SearchBrowseAboutContactDonate
Page Preview
Page 74
Loading...
Download File
Download File
Page Text
________________ કાયસ્થિતિ પ્રકરણ નરક સિવાય પ્રથમની છમાંની કેઈ એક નરકમાં ઉત્પન્ન થાય, અને ત્યાંથી નીકળીને પાછો મનુષ્યમાં ઉત્પન્ન થાય, ત્યાંથી ફરીને નરકમાં જાય. એ પ્રમાણે એકાંતર આઠ ભવ કરે છે. પછી નવમે ભવે તે અવશ્ય બીજા પર્યાયપણે ઉત્પન્ન થાય છે. જઘન્યથી તે આગળની ગાથામાં કહેવાશે તે પ્રમાણે બે જ ભવ કરે છે. भवणवणजोइकप्प-ट्ठगे वि इअ अडभवाउ दु जहन्ना । सग सत्तमीइ तिरिओ, पण पुन्नाउसु य ति जहन्ना ॥ १४ ॥ અર્થ –(અવળવળનોરમ્પ વિ) ભવનપતિ, વ્યંતર, જ્યોતિષ્ક તથા સૌધર્માદિક આઠ દેવેલેકને વિષે એકાંતરે ભવભ્રમણ કરતા મનુષ્ય અને તિર્યો ( રમવાડ ટુ કન્ના) ઉત્કૃષ્ટથી આઠ ભવ કરે છે અને જઘન્ય બે ભવ કરે છે. (ના સત્તમ તિરિય) સાતમી નરકમાં એકાંતર ભ્રમણ કરતા તિર્ય ઉત્કૃષ્ટથી સાત ભવ કરે છે. તે આ પ્રમાણે-જેમ કઈ કરોડ પૂર્વના આયુષ્યવાળો સંજ્ઞી પંચેંદ્રિય તિર્યંચ ૧ સાતમી નરકમાં જઘન્ય આયુષ્યપણે ઉત્પન્ન થાય, ૨ ત્યાંથી નીકળીને તિર્યંચમાં આવે, ૩ ત્યાંથી ફરીને સાતમીમાં જાય, ૪ ત્યાંથી ફરી તિર્યંચમાં આવે, ૫ ત્યાંથી ફરીને સાતમીમાં જાય, ૬ ત્યાંથી પાછા તિર્યંચમાં ઉત્પન્ન થાય, ૭ ત્યાંથી મરીને તેને સાતમી પૃથ્વીમાં જવાને અસંભવ છે તેથી સાત જ ભવ થાય છે.. સાતમી નરકમાં એકાંતર ઉત્પન્ન થતા તિય અને સમગ્ર કાળ છાસઠ સાગરોપમ અને ચાર કરોડ પૂર્વ જેટલો છે. (T THIS; 9) પૂર્ણ આઉખે પાંચ ભવ કરે છે. એટલે જે તિર્યંચ તેત્રીશ સાગરોપમ ઉત્કૃષ્ટ સ્થિતિવાળા સાતમી પૃથ્વીના નારકીઓમાં પૂર્ણ આયુષ્ય એકાંતરે ઉત્પન્ન થાય તે તે ઉત્કૃષ્ટપણે બે વાર નારકીમાં જાય અને ત્રણ વાર તિર્યંચમાં ઉત્પન્ન થાય એમ પાંચ ભવ કરે છે. (ત્તિ સન્ના) જઘન્ય ત્રણ ભવ કરે છે. એટલે એક ભવ નરકમાં અને બે ભવ તિર્યંચમાં એમ ત્રણ ભવ જ થાય છે. મનુષ્યને સાતમી નરકમાં જઘન્યથી અને ઉત્કર્ષથી પણ બે જ ભવ થાય છે, કેમકે સાતમી પૃથ્વીમાંથી નીકળીને તે અવશ્ય તિર્યંચમાં જ ઉત્પન્ન થાય છે, મનુષ્ય થતો નથી. ૧૪. गेविजाण य चउगे, सग पणणूत्तरचउकि ति जहन्नं । पजनरो ति सवढे, दुहा दुभव तमतमाइ पुणो ॥ १५ ॥ અર્થ-નવનનો) પર્યાપ્ત સંજ્ઞી મનુષ્ય (વિજ્ઞાન ૨ ) રૈવેયકમાં અને આનતાદિક ચાર દેવલોકમાં એકાંતર ગમન કરે તે ઉત્કૃષ્ટથી () સાત ભવ કરે છે. જેમ કોઈ મનુષ્ય આનતાદિકમાં ઉત્પન્ન થયે, ત્યાંથી આવીને મનુષ્ય થયે, ત્યાંથી ફરી આનતાદિકમાં ગયે, એ રીતે ત્રણ વાર દેવલોકમાં અને ચાર વાર મનુષ્યમાં ઉત્પન્ન થાય છે. (guપૂરાવધિ) તથા ચાર અનુત્તર વિમાનમાં એક
SR No.022164
Book TitlePrakaran Ratna Sangraha
Original Sutra AuthorN/A
AuthorPurvacharya, Kunvarji Anandji
PublisherKunvarji Anandji
Publication Year1937
Total Pages312
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy