SearchBrowseAboutContactDonate
Page Preview
Page 36
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૫ ૨૫ ગૃહસ્થની પુત્રી કાળી નામે કુમારિકા હતી. તેણે મા-બાપની રજા લઈને શ્રી પાર્શ્વનાથસ્વામી પાસે દીક્ષા લીધી. પ્રભુએ તેને પુષ્પચૂલા નામની સાધ્વીને શિષ્યા તરીકે સોંપી. પછી તે કાળી સાધ્વી તેમની પાસે સામાયિક વગેરે અગિયાર અંગનું અધ્યયન કરીને સંયમતપ વડે પોતાના આત્માને ભાવવા લાગી. અન્યદા તે કાળી સાધ્વી મલ પરિષહ સહન કરવાને અસમર્થ થઈ સતી હાથ, પગ, મુખ, મસ્તક, સ્તનાંતર, કક્ષાંતર, ગુહ્યાંતર વગેરે અવયવો જળથી ધોવા લાગી, અને જે ઠેકાણે બેસીને સ્વાધ્યાય કરે ત્યાં પ્રથમ જળ વડે પૃથ્વીને શુદ્ધ કરવા લાગી. તે સર્વ જોઈને મહત્તરાએ તેને શીખામણ આપી કે “સાધુ-સાધ્વીને દેહાદિકની જળ વડે શુદ્ધિ કરવી ઘટતી નથી, માટે તેનું તું પ્રાયશ્ચિત્ત લે.” તે સાંભળીને કાળી સાધ્વી મૌન રહી સતી વિચારવા લાગી કે “મારે આવી રીતે પરાધીનપણે અહીં રહેવું યોગ્ય નથી.” પછી તે જૂદા ઉપાશ્રયમાં જઈને રહી. ત્યાં અંકુશ રહિત થવાથી સ્વચ્છંદપણે જળ વડે અંગની શુદ્ધિ કરવા લાગી. એ પ્રમાણે ઘણા વર્ષો સુધી ચારિત્રનું પાલન કરીને પ્રાંતે તે પાપની આલોચના-પ્રતિક્રમણા કર્યા વિના પંદર દિવસના અનશનથી કાળ કરીને અઢી પલ્યોપમના આયુષ્યવાળી અસુરકુમાર નિકાયમાં દેવી થઈ છે; ત્યાંથી અવીને મહાવિદેહ ક્ષેત્રમાં ઉત્પન્ન થઈ સિદ્ધિપદને પામશે. છેદસૂત્ર વગેરે શાસ્ત્રોમાં બહુશ્રુત આચાર્યોએ અનેક વિચારથી ગર્ભિત આ પ્રાયશ્ચિત્ત તપનું વર્ણન કરેલું છે, તેથી તે તપનો તાત્કાલિક સ્વીકાર કરીને પાપની આલોચના લેવી, પણ શુભને ઈચ્છનારા પુરુષોએ શ્રુતથી વ્યતિરિક્ત કાંઈ પણ બોલવું નહીં.” © ૨૧ ધર્મકર્મમાં દંભનો ત્યાગ दंभतो नन्वयत्नेन, तपोऽनुष्ठानमादृतम् । तत्सर्वं निष्फलं, ज्ञेयमूषरक्षेत्रवर्षणम् ॥१॥ ભાવાર્થ:- “તપ અનુષ્ઠાનાદિ નિશ્ચયે જો અયતના વડે અને દંભથી કરવામાં આવે તો તે સર્વ ઉખર જમીનમાં વૃષ્ટિની જેમ નિષ્ફળ જાણવાં.” તે ઉપર સુજસિરિની કથા છે, તે આ પ્રમાણે - સુજ્જસિરિની કથા અવન્તીનગરી પાસે શંબુક નામના ખેટને વિષે સુજ્જશિવ નામે એક બ્રાહ્મણ રહેતો હતો. તે દરિદ્રી અને નિર્દય હતો. તેની સ્ત્રી યજ્ઞયશા અન્યદા ગર્ભવતી થઈ. પ્રસૂતિ સમયે પ્રસવની વેદનાથી તે મરી ગઈ. તેણે એક કન્યાને જન્મ આપ્યો હતો. તેનું નામ સુજ્જસિરિ રાખ્યું
SR No.022161
Book TitleUpdesh Prasad Part 05
Original Sutra AuthorN/A
AuthorVishalsensuri
PublisherVirat Prakashan Mandir
Publication Year2010
Total Pages326
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy