SearchBrowseAboutContactDonate
Page Preview
Page 202
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ ભાગ-૫ ૧૯૧ ૧૫. કાંક્ષાધ્યાન - એટલે અન્ય અન્ય દર્શનનો અથવા પોતાના દર્શનનો આગ્રહ અર્થાત્ કાંક્ષા; તેનું ધ્યાન, તે “હે કપિલ ! ત્યાં પણ ધર્મ છે અને અહીં મારા મતમાં પણ ધર્મ છે.” એમ બોલનારા મરિચિને થયું હતું. ગૃહિધ્યાન - એટલે આહારાદિકને વિષે અત્યંત આકાંક્ષાનું ધ્યાન. તે મથુરાવાસી મંગુસૂરિને તથા વ્રતનો ત્યાગ કરનાર કંડરિક રાજાને થયું હતું. ૧૭. આશા ધ્યાન - એટલે પારકી વસ્તુ મેળવવાની અભિલાષાનું ધ્યાન. તે નિર્દય બ્રાહ્મણના પાથેય પ્રત્યે પાથેય વિનાના મૂલદેવને થયું હતું. તુષાધ્યાન :- તુષાપરિષદના ઉદયથી ઉત્પન્ન થયેલી પીડા, તે પીડાએ કરીને થયું કે ધ્યાન તે તૃષાધ્યાન. આ ધ્યાન પિતા સાધુની સાથે જતાં માર્ગમાં તૃષાથી પીડાયેલા ક્ષુલ્લક સાધુને થયું હતું. ૧૯. ક્ષુધા ધ્યાનઃ- શ્રુધાના પરવશપણાથી થતું ધ્યાન તે સુધાધ્યાન. તે રાજગૃહી નગરીના ઉદ્યાનમાં આવેલા લોકોને મારવા તૈયાર થયેલા દ્રમકને થયું હતું. ૨૦. પથિધ્યાન - એટલે અલ્પકાળમાં ઈષ્ટ સ્થાને પહોંચવાનું ધ્યાન. તે ધ્યાન પોતનપુરના માર્ગને શોધતા વલ્કલચિરીને થયું હતું. વિષમમાર્ગથ્થાન :- ઘણા વિકટ માર્ગનું ધ્યાન. સનસ્કુમારને શોધનાર મહેન્દ્રસિંહને અથવા બ્રહ્મદત્તને શોધનાર વરધેનુને થયું હતું. ૨૨. નિદ્રાધ્યાન:- એટલે નિદ્રાને આધીન થયેલાનું ધ્યાન. તે ધ્યાન મ્યાનદ્ધિ નિદ્રાએ કરીને પાડાનું માંસ ખાનાર, હસ્તિના દાંત ખેંચી કાઢનાર તથા મોદકના અભિલાષી સાધુને થયું હતું. ૨૩. નિદાનધ્યાન :- એટલે બીજા ભવમાં સ્વર્ગની અથવા મનુષ્યપણાની સમૃદ્ધિ મેળવવાની ઈચ્છાથી નવ પ્રકારના નિયાણાં કરવા સંબંધીધ્યાન. તે નંદીષેણ, સંભૂતિ અને દ્રૌપદી વગેરેને થયું હતું. ૨૪. સ્નેહધ્યાન - સ્નેહ એટલે મોહના ઉદયથી પુત્રાદિકને વિષે થતી પ્રીતિવિશેષરૂપ ધ્યાન. તે મરુદેવા, સુનંદા અને અન્નકની માતાને થયું હતું. ૨૫. કામધ્યાન - કામ એટલે વિષયનો અભિલાષ, તેનું ધ્યાન તે કામધ્યાન. તે હાસા અને પ્રહાસાદેવીએ દેખાડેલા વિષયસુખના લોભથી કુમારનંદી સોનીને થયું હતું તથા રાવણને થયું હતું. ૨૬. અપમાનધ્યાન :- અપમાન એટલે પરગુણની પ્રશંસા સાંભળીને થતી ઈર્ષ્યા અથવા ચિત્તની કાલુષ્યતા (મલિનતા), તેનું ધ્યાન તે અપમાનધ્યાન. તે બાહુ અને સુબાહુની
SR No.022161
Book TitleUpdesh Prasad Part 05
Original Sutra AuthorN/A
AuthorVishalsensuri
PublisherVirat Prakashan Mandir
Publication Year2010
Total Pages326
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy