SearchBrowseAboutContactDonate
Page Preview
Page 102
Loading...
Download File
Download File
Page Text
________________ अधिकार बीजो - घटिकादिनु प्रमाण ટીકાર્થ:- આ આગળ કહેલા સ્વરૂપવાળો કાળ પ્રજ્ઞાપનીય છે, અર્થાત્ પ્રતિનિયત પરિમાણથી જેનું પ્રતિપાદન કરવું શક્ય છે તે સંખ્યયકાળ જાણવો એના પછી અસંખ્યયસંખ્યાતીત કાળ કહીશું. પ્ર. સંખ્યાતીત કાળ પ્રજ્ઞાપનીય કઈ રીતે થાય ? ઉ. ઉપમાભેદથી અર્થાત પલ્યની ઉપમાથી. પલ્યોપમનું નિરૂપણ - પલ્યોપમના નિરૂપણ માટે યોજન પ્રમાણ કહે છે સૌ પ્રથમ પરમાણુ, તે બે પ્રકારનો હોય છે. સૂક્ષ્મપરમાણુ અને વ્યવહારિક પરમાણુ. તેમાં સૂક્ષ્મપરમાણુ અત્યંત પરમનિકૃષ્ટ છે અને તે અનંત સૂક્ષ્મપરમાણુઓના વિશ્રસા પરિણામથી તથાવિધ સંઘાત વિશેષની રચનાથી એક વ્યવહારિક પરમાણુ બને છે. અનુયોગદ્વાર સૂત્રમાં કહ્યું છે - “પરમાણુ એટલે શું ? પરમાણુ ૨ પ્રકારનો છે. સૂક્ષ્મ અને વ્યવહારિક. સૂક્ષ્મની સ્થાપના, તે અનંત સૂક્ષ્મપુદ્ગલોના સમુદાય સમિતિના સમાગમથી વ્યવહારિક પરમાણુ પુદ્ગલ બને છે.” ત્યાં સૂક્ષ્મ સ્થાપના અર્થાત્ સૂક્ષ્મપરમાણુ સ્વરૂપ આખ્યાનના વિષયમાં સ્થાપી રાખવું. અર્થાત્ તેના અત્યંત પરમનિકૃષ્ટ લક્ષણ રૂપને ઓળંગીને વૈશેષિક રૂપનું પ્રતિપાદન ન કરવું. “સમુદય સમિતિ સમાગમન' સમુદાય - ત્રણ-ચાર આદિના મેળ તેમની સમિતિઓ - સંઘાતો તેમનો એકીભાવ-સમાગમથી, તે વ્યવહારિક પરમાણુ અધિકૃત ગાથામાં ઉપાત્ત-ગ્રહણ કરેલો જાણવો. જે વ્યવહારિક પરમાણુને ખડગ-છરી વગેરે સૂતીણ એવા શસ્ત્રથી પણ કોઈ પુરુષ છેદી-ભેદી શકે નહિ. છેદન-ભેદનના ઉપલક્ષણથી તે વ્યવહારિક પરમાણુ પુષ્કલાવર્તનો મહામેઘ સર્વપ્રયત્નથી વર્ષત છતે વચ્ચે જતો પણ પાણીથી પલાળી ન શકાય, ગંગા મહાનદીના શ્રોતથી પ્રતિશ્રોતમાં જતો પણ અલના ન પામે, ઉદકાવર્તમાં કે ઉદકબિંદુના મધ્યમાં પડેલો છતો કહોવાય નહિ. આવા સર્વ અંગુલ અદિ પ્રમાણોના આદિ રૂપ એવા વ્યવહારિક પરમાણુને કેવલજ્ઞાની ભગવંતો જ જાણે છે. આ અનાર્ષ વ્યાખ્યાન નથી કારણ કે અનુયોગદ્વારમાં કહ્યું છે. “ભગવન્વ્યવહારિક પરમાણુ અસિધાર કે સુરધારને ઉગ્રહિત થાય છે ? થાય છે, તે છેદાય છે, ભેદાય છે ? આ અર્થ સમ્યગ નથી. તેમાં શસ્ત્ર સંક્રમ થતો નથી. શું તે અગ્નિકાયના મધ્યથી નીકળી જાય છે ? નીકળી જાય, તે ત્યાં બળી જાય ? ના, તેમાં શસ્ત્ર સંક્રમિતું નથી. તે ભગવન્! પુષ્કલ-સંવર્તક મહામેઘ વચ્ચેથી નીકળે? હા. નિકળે, પણ તે ત્યાં ભીનું
SR No.022166
Book TitleJyotish Karandakam
Original Sutra AuthorN/A
AuthorParshvaratnasagar
PublisherOmkarsuri Aradhana Bhavan
Publication Year2013
Total Pages466
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Book_Gujarati, & agam_anykaalin
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy