SearchBrowseAboutContactDonate
Page Preview
Page 40
Loading...
Download File
Download File
Page Text
________________ मङ्गलाचरण અધિકારોનો નિર્દેશ કર્યા પછી હવે, “ઉદ્દેશાનુસાર નિર્દેશ હોય છે એ ન્યાયને અનુસરી બકાલપ્રમાણ' રૂપ પ્રથમ અધિકારનું વર્ણન કરે છે ગાથાર્થ :- જેના સર્વકાલવિશેષો ગતિવિશેષથી બનેલા છે તે જયોતિશ્ચક્રને અરિહંત ભગવંતો લોકાનુભાવજનિત કહે છે. ટીકાર્ય - જેના સૂર્યચંદ્ર નક્ષત્રાદિ સંબંધી ગતિવિશેષથી બનેલા સર્વ ચન્દ્રમાસસૂર્યમાસ-નક્ષત્રમાસાદિક કાલવિશેષો છે તે જ્યોતિશ્ચક્ર લોકાનુભાવ જનિત છે. અર્થાત અનાદિકાળ સંતતિપતિત-અનાદિકાળથી ચાલ્યું આવતું હોઈ શાશ્વત જાણવું, તે ઈશ્વરદિકૃત નથી એમ ભગવાન અરિહંતો-તીર્થકરો જણાવે છે અને તીર્થકરોનું વચન પ્રમાણ માનવું યોગ્ય છે, એમના સકલદોષો ક્ષીણ થઈ ચૂક્યા હોવાથી તેમના વચનમાં અસત્યઅર્થતાનો અસત્ય પ્રતિપાદનનો અભાવ હોય છે. કહ્યું છે :- “રાગથી કે દ્વેષથી અથવા મોહથી જ અસત્યવાક્ય બોલાય છે. પરંતુ જેનામાં આ એકેય દોષો નથી તેને અસત્યનું કારણ શું હોઈ શકે ? A ૧ || અને યુક્તિથી વિચારીએ તો પણ આ ઈશ્વરાદિ ઘટતો નથી, તેથી તેના (ઈશ્વર કર્તુત્વના) અભાવે પણ આ જ્યોતિશ્ચક્ર, લોકાનુભાવ જનિત છે એમ જાણવું. યુક્તિથી વિચારતાં પણ આ ઈશ્વરાદિ જે રીતે ઘટતો નથી તેની વિસ્તૃત ચર્ચા “તત્ત્વાર્થટીકાદિમાંથી જાણવી. | ૬ | આ જ લોકાનુભાવજનિત જ્યોતિશ્ચક્રથી કાળ વિશેષ બનેલો છે એટલે સામાન્યથી કાળનો સંભવ જણાવીને હવે, સંક્ષેપથી કાળના ભેદો જણાવે છે. ૧. આ “ઈશ્વર કતૃત્વ નિરાકરણનો અધિકાર અન્ય ગ્રંથોમાંથી સમજવો. અહીં, ગ્રંથ ગૌરવના ભયથી વધુ વિસ્તાર કર્યો નથી.
SR No.022166
Book TitleJyotish Karandakam
Original Sutra AuthorN/A
AuthorParshvaratnasagar
PublisherOmkarsuri Aradhana Bhavan
Publication Year2013
Total Pages466
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Book_Gujarati, & agam_anykaalin
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy