SearchBrowseAboutContactDonate
Page Preview
Page 244
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી સમવસરણ પ્રકરણું. ૨૩ ગોળ અને ચોખંડું. તેમાં ગોળ સમવસરણમાં આ પ્રમાણે હોય છે–ત્રણે ગઢની દરેક ભીંતે તેત્રીશ ધનુષ અને બત્રીશ આંગળ પહોળી હોય છે, તેથી તેને ત્રણગુણ કરતાં ત્રણે ગઢની ભીતનું પ્રમાણ એકત્ર કરીએ, એટલે કે તેત્રીશને ત્રણગણું કરતાં નવાણું ધનુષ થાય છે, અને બત્રીશને ત્રણગણું કરતાં છનું આંગળ થાય તેને એક ધનુષ થયા, તે નવાણું ધનુષમાં નાખવાથી સે ધનુષ થયા. સંથી બહાર પ્રથમ દશ હજાર પગથિયા ચડીએ ત્યારે પહેલો ગઢ આવે છે, તે પગથિયા ગઢની બહાર હોવાથી સમવસરણનું પ્રમાણ જે એક જનનું છે, તેમાં ગણાતા નથી. હવે પહેલા ગઢથી પચાસ ધનુષને પ્રતર એટલે કે પચાસ ધનુષ સીધી સપાટ ભૂમિ જઈએ ત્યારે એક એક હાથે પ્રમાણ પહેાળા અને ઊંચા પાંચ હજાર પગથિયા આવે છે, તેના પાંચ હજાર હાથ થયા. ચાર હાથને એક ધનુષ હોવાથી પાંચ હજાર હાથના સાડા બારસો ધનુષ થયા, તેમાં પચાસ ધનુષ પ્રતરના નાંખવાથી તેર સે ધનુષ થયા. તેથી પ્રતર અને પગથિયા મળીને પહેલા અને બીજા ગઢની વચ્ચેનું અંતર તેરસે ધનુષનું થાય છે. એ જ રીતે બીજા અને ત્રીજા ગઢની વચ્ચેનું અંતર પણ પ્રતર અને પગથિયા મળીને તેરસ ધનુષનું થાય છે. પછી પહેલા ગઢની અંદર તેરસો ધનુષ જઈએ ત્યારે પીઠનો મધ્ય ભાગ એટલે આખા સમવસરણનું મધ્યબિંદુ આવે છે, તેથી ત્રણ વાર તેરસો મળી એગણચાળીશ સો ધનુષ થયા. તેમાં ત્રણે ગઢના સો ધનુષ નાખીએ ત્યારે ચાર હજાર ધનુષ થાય છે. તેટલું મધ્યબિંદુથી છેડા સુધીનું એક તરફનું પ્રમાણ છે, તેટલું જ બીજી તરફનું પ્રમાણ હોવાથી કુલ આઠ હજાર ધનુષ થયા. બે હજાર ધનુષને એક ગાઉ હોવાથી આઠ હજાર ધનુષના ચાર ગાઉ એટલે એક યોજન થાય છે. તેટલું ગોળ સમવસરણ હોય છે. હવે ચેરસ સમવસરણનું ગઢ વિગેરેનું પ્રમાણ કહે છે – चउरंसे इगधणुसय-पिहु वप्पा सड्ढकोसअंतरिआ । पढमबिआ बिअतइआ, कोसंतर पुत्वमिव सेसं ॥ ६ ॥ અર્થ-(રસે) ચતુરસ્મ-ચરસ સમવસરણમાં (aq) બહારનો ગઢ ગણતરીમાં લેવાનું ન હોવાથી બે ગઢની બન્ને બાજુની મળીને ચાર ભીંતો છે. તે દરેક (૬Tધyag) એકસો ધનુષ પહોળી-જાડી હોવાથી ચારસો ધનુષ થયા. (ાદમવિકા) પહેલા અને બીજા ગઢની વચ્ચે બને બાજુનું મળીને કોરઅંતરિયા) દેઢ ગાઉનું આંતરું છે. (વિગતબા) બીજા અને ત્રીજા ગઢની વચ્ચે (સંતર) બન્ને બાજુનું મળી એક ગાઉનું આંતરું છે. (તેલં) બાકીનું (પુવમિવ ) પૂર્વની જેમ જાણવું. એટલે ત્રીજા ગઢની વચ્ચે એક ગાઉ અને છસો ધનુષનું આંતરું છે. તેમાં પૂર્વના ચારસે ધનુષ ભેળવતાં એક ગાઉ અને હજાર
SR No.022164
Book TitlePrakaran Ratna Sangraha
Original Sutra AuthorN/A
AuthorPurvacharya, Kunvarji Anandji
PublisherKunvarji Anandji
Publication Year1937
Total Pages312
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy