SearchBrowseAboutContactDonate
Page Preview
Page 61
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૦ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ ભાગ-૫ સિદ્ધિપદ પ્રાપ્ત થાય છે. પાંચમો ધર્મકથા નામનો સ્વાધ્યાય છે. ધર્મકથા એટલે ધર્મનો ઉપદેશ અને સૂત્રાર્થની વ્યાખ્યા કરવી તથા સાંભળવી તે. તે ધર્મકથા નંદિષેણ ઋષિની જેમ કરવી. આ પાંચ પ્રકારના સ્વાધ્યાયે કરીને તપની પૂર્તિ થાય છે. તે વિષે આલોચનાના ગ્રંથમાં કહ્યું છે કે “એકાસણાનો ભંગ થાય તો પાંચસો નવકાર ગણવા. ઉપવાસનો ભંગ થાય તો બે હજાર નવકાર ગણવા. નીવિનો ભંગ થાય તો છસો ને સડસઠ નવકાર ગણવા. આયંબિલનો ભંગ થાય તો એક હજાર નવકાર ગણવા. ચોવિહારનો ભંગ થાય તો એક ઉપવાસ કરવો તથા હમેશાં એકસો નવકાર ગણવાથી વર્ષે છત્રીસ હજાર નવકારનો સ્વાધ્યાય થાય છે. હંમેશાં બસો નવકાર ગણવાથી વર્ષે ૭૨ હજાર અને હંમેશા ૩૦૦ ગણવાથી એક વર્ષે એક લાખ અને સાઠ હજાર નવકારનો સ્વાધ્યાય થાય છે. ઈત્યાદિ પોતાની મેળે જાણી લેવું.” આવી રીતના સ્વાધ્યાય તપને જિનેશ્વરે સર્વોત્તમ એટલે સર્વ તપમાં ઉત્તમ તપ કહેલો છે. શ્રી મહાનિશીથ સૂત્રમાં કહ્યું છે કે - बारसविहंमि तवे, अब्भिंतरबाहिरे कसलदिट्टे । न वि अत्थि न वि अ होहि, सज्झायसमं तवोकम्मं ॥१॥ ભાવાર્થ ઃ- “સર્વજ્ઞ ભગવંતે કહેલા અત્યંતર અને બાહ્ય એવા બાર પ્રકારના તપમાં સ્વાધ્યાય જેવું તપકર્મ કોઈ છે પણ નહીં, અને કોઈ થશે પણ નહીં.” मणवयणकायगुत्तो, नाणावरणं च खवइ अणुसमयं । सज्झाये वÉतो, खणे खणे जाइ वेरग्गं ॥२॥ ભાવાર્થ - “સ્વાધ્યાયમાં વર્તતો માણસ મન, વચન અને કાયાની ગુપ્તિએ કરીને પ્રતિ સમયે જ્ઞાનાવરણીય કર્મનો ક્ષય કરે છે, તથા તેને ક્ષણે ક્ષણે વૈરાગ્ય પ્રાપ્ત થાય છે.” इग दुति मासखवणं, संवच्छरमवि अणसिओ हुज्जा। सज्झायज्झाणरहिओ, एगोवासफलं पि न लभिज्जा ॥३॥ ભાવાર્થ :- “એક માસ, બે માસ કે ત્રણ માસક્ષપણ કરે અથવા એક વર્ષ સુધી અનશન (ઉપવાસ) કરે, પણ જો તે સ્વાધ્યાય ધ્યાન રહિત હોય, તો એક ઉપવાસનું પણ ફળ મેળવતો નથી.” उग्गम उप्पाय एसणाहिं, सुटुं च निच्च भुंजतो । जइ तिविहेणाउत्तो, अणुसमयं भविज्ज सज्जाए ॥४॥ ता तं गोयम एगग्ग-माणसं नेव उवमिउं सक्का । संवच्छरखवणेणवि, जेण तहिं निज्जराणंता ॥५॥
SR No.022161
Book TitleUpdesh Prasad Part 05
Original Sutra AuthorN/A
AuthorVishalsensuri
PublisherVirat Prakashan Mandir
Publication Year2010
Total Pages326
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy