________________
૧૨૭
દેવાધિકાર.]
ત્રણ પ્રકારના આહારનું સ્વરૂપ. सचित्ताचित्तोभयरूवो आहार सव्यतिरियाणं । सव्वनराणं च तहा, सुरनेरइआण अच्चित्तो ॥ २०३ ॥
અર્થ–સર્વ તિયાને સચિત્ત, અચિત્ત ને ઉભય રૂપ આહાર હોય છે. કદાચિત સચિત્ત, કદાચિત્ અચિત અને કદાચિત્ ઉભયરૂપ (મિશ્ર) આહાર હોય છે, તથા સર્વ મનુષ્યને પણ તે જ પ્રમાણે ત્રણે જાતિને આહાર હોય છે. દેવ અને નારકીઓને સર્વદા અચિત્ત આહાર હોય છે. ૨૦૩
अणाभोगाभोगा, सवसि होइ लोम आहारो। नेरइयाणऽमणुनो, परिणमइ सुराण सुमणुन्नो ॥ २०४ ॥
ટીકાર્થ –સર્વે પર્યાપ્તાઓને માહાર આગથી ને અનાગથી હોય છે. તે આહાર કરતા સતા કદાચિત્ જાણે છે; કદાચિત્ જાણતા નથી. તેમાં નારકીઓને ઉપલભ્યમાન લેમાહાર અમનેજ્ઞપણે પરિણમે છે, કારણ કે તેમને તથાવિધ અશુભ કર્મનો ઉદય હોય છે. દેવોને સુમનેજ્ઞપણે પરિણમે છે કારણ કે તેઓ ભવસ્વભાવે તથાવિધ શુભ કર્મના ઉદયવાળા હોય છે. ૨૦૪
इगविगलिंदियनारयजीवाणंतोमुहुत्तमुक्कोसो। पंचिंदियतिरियाणं, छट्ठउ मणुआण अट्ठमओ ॥ २०५ ॥
ટીકાર્થ_એકેંદ્રિય, વિકળેદ્રિય અને નારક જીવોને આહાર ગ્રહણ કરવા માંડે તે અત્યંત આહારની ઈચ્છા ઉત્પન્ન થાય. તેને ઉત્કૃષ્ટી અંતમુહૂર્ત પછી જરૂર ઈચ્છા થાય. પંચેંદ્રિય તિર્થીને ઉત્કૃષ્ટ બે અહોરાત્રે આહારની ઈચ્છા થાય, મનુષ્યને ઉત્કૃષ્ટ ત્રણ અહોરાત્રે આહારની ઈચ્છા થાય. તિર્યંચને મનુષ્ય આશ્રી આ હકીક્ત ત્રણ પલ્યોપમના ઉત્કૃષ્ટ આયુવાળા યુગલિકને અંગે જાણવી, બીજાને માટે ન જાણવી. તિર્યંચ અને મનુષ્યને આ આહારના અભિલાષરૂપ અંતર પરિણામ તપિવિધિ વિના સ્વભાવસિદ્ધ જાણવા. તપ આચરવાની વાંચ્છાવડે તો મહીના બે મહીના સુધી પણ આહારની ઈચ્છા ન થાય એમ સમજવું. ૨૦૫
आहारो देवाणं, सायरमज्झम्मि दिणपुहुत्तंतो। सायरसंखाए पुण, वाससहस्सेहिं भणिओ अ ॥२०६॥