SearchBrowseAboutContactDonate
Page Preview
Page 13
Loading...
Download File
Download File
Page Text
________________ કે છે, અસંદિર પ્રવાદની અવજ્ઞા કરવામાં નહિ. વળી અન્ય દશનીઓના સંદર પ્રવાદાની અવજ્ઞાને પરિહાર કરવા એ ગાથા ઉપસ્થિત થઈ છે, જ્યારે તમારી આ નવી વ્યાખ્યા પ્રમાણે તે “અન્યદશનીઓના પ્રવાદ મિથ્યાત્વી જીવને સત્તામાં રહેલ દ્વાદશાંગીમાંથી પ્રાદુર્ભત થયા છે, માટે એ સ્વરૂપતઃ સુંદર હોય તો પણ ફળતઃ અસુંદર હાઈ એની અવજ્ઞા જ કરવી જોઈએ એવું સિદ્ધ થાય છે. એટલે તમારી કપેલી વ્યાખ્યા અયોગ્ય છે. સૂયગડાંગમાં મિથ્યાત્વીઓની સઘળી ક્રિયાએને જે નિષ્ફળ કહી છે તે પણ ભવાભિનંદી મિથ્યાત્વીઓની જાણવી, માર્ગાનુસારીની નહિ, કેમકે એની ક્રિયાઓ અશુભભાવથી હણાયેલી હેતી નથી. માટે “અન્ય માર્ગસ્થ માનુસારી બાળતપસ્વી દેશ આરાધક છે એ વાત યોગ્ય છે, અન્ય આચાર્યોના મતે અનભિનિવિષ્ણચિત્તવાળા એકાન્ત સૂત્રરચિ ગીતાર્થને અનિશ્રિત એ અગીતાર્થ દેશ આરાધક છે. યથાપ્રવૃત્તકરણની અવસ્થાવિશેષનાકારણે ગ્રન્થિની સમીપે રહેલા સાધુ અને શ્રાવક પણ ગમનયાનુસારે દેશ આરાધક છે. મોક્ષમાર્ગના દેશરૂપ ચારિત્રને નહિ પામેલે કે પામ્યા પછી નહિ પાલનાર સમ્યફવી જીવ દેશ સિધક છે. પૂ-ચારિત્રને નહિ પામેલા જીવને પણ વૃત્તિકારે જે વિરાધક કહ્યા છે તે યોગ્ય નથી, કેમકે, તો તો પછી ચારિત્ર ન પામેલા ચરક-પરિવ્રાજકાદિ જ્યોતિષથી ઉપર જઈ જ શકે નહિ, કારણકે ચારિત્રના વિરાધકની એનાથી ઊંચી ગતિ કહી નથી. વળી કેવલીને પણ અપ્રાપ્ત જિનકલ્પના વિરાધક માનવા પડશે. ઉ.અપ્રાપ્તિવાળા જીવને પણ ચારિત્રઅંશના જે વિરાધક કહ્યા છે તે પારિભાષિક વિરાધનાના તાત્પર્યો, ‘જેને જેની અપ્રાપ્તિ હેય તેને તે વિરાધાક' એવી વાસ્તવિક તરીકે કપેલી વ્યાપ્તિના તાત્પર્યો નહિ. વિરાધકને જ્યોતિષથી ઉપર જે ગતિ નથી કહી તે વાસ્તવિક વિરાધકને, આ પારિભાષિક વિરાધકને નહિ. આ એક પરિભાષા હોવાથી જ એ અવિરત સમ્યક્ત્વી ૩૫ દેશવિરાધકમાં ચારિત્ર સિવાયના અન્ય બે અંશ “શ્રત અને દર્શનની હાજરી જણાવી દેશઆરાધક કરતાં શ્રેષ્ઠતા જણાવે છે. શીલવાન અને મૃતવાન એવા સાધુ સર્વ આરાધક ભાંગામાં આવે છે. દેશવિરતિરૂ૫ આંશિક શીલમાં શીલન ઉપચાર કરી શ્રાવકોને પણ આ જ ભાંગામાં સમાવેશ જાણો, ભવાભિનંદી જીવો સવ°વિરાધક રૂ૫ ચોથા ભાંગામાં આવે છે. એ જ દ્રવ્યચારિત્રનું પાલન કરતા હેય તે પણ તેઓને ભાવ લેશો પણ શુદ્ધ ન હોઈ આ ભાંગામાં જ જાણવા, કેમકે સર્વસના શાસનમાં લેશ પણ શુભભાવને જ બાધિબીજ કહ્યો છે. [ અનુમેના-પ્રશંસા વિચાર પૃ. ૧૫૪-૧૯૦] આ ચારમાંથી પહેલા ૩ ભાંગા અનુમોદનીય છે, છેલ્લે નહિ. શુભ ભાવ સાક્ષાત્ અનુમોદનીય છે, શુભ કિયાએ તેના કારણુ તરીકે અનુમોદનીય છે અને સાધુ વગેરે તેના સંબંધી તરીકે અનુમોદનીય છે. ત્રણે યોગને પ્રમોદ મલક વ્યાપાર એ અનુમોદના છે. વળી પ્રશંસા વાચિક હોય છે. લે દ્રવ્ય અને પ્રી વચ્ચે જે સામાન્ય-વિશેષરૂ૫ હોવાને ભેદ છે એ જ અનુમોદના-પ્રશંસા વચ્ચે પણ ભેદ છે, પણ બનેના વિષયો જુદા છે માટે ભેદ છે' એવું નથી. પૂ.-જે ચીજ પિતાને અનિષ્ટ હોય તેની પણ ક્યારેક સામાપાસેથી કામ કઢાવી લેવું” વગેરે કાર પ્રશંસા કરવામાં આવે છે, કિંતુ એ અનિષ્ટની અનુમોદના તે કક્યારેય કરાતી નથી. એટલે બનેના વિષયો જુદા છે. ઉ.-અનિષ્ટ વિષયની સ્વારસિક પ્રશંસા હોતી નથી. પુષ્ટ કારણે અનિષ્ટની જે પ્રશંસા કરવામાં આવે છે તે ઈષ્ટની પ્રશંસાની જેમ સ્વઈષ્ટ સાધક હાઈ પરિણામે તો ઈષ્ટ પ્રશંસારૂપ જ હોય છે. તેથી પરિણામતઃ વિચારીએ તે કઈ વસ્તુ એકાતે ઈષ્ટ કે અનિષ્ટ હતી જ નથી. એટલે અનુમોદના-પ્રશંસાના વિષયમાં કોઈ ભેદ નથી. સ્વરૂપ શુદ્ધ દરેક અનુષ્ઠાન જાતિથી અનુમોદનીય હેય છે. શુભભાવ યુક્ત અન્ય અનુષ્ઠાન પણ અનુમોદનીય છે. વિષયશુદ્ધાદિ ત્રણ પ્રકારનું
SR No.022165
Book TitleDharmpariksha
Original Sutra AuthorYashovijay Maharaj
AuthorBhuvanbhanusuri
PublisherAndheri Gujarati Jain Sangh
Publication Year1987
Total Pages552
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy