SearchBrowseAboutContactDonate
Page Preview
Page 245
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૨ પ્રકરણસંગ્રહ. ધનુષ એટલે દઢ ગાઉ થાય, તે પૂર્વના અઢી ગાઉમાં ભેળવતાં ચાર ગાઉ (એક જન પ્રમાણ ) સમવસરણ થાય છે. વિશેષાર્થ –અહીં વૃત્ત સમવસરણની જેમ એક તરફનું અર્ધ જનનું પ્રમાણ આ પ્રમાણે છે –બહારના પહેલા વપ્રની ભીંત ગણતરીમાં લેવાની ન હોવાથી પહેલા અને બીજા ગઢની વચ્ચે પંદરસે ધનુષનું આંતરું છે. તેમાં પગથિયા છ હજાર સમજવા, પ્રતર સમજવું નહીં. પછી બીજા ગઢની ભીંત સો ધનુષ જાડી છે, અને બીજા ત્રીજા ગઢની વચ્ચે એક હજાર ધનુષનું આંતરું છે. તેમાં ચાર હજાર પગથિયા સમજવા, પ્રતર સમજવું નહીં. પછી ત્રીજા ગઢની ભીંત સે ધનુષ જાડી છે, અને ત્રીજા ગઢથી પીઠના મધ્ય ભાગ સુધી તેર સો ધનુષ છે. આ સર્વ એકત્ર કરવાથી ચાર હજાર ધનુષ એટલે અર્ધ યોજન થાય છે, એટલું જ બીજી બાજુ હોવાથી પૂર્ણ યોજન થાય છે. ૬. सोवाण सहस दस कर-पिहुच गतुं भुवो पढमवप्पो । तो पन्ना धणु पयरो, तओ अ सोवाण पण सहसा ॥७॥ અર્થ:(મુ) પૃથ્વી ઉપરથી (fપદુશ) એક એક હાથ પહેળા અને ઊંચા (રહર રર) દશ હજાર (નોવાળ ) પગથિયા (7) જઈએચડીએ ત્યારે (પઢવો ) પહેલે ગઢ આવે છે. (તો) ત્યારપછી (પન્ના ધy) પચાસ ધનુષને (પ ) પ્રતર-સરખો ભૂમિભાગ આવે છે, (ક) અને (તો) ત્યાર પછી એક એક હાથ પહોળા અને ઊંચા (પણ હતા ) પાંચ હજાર (સવા) પગથિયા આવે છે. ૭. तो बिय वप्पो पन्ना-धणु पयर सोवाण सहस पण तत्तो। तइओ वप्पो छस्सय-धणु इगकोसेहिं तो पीढं ॥८॥ અર્થ –(તો) ત્યારપછી (વિવો ) બીજે ગઢ આવે છે, ત્યારપછી (ઉન્નાથg ) પચાસ ધનુષને (ઘર) પ્રતર આવે છે, (તો) ત્યારપછી (સદર ) પાંચ હજાર ( નોવાળ ) પગથિયા આવે છે, ત્યારપછી (તો) ૧-૨ આ છ હજાર ને ચાર હજાર પગથિયાની કલ્પના સમાસને અંગે કરેલી છે. એ પ્રમાણેની સંખ્યાને પાઠ જોવામાં આવ્યો નથી. શ્રીકાળલોકપ્રકાશમાં સમવસરણને અધિકારે ચોખંડા સમવસરણમાં પહેલા બીજા ગઢ વચ્ચેના ૧૩૦૦ ધનુષ્યના આંતરડામાં ૨૫૦ જનનું પ્રતર ને ૧૨૫૦ ધનુષ્યમાં ૫૦૦૦ પગથિયા કહ્યા છે. બીજા ગઢની વચ્ચેને ૧૦૦૦ ધનુષ્યના આંતરામાં હાથ હાથના પ્રમાસુવાળા ૫૦૦૦ પગથિયા કેમ સમાય ? તેને માટે બહુશ્રુતને ભળાવે છે.
SR No.022164
Book TitlePrakaran Ratna Sangraha
Original Sutra AuthorN/A
AuthorPurvacharya, Kunvarji Anandji
PublisherKunvarji Anandji
Publication Year1937
Total Pages312
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy