________________
દેવાધિકાર.] વિમાનનું પરિમાણ માપવાની ગતિ.
ટીકાર્થ – ઉપર પ્રમાણે ક્ષેત્રથી ક્રમનું પરિમાણ કહ્યું. એ પ્રમાણેના પરિમાણવાળા કમવિશિષ્ટવાળી ચંડાદિગતિવડે કરીને એક દિવસથી માંડીને છ માસ પર્યતનું કાળપરિમાણ જાણવું. એથી એમ સમજવું કે–એક દિવસથી માંડીને છ માસ પર્યત ચાલીને દેવકના વિમાનનું આયામ, દૃષ્ય, બાહ્ય અને આત્યંતર પરિધિને વિસ્તાર ને વિધ્વંભ યથાયોગ્યપણે માપવો. ૧૩૭
અંડાદિગતિવડે વિમાનોનો આયામ વિગેરે યથાક્રમ ન માપ પણ યથાયોગ્ય માપવો એમ કહો છો તે કઈ ગતિવડે શું માપવું?
चंडाए विकंभो, चवलाए तह य होइ आयामो। अम्भितर जयणाए, बाहिरपरिही य वेगाए ॥१३८॥
અર્થ –ચંડાગતિવડે વિષ્ઠભ માપ, ચપળાગતિવડે આયામ માપ, જવનાગતિવડે અભ્યતર પરિધિ માપવી અને વેગાગતિવડે બાહ્ય પરિધિ માપવી. ૧૩૮
चत्तारि वि सकमहि, चंडाइगईहिं जति छम्मासं। तहवि नवि जंति पारं, केसि च सुरा विमाणाणं ॥१३९॥
ટીકાર્થ –ઉપર જણાવ્યા પ્રમાણે ચારે પ્રકારની ગતિવડે ચાલનારા ચારે દે સમકાળે–એક વખતે જ વિષ્કભાદિનું પરિમાણ મુકરર કરવા માટે ચંડાદિગતિવડે પિતાના ત્રણ, પાંચ, સાત ને નવગુણ ક્રમ ( પગલા ) વડે સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી અવિચ્છિન્ન છ માસ સુધી ચાલે તથાપિ તે વિમાનોના વિષ્કભાદિને પાર પામી શકે નહીં. એટલે ચંડાગતિવડે (ત્રણગુણા પગલાવડે) સ્વસ્તિક, સ્વસ્તિકાવર્ત, સ્વસ્તિકપ્રભ, સ્વસ્તિકકાંત, સ્વસ્તિકવણું, સ્વસ્તિકલેશ્ય, સ્વસ્તિકધ્વજ, સ્વસ્તિકસિત, સ્વસ્તિકફૂટ, સ્વસ્તિકશિષ્ટ, સ્વસ્તિકેત્તરાવતંસક વિગેરે વિમાનના પારને પામતા નથી. ચપળાગતિવડે (પાંચગુણ પગલાવડે ) અચિ, અર્ચિલ્કાવર્ત, અચિ:પ્રભ, અર્ચિકાંત, અર્ચિર્વ અર્ચિલેશ્ય, અચિ ધ્વજ, અર્ચિ:સિત, અચિકૂટ, અચિંશિષ્ટ અને અચિંરૂત્તરાવતંસકાદિ વિમાનને પાર પામતા નથી. જવનાગતિવડે એટલે સગુણ પગલાવડે કામ, કામાવર્ત, કામપ્રભ, કામકાન્ત, કામવર્ણ, કામલેફ્ટ, કામધ્વજ, કામસિત, કામકૂટ, કામશિષ્ટ અને કામોત્તરાવર્તાસકાદિને પાર પામતા નથી અને વેગાગતિવડે એટલે નવગુણુ પગલાવડે વિજય, વૈજયંત, જયંત અને અપરા
૧૩