેર લવે એક મુહૂર્ત કહેલ છે. ૨૦૮ આ મુહૂર્તમાં એક કોડ સડસઠ લાખ સતેર હજાર બસેં ને સાળ આવળીઓ હોય છે. અહીં તે અર્થસૂચક ગાથા કહેલી છે.
SR No.022171
Book TitleBruhat Sangrahani
Original Sutra AuthorN/A
AuthorJinbhadra Gani
PublisherKunvarji Anandji
Publication Year1935
Total Pages298
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy