SearchBrowseAboutContactDonate
Page Preview
Page 35
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૫ અઠીંગીને બેસે, ગમનાગમન ન આલોવે, વસતિને પ્રમાર્ષ્યા વિના સજ્ઝાય કરે, કેવળ કામળી જ પહેરે, જળ, અગ્નિ, વીજળી અને પૃથ્વીકાયનો સંઘટ્ટ કરે, ઈત્યાદિકના પ્રાયશ્ચિત્ત બદલ પ્રત્યેકે જધન્યથી પણ નીવિની આલોયણા આવે છે. કાજો ઉદ્ધરે નહીં અથવા બેઠા-બેઠા પ્રતિક્રમણ કરે તો જઘન્યે એક પુરિમઠ્ઠ અને ઉત્કૃષ્ટ એકાસણું, પૌષધમાં વમન થયું હોય. કારણ વિના દિવસે શયન કર્યું હોય અને જમ્યા પછી વાંદણા ન દીધાં હોય તો પ્રત્યેકે એક એક આયંબિલ. મુખવસિકાના સંઘટ્ટમાં એક નીવિ, મુખવગ્નિકા ખોવાઈ ગઈ હોય તો એક ઉપવાસ, રજોહરણના સંઘટ્ટમાં એક આયંબિલ અને રજોહરણ ખોવાઈ જાય તો એક અક્રમ. આ પ્રમાણે પૌષધની આલોચના સાંભળીને ભવ્ય જીવોએ ઉનાળાની ઋતુમાં તૃષાથી પીડાયા છતાં પણ જળની ઈચ્છા માત્ર કરવી નહીં. કદાચ ઈચ્છા ઉત્પન્ન થઈ જાય તો તત્કાળ તેની આલોચના લેવી, નહિ તો નંદ મણિકાર શ્રાવકની જેમ મોટું દુ:ખ પ્રાપ્ત થાય છે. અતિથિ સંવિભાગનો નિયમ લીધો હોય તો તે નિયમ ન પાળવાથી અથવા ભાંગવાથી એક ઉપવાસ અને તેના અતિચારમાં એક આયંબિલ. સાધુને અશુદ્ધ આહાર આપીને તેની આલોચના ન કરે તો તે નાગશ્રી વગેરેની જેમ ભવપરંપરાને પામે છે, માટે કદાચિત્ મુનિને અયોગ્ય આહાર અપાયો હોય તો તેની તરત જ આલોયણ લેવી (પ્રાયશ્ચિત્ત ગ્રહણ કરવું). તપસ્વી સાધુને દેરાના ચોખાની રાંધેલી ખીર વહોરાવનાર શ્રીમંત શ્રાવકની જેમ. હવે પ્રસંગોપાત બીજા પણ કેટલાંક પ્રાયશ્ચિત્ત કહે છે. આપઘાત કરવાનું ચિંતવન કર્યું હોય તો એક ઉપવાસ, નિયાણું કરે તો એક ઉપવાસ, કદાચ નિયાણું કર્યું હોય તો તરત જ તેની આલોચના લઈ લેવી. દ્રૌપદીના જીવે સુકુમાલિકાના ભવમાં પાંચ પુરુષોથી સેવાતી એક વેશ્યાને જોઈ નિયાણું કર્યું હતું, તે પાપની આલોચના કરી નહીં તો તેથી અનેક પ્રકારની વ્યથાને પામી હતી. ગર્ભવતી સ્ત્રીને આઠ માસ થાય ત્યાં સુધી સાધુએ તેના હાથથી આહાર ગ્રહણ કરવો; જો નવમે માસે ગ્રહણ કરે તો તેને એક આયંબિલનું પ્રાયશ્ચિત્ત આવે, એકાસણા વગેરે તપનો ભંગ થયો હોય તો તેના પ્રાયશ્ચિત્તમાં તે જ (એકાસણું વગેરે) તપ આપવો અથવા તે તપનો જેટલો સ્વાધ્યાય હોય તે 'આપવો. આ પ્રમાણે આલોચનાનું વર્ણન આચાર્ય મહારાજે કહેલું છે. તે સાંભળ્યા છતાં પણ જે તેનો આદર ન કરે તે હીન-ગતિને પ્રાપ્ત કરે છે. એકદા રાજગૃહીનગરીમાં શ્રી વીરસ્વામીને વાંદીને શ્રેણિક રાજા સહિત સર્વ સભા બેઠી હતી. તે વખતે ચમરેન્દ્રની અગ્રમહિષી કાલી નામની દેવી સર્વ ઋદ્ધિ સહિત પ્રભુ પાસે આવી નમીને સૂર્યાભદેવની જેમ નૃત્ય કરી પોતાને સ્થાને ગઈ. પછી તે દેવીના પૂર્વભવનું વૃત્તાંત શ્રી ગૌતમસ્વામીએ વીરપ્રભુને પૂછ્યું, એટલે ભગવાન્ બોલ્યા કે “આમલકલ્પનગરમાં કાળ નામના ૧. એક ઉપવાસના બદલામાં ૨૦૦૦ સ્વાધ્યાય અપાય છે તે પ્રમાણે સમજી લેવું.
SR No.022161
Book TitleUpdesh Prasad Part 05
Original Sutra AuthorN/A
AuthorVishalsensuri
PublisherVirat Prakashan Mandir
Publication Year2010
Total Pages326
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy