SearchBrowseAboutContactDonate
Page Preview
Page 8
Loading...
Download File
Download File
Page Text
________________ અન્યત્ર શાસ્ત્રમાં એવી વાત આવે છે કે શુકલ પાક્ષિકને કાળ દેશોન અધપુદગલ પર, હેય છે.' એટલે આ બે બાબતમાં અસંગતિ જેવુ લાગવું સહજ છે. તેથી પૂર્વપક્ષીએ એક વાતને સ્વીકારી અન્ય વાતને ખોટી ઠેરવવા પ્રયાસ કર્યો. ઉપા. મહારાજે બનને શાસ્ત્રવચનને સંગત ઠેરવવા માટે કલ્પના કરી દેખાડી કે “ક્રિયાવાદી નિયમા શુકલપાક્ષિક હેય છે. એવી જે વાત છે એમાં “ક્રિયાચિ (અલ્પપગમ) હેવી તે શુકલ પક્ષ.” એવી વ્યાખ્યા હેવી જોઈએ. તેઓશ્રીમદે આ કલ્પના કરી દેખાડી ત્યારે આવી વ્યાખ્યા જણાવનાર શાસ્ત્રવચન તેઓશ્રી પાસે ઉપસ્થિત નહિ હેય, એટલે, અથવા કહીને બીજી કંપનાથી પણ સંગતિ કરી દેખાડી છે. પણ પાછળથી શાસ્ત્રપાઠ [ઠાણાં અ. ૨. ઉ ૨. સ. ૭૯] મળતાં તે પાઠ તેઓશ્રીમદે હસ્તલિખિત પ્રતના ૪૩ માં પૃષ્ઠ પર હાંસિયામાં ઉમેર્યો છે. અને એમાં જણાવ્યું છે કે પ્રથમ કલ્પનામાં જે વ્યાખ્યા કરી દેખાડી છે તે શાસ્ત્રથી અવિરૂદ્ધ છે, એટલે એ જ યોગ્ય છે.” (“ધર્મપરીક્ષાની પૂર્વ મુદ્રિત પ્રત અને પુસ્તકમાં આ પાઠ નથી, પણ ની હસ્તલિખિત પ્રતના ૪૩ માં પૃષ્ઠનાં હાંસિયામાં તે છે.) આમ શા. વચન વગર પણ તેઓશ્રીએ કરેલી કલ્પના કે શાસ્ત્ર સંમત હેવી જણાય છે કે, તેઓ શ્રીમની પ્રજ્ઞા માર્ગનુસારી હતી અને જણાવવાને સચોટ પુરાવો છે. તેઓ શ્રીમદ્દી આ માર્ગનુસારી પ્રજ્ઞાના પ્રભાવે પ્રસ્તુત ગ્રંથમાં મુખ્યતયા નીચેની બાબતોનું વિશદ પ્રરૂપણ થયેલું છે. (ગ્રન્થાન્તર્ગત મુખ્ય મુખ્ય ચર્ચાઓ) ધર્મની પરીક્ષામાં મુખ્ય ભાગ ભજવનાર જે કોઈ હેય તે એ માધ્યશ્ય છે. જો કે ચઢિયાતી ચીજના ચઢિયાતાપણાને સિદ્ધ કરવા યુક્તિઓ ન લગાવવા દેનાર “આપણે મન બધી વસ્તુઓ સમાન છે' એવા ભાવરૂ૫ માધ્યશ્ય પરીક્ષાને પ્રતિકુળ છે, પણ પોતે સ્વીકારેલ માન્યતા ઊડી જશે તે આ ભય પેદા કરનારા દષ્ટિરાગને અભાવ હેવાં રૂપ જે માધ્યય તે તે પરીક્ષા માટે આવશ્યક છે જ. એવા માધ્યશ્યવાળા પરીક્ષક સ્વપક્ષ-પરાક્ષરૂપ ભેદને આગળ કરીને જુદું જુદું વચન બોલતા નથી, એટલે કે ઉત્સુત્ર ભાષણરૂપ દેષ સમાન હોવા છતાં “વપક્ષગત કંથ, છંદાદિને નિયમો અનંત સંસાર નહિ અને પરપક્ષગત દિગંબરાદિને નિયમાં અનંત સંસાર હોય છે. એ ભેદ પાડતા નથી. [ઉત્સુત્ર ભાષણ વિચાર પૃ. ૫-૨૬]. પૂટ પરપક્ષગત દિગંબરાદિ તીર્થોઝેદના અભિપ્રાયવાળા હોઈ માર્ગનાશક હોય છે જ્યારે યથાઅંદાદિ તેવા હોતા નથી, માટે આ ભેદ પડે છે. ઉ૦ ચલપટ્ટો વગેરેના પ્રતિપાદક સૂત્રને ઉછેદ કરવાને અભિપ્રાય યથાદાદિમાં હોય છે... તર્થોચ્છેદની જેમ સૂત્રચ્છેદ પણ ઉન્માર્ગ છે. એટલે સૂત્રોચ્છેદને અભિપ્રાય પણ સન્માર્ગનેશક છે જ. તેમ છતાં એને સંસારકાળ અધ્યવસાય ભેદે જેમ સંખ્યાત અસંખ્યાત કે અનંત હોય છે તેમ પરપક્ષગત ઉસૂત્રભાષી માટે પણ જાણવું. પૂ૦ કોઇ ચોકકસ (નિયત) ઉત્સુત્ર બોલનાર હોય તેને સંસાર નિયમા અનંત હોય છે. યથાછંદાદિ તે જુદી જુદી વખતે જુદું જુદું ઉત્સત્ર બોલતો હાઈ કોઈ એક ઉસૂત્રને એણે દૃઢ કર્યું હતું નથી. ઉo આ નિયમ કઈ શાસ્ત્રમાં કહ્યો નથી. “સુરમાસામાં વોળિયો મr aહંસા ઈત્યાદિ વચને સામાન્ય કાર્ય કારણ ભાવને જ જણાવે છે. એવા વચનથી આટલું જ નકકી કરી શકાય છે કે “ઉત્સવ ભાષણ બહુલતાએ અનંત સંસારનું કારણ બને છે અથવા “અનંત સંસારનું સ્વરૂપ યોગ્ય કારણ છે, બાકી પાસસ્થા, યથાણંદ વગેરેમાં પણ “ઉઘતવિહારી સાધુઓની નિંદા કર્યા કરવી એવું નિયત ઉસૂત્ર તે હોય જ છે, અવિચ્છિન્ન તીવ્ર સંકલેશવાળે જીવ અશુભ અનુબંધના કારણે
SR No.022165
Book TitleDharmpariksha
Original Sutra AuthorYashovijay Maharaj
AuthorBhuvanbhanusuri
PublisherAndheri Gujarati Jain Sangh
Publication Year1987
Total Pages552
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy