SearchBrowseAboutContactDonate
Page Preview
Page 62
Loading...
Download File
Download File
Page Text
________________ अधिकार बीजो - घटिकादिनुं प्रमाण આદિત્ય માસ સાડા ત્રીસ દિવસનો, સાવન માસ ત્રીસ દિવસનો, ચંદ્ર ઓગણીશ દિવસ તથા બત્રીસ બાસઠિયા ભાગ જેટલો, નક્ષત્ર માસ સત્તાવીશ અહોરાત્ર તથા સડસડથી છેદાયેલા એકવીશ અંશો, અભિવર્ધિત માસ એકત્રીસ અહોરાત્ર તથા એકસો ચોવીસથી છેડાયેલા એકસો એકવીશ ભાગ પ્રમાણ જાણવો. ટીકાર્થ:- ((૧) આદિત્ય સંવત્સર, (૨) ઋતુ / કર્મ / સાવન સંવત્સર) વર્ષાદિ છએ ઋતુઓ જ્યારે પરિપૂર્ણ થાય છે ત્યારે તે આદિત્ય સંવત્સર થાય છે. છતાં તે વાસ્તવિક રીતે ૬૧ અહોરાત્ર પ્રમાણ-ઋતુનો જાણવો જેથી પાછળથી કોઈ વિરોધ ન રહે. એટલે જ તે સંવત્સરના ૬૧ X ૬ = ૩૬૬ અહોરાત્રો જાણવા. કર્મ સંવત્સર વિશે આગળ જણાવેલું છે, એટલે ફરીથી જણાવવાની જરૂર નથી તે ત્યાંથી જાણી લેવું. તેમાં અહોરાત્રોનું પ્રમાણ ૩૬૦ છે જે આગળ જણાવેલું છે, હવે ચાંદ્રસંવત્સરનો અવસર હોવાથી તે જણાવીશ. / ૩૪ || (૩) ચાંદ્ર સંવત્સર - ક્રમસર બાર પૌર્ણમાસી (પૂનમ)નું પરાવર્તન થતાં ૧ ચંદ્ર સંવત્સર થાય છે. ૧ પૂનમ પરિવર્તતા ૧ માસ થાય છે તે ચંદ્રમાસના ૨૯ ૩૨/૨ અહોરાત્રો થાય છે. તેને ૧૨ થી ગુણતાં ચંદ્ર સંવત્સરમાં ૩૫૪ ૧૨/૬૨ અહોરાત્ર થાય છે જેમ કે- (૨૯ પૂર્ણ દિવસો X ૧૨ કરતાં = ૩૪૮ આવે, ઉપરના ભાગે ૩૨ ભાગોને X ૧૨ કરતાં = ૩૮૪ થાય એને દુરથી ભાગતાં પરિપૂર્ણ ૬ અહોરાત્ર આવે છે અને શેષ ૧૨ વધે છે આવેલા અહોરાત્રને ૩૪૮ સાથે ભેળવતાં ૩૪૮ + ૬ = ૩૫૪ પૂર્ણ અહોરાત્ર તથા ૧૨/૬ર ભાગ અહોરાત્ર આવશે.) (૪) નક્ષત્ર સંવત્સર:- સત્તાવીશે નક્ષત્ર સંપૂર્ણ રીતે એકવાર ચંદ્ર સાથે કામણ યોગ કરે છે ત્યારે ૧ નક્ષત્ર માસ થાય છે તેને ૧૨ થી ગુણતાં ૧ નક્ષત્ર સંવત્સર થાય છે. નક્ષત્ર માસનું પ્રમાણ ૨૭ ૨૧/૬૭ અહોરાત્ર છે તેને ૧૨થી ગુણતાં ૨૭ X ૧૨ = ૩૨૪ પૂર્ણ અહોરાત્ર તથા ઉપરના ૨૧ અંશોને ૧૨થી ગુણતાં ૨૫ર અંશ આવે એના અહોરાત્ર લાવવા ૬૭થી ભાગ કરતાં ૩ પૂર્ણ અહોરાત્ર આવે છે તથા શેષ ૫૧ અંશ વધે છે આવેલા અહોરાત્રને ઉપરના સાથે ભેળવતાં ૩૨૪ + ૩ = ૩૨૭ પૂર્ણ અહોરાત્ર તેમજ ૫૧/૬૭ અહોરાત્ર આટલું નક્ષત્ર સંવત્સરનું અહોરાત્રોનું પ્રમાણ છે. (૫) અભિવર્ધિત સંવત્સર - જે સંવત્સરમાં ૧૩ ચંદ્રમાસો હોય તે અભિવર્ધિત સંવત્સર કહેવાય છે. ૧ ચંદ્રમાસના ૨૯ ૩૨/૬૨ અહોરાત્ર છે એને ૧૩ થી ગુણતાં
SR No.022166
Book TitleJyotish Karandakam
Original Sutra AuthorN/A
AuthorParshvaratnasagar
PublisherOmkarsuri Aradhana Bhavan
Publication Year2013
Total Pages466
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Book_Gujarati, & agam_anykaalin
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy