SearchBrowseAboutContactDonate
Page Preview
Page 62
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૫ ૫૧ ભાવાર્થ :- “ઉદ્ગમ, ઉત્પાદ અને એષણાના દોષ વિનાના શુદ્ધ આહારને દ૨૨ોજ ભોગવતો સતો પણ જો તે પ્રતિસમયે ત્રિવિધ યોગ વડે સ્વાધ્યાયમાં આયુક્ત-તત્પર હોય તો કે ગૌતમ ! તે એકાગ્ર મનવાળાને સાંવત્સરિક તપ વડે કરીને પણ ઉપમી શકીએ નહીં, અર્થાત્ તેની સાથે પણ સરખાવી શકીએ નહીં, કારણ કે સાંવત્સરિક ઉપવાસ કરતાં તેને અનંતગુણી નિર્જરા થાય છે.” ૪-૫ હવે પ્રસંગાગત વ્યતિરેક ફળ આગળ કહેવાશે એવા સુભદ્રાના સંબંધથી જાણવું. સુભદ્રાની કથા વારાણસીપુરીમાં એક સાર્થવાહ હતો. તેને સુભદ્રા નામે સ્ત્રી હતી. તેને કાંઈ પણ સંતતિ થતી નહોતી. તેને માટે તે બહુ વિકલ્પ કરતી હતી. એકદા તેને ઘેર સાધ્વી સંઘાટક (બે સાધ્વી) ભિક્ષા માટે આવ્યા. તેમને પ્રતિલાભીને સુભદ્રાએ વિજ્ઞપ્તિ કરી પૂછ્યું કે “હે પૂજ્ય ! જે સ્ત્રીના પુત્રો આંગણામાં ક્રીડા કરતા હોય તે સ્ત્રીને ધન્ય છે ! માટે મારે કાંઈ સંતતિ થશે કે નહીં ?” સાધ્વી બોલ્યા કે “હે ભદ્રે ! અમે ધર્મ વિના બીજું કાંઈ બોલતાં નથી.” ત્યારે સુભદ્રા બોલી કે “તો ધર્મ કહો.” ત્યારે તે સાધ્વીઓએ સારી રીતે ધર્મનો ઉપદેશ કર્યો. તે સાંભળીને સુભદ્રા બોધ પામી. પછી અપુત્રપણાના દુઃખથી પીડાયેલી તે સુભદ્રાએ કેટલેક કાળે પતિની આજ્ઞા લઈને દીક્ષા ગ્રહણ કરી. ચારિત્રનું પાલન કરતાં તે સ્વાધ્યાયમાં તત્પર રહેતી. તા પણ રૂપવંત એવા બાળકોને દેખીને મોહના વશથી તે પોતાના ઉદર પર, ખોળામાં, હ્રદય ઉપર અને જંઘા ઉપર બેસાડતી તથા કેટલાંક બાળકોને આંગળીનો આધાર આપીને ભમાડતી અને કેટલાંકને સુખડી વગેરે ખાવાનું પણ આપતી, કહ્યું છે કે - केसि पि देइ खज्ज, अन्नेसिं भुज्जईमन्नेसिं । अब्भंगइ उव्वट्टर, हाइ य तह फासुअजलेण ॥१॥ धाइकम्माइआ जं दोसा जिणवरेहिं इह भणिया । इहलोअ पारलोईअ, दुक्खाण निबंधणब्भुआ ॥२॥ ભાવાર્થ :- “કોઈ બાળકને ખાવાનું આપે, કોઈને ખવરાવે, કોઈને અલ્ટંગ કરે, ઉવટ્ટણું કરે, તેમ જ ફાસુ જળ વડે હવરાવે, ઈત્યાદિ ધાત્રીકર્મ (ધાવ્ય માતા દ્વારા કરાતાં કાર્યો) થી જે દોષ જિનેશ્વર ભગવંતે કહેલો છે તે આલોકમાં ને પરલોકમાં દુઃખના નિબંધનભૂત (કારણભૂત) જાણવો.” ૧-૨ આ પ્રમાણે સુભદ્રા સાધ્વીની ચેષ્ટા જોઈને બીજી વૃદ્ધા સાધ્વીઓએ તેને શિખામણ આપી કે “તને આમ કરવું ઘટતું નથી, સ્વાધ્યાયાદિક ક્રિયામાં તું કેમ પ્રમાદ કરે છે ? મુનિઓ તો દ્રવ્ય અને ભાવથી બાળક સાથેની ક્રીડા અથવા તેની ઈચ્છાનો ત્યાગ કરીને નિરન્તર અધ્યાત્મમાં જ આસક્ત હોય છે.” તે સાંભળીને સુભદ્રા અતિ કોપ પામીને બીજા ઉપાશ્રયમાં ગઈ, ત્યાં નિરંકુશ
SR No.022161
Book TitleUpdesh Prasad Part 05
Original Sutra AuthorN/A
AuthorVishalsensuri
PublisherVirat Prakashan Mandir
Publication Year2010
Total Pages326
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy