SearchBrowseAboutContactDonate
Page Preview
Page 148
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી વિચારપંચાશિકા પ્રકરણ. ૧૩૫ વિસ્તરાર્થ-જુમ્મા એટલે રાશિ (સમુદાય) કહેવાય છે. કડ વિગેરે શબ્દો સાથે જુમ્મા શબ્દ જોડવાથી કડજુમ્મા વિગેરે ચારે જુમ્મા થાય છે. કઈ પણ રાશિમાંથી ચાર ચાર કાઢી લેતાં (ચારે ભાંગતાં) ચાર, ત્રણ, બે અથવા એક બાકી રહે તે ચારેનું સ્વરૂપ આ પ્રમાણે-એક જીવ, ધર્માસ્તિકાય, અધમસ્તિકાય તથા લકાકાશ તે દરેકના પ્રદેશે અસંખ્યાતા છે અને પરસ્પર તુલ્ય છે. તેની અસત્ કલ્પનાએ વીશની સંખ્યા સ્થાપીએ, તેમાંથી ચાર ચાર કાઢતાં બાકી ચાર જ રહે છે તેને આગમ ભાષાવડે કડજુમ્મા કહેવાય છે. ૧. તથા અસંખ્યાતી ઉત્સર્પિણી અને અવસર્પિણીને વિષે જેટલા સમય છે, તેટલા સધર્મ તથા ઈશાનકલ્પને વિષે દેવતાઓ છે. તેની અસકલ્પનાએ ત્રેવીસની સંખ્યા સ્થાપીએ, તેમાંથી ચાર ચાર લેતાં (ચારે ભાંગતાં) બાકી ત્રણ જ રહે છે તેથી તે ત્રેતાજુમ્મા કહેવાય છે. ૨. એક એક આકાશપ્રદેશને અવગાહીને અનંતા પરમાણુ સુધીના સ્કો રહેલા છે, તેની અસકલ્પના કરીને બાવીશની સંખ્યા સ્થાપીએ, તેમાંથી ચાર ચાર લેતાં બાકી બે જ રહે છે માટે તે દાવરજુમ્મા કહેવાય છે. ૩. તથા પર્યાપ્ત બાદર વનસ્પતિ ૧, બાદર પર્યાપ્ત ૨, અપયોપ્ત બાદર વનસ્પતિ ૩, બાદર અપર્યાપ્ત ૪, બાદર પ, સૂક્ષમ અપર્યાપ્ત વનસ્પતિ ૬, સૂક્ષ્મ અપર્યાપ્ત ૭, સૂક્ષમ પર્યાપ્ત વનસ્પતિ ૮, સૂમ પર્યાપ્ત ૯, સૂક્ષમ ૧૦, ભવ્ય ૧૧, નિગેદના છે, ૧૨ વનસ્પતિના છ ૧૩, એકેંદ્રિય ૧૪, તિર્યંચ ૧૫, મિથ્યાષ્ટિ ૧૬, અવિરતિ ૧૭, સકષાયી ૧૮, છદ્મસ્થ ૧૯, સગી ર૦, સંસારી જીવો ૨૧ તથા સર્વ જીવો ૨૨-એ બાવીશ જીવરાશિઓ આઠમે મધ્યમ અનંતાઅનંતે છે; તે પણ અસકલ્પના કરીને તેની પચીશની સંખ્યા સ્થાપીએ, તેમાંથી ચાર ચાર લેતાં બાકી એક રહે છે, માટે તે કલિયુગ જુમ્મા કહેવાય છે. આ જુમ્માએનું કાર્ય–પ્રોજન (ઉપયોગ) સૂત્રથી જાણી લેવું, અહીં તો તેનું સ્વરૂપ માત્ર જ દેખાડયું છે. ઈતિ અષ્ટમ વિચાર. હવે પૃથ્વી આદિકના પરિમાણને નવો વિચાર કહે છે – धज व स परिव बि ति च समुन पणथ ज ख ना भ व र वि न सु स पमुति अ। जगनभप ध अ इगजिय हिअ नि सि नि वजी स पु अ भ अ पर वणका ॥५०॥ અથ:-(૫) ધરા-પૃથ્વી ૧, () જળ ૨, (૨) વલિ-અગ્નિ ૩, (ર) સમીરણ-વાયુ ૪, ( વ) પરિત્ત-પ્રત્યેક વનસ્પતિ ૫, (વિ) દ્વાદ્રિય ૬, (તિ) ત્રીદ્રિય ૭, (૪) ચતુરિંદ્રિય ૮,(રમુજ) સંમૂર્ણિમ નર-મનુષ્ય ૯, (૫ ) પંચે.
SR No.022164
Book TitlePrakaran Ratna Sangraha
Original Sutra AuthorN/A
AuthorPurvacharya, Kunvarji Anandji
PublisherKunvarji Anandji
Publication Year1937
Total Pages312
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy