SearchBrowseAboutContactDonate
Page Preview
Page 117
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી બૃહતસંગ્રહણિ સટીકનું ભાષાંતર [ દેવાધિકાર. सीयालीस सहस्सा, दो य सया जोयणाण तेवट्ठा। . एगवीस सट्ठिभागा, कक्कडमाइम्मि पिच्छ नरा ॥१३५॥ ટીકાર્થ –કર્કટ સંક્રાંતિના પ્રારંભમાં ઉદયકાળે સૂર્યને મનુષ્ય સુડતાળીશ હજાર બસો ને ત્રેસઠ જન ને એક જનના સાઠીઆ ૨૧ ભાગ–એટલા ક્ષેત્રે દૂર રહેલાને જોઈ શકે છે અને અસ્ત સમયે પણ તેટલા જ જન દૂર રહેલાને જોઈ શકે છે તેથી એ પરિમાણને બેવડું કરવું. ૧૩૫ . બેવડું કર્યા પછી શું કરવું? તે કહે છે – एवं दुगुणं काउं, गुणिज्जए तिपंचसत्तनवएहिं । आगयं फलं तु जं तं, कमपरिमाणं वियाणाहि ॥१३६॥ અર્થ –એ પ્રમાણે બેવડું કર્યા પછી તેને ત્રણ, પાંચ, સાત ને નવવડે ગુણવા. ગુણતાં જે આંક આવે તે દેના ઉપર જણાવેલી ગતિના એકેક કમનું (પગલાનું) પરિમાણ જાણવું. ટીકાર્થ એ અનંતોક્ત ઉદય ક્ષેત્રના પરિમાણને એટલે સડતાળીશ હજારાદિકને બેવડું કરીને તેને ત્રણ, પાંચ, સાત ને નવડે ગુણવા. ગુણતાં જે આંક આવે તે દેના ક્રમનું પરિમાણ જાણવું. બમણું કરવાથી કેટલું થાય તે કહે છે ઐરાણ હજાર પાંચ સો જીવીશ જ ને , તેને ત્રણગુણા કરતાં ૨૮૩૫૮૦ જન આવે. આ પ્રમાણે અસત્ કલ્પનાએ ચંડાગતિવાળા દેવના કમનું (પગલાનું) પરિમાણ જાણવું. તથા તે બમણ કરેલ સંખ્યાને પાંચ ગુણ કરતાં ૪૭૨૬૩૩ એજન આવે એટલી બીજી ચપળાગતિવાળા દેવના ક્રમનું (પગલાનું) પરિમાણ જાણવું તથા તે બમણુ કરેલ સંખ્યાને સાતગુણ કરતાં ૬૬૧૬૮૬૪ જન આવે. એટલા પ્રમાણવાળું ત્રીજી જવનાગતિએ ચાલનારા ત્રીજ દેવના ક્રમનું પરિમાણ (પગલાનું) જાણવું તથા બમણું કરેલી સંખ્યાને નવવડે ગુણતાં ૮૫૦૭૪૦૬ જન આવે. એટલું જેથી વેગાગતિએ ચાલનારા ચોથા દેવના ક્રમનું (પગલાનું) પરિમાણ જાણવું. ૧૩૬ એ રીતે કમનું પરિમાણ કહ્યું, હવે તે ચંડાદિક ગતિના ગમનનું કાળમાન કહે છે– एअं कमपरिमाणं, अहाइ छम्मासियं तु कालस्स । आयामपरिहिवित्थर, देवगईहि मिणिजासु ॥ १३७ ॥
SR No.022171
Book TitleBruhat Sangrahani
Original Sutra AuthorN/A
AuthorJinbhadra Gani
PublisherKunvarji Anandji
Publication Year1935
Total Pages298
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy