SearchBrowseAboutContactDonate
Page Preview
Page 201
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૦ ૩. ૪. ૫. ૬. ૭. ૮. ૯. ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૫ આવવાથી ચારિત્રનો ત્યાગ કરવાને ઈચ્છતા અષાઢાસૂરિએ તે ધ્યાન કર્યું હતું. કુદર્શનધ્યાન :- બૌદ્ધાદિક મિથ્યાદર્શનનું ધ્યાન સુરાષ્ટ્ર શ્રાવકે કર્યું હતું. ક્રોધધ્યાન :- કુલવાલુક, ગોશાલક, પાલક, નમુચિ, શિવભૂતિ વગેરેએ કર્યું હતું. માનધ્યાન`ઃ- બાહુબળિ, સુભૂમચક્રી, પરશુરામ, હઠથી આવેલા સંગમદેવ વગેરેએ કર્યું હતું. માયાધ્યાન ઃ- અન્યને છેતરવારૂપ માયાધ્યાન, અષાઢાભૂતિ મુનિએ લાડુ વહોરવા માટે કર્યું હતું. લોભધ્યાન :- સિંહકેસરિયા લાડુના ઈચ્છુક સાધુએ કર્યું હતું. રાગધ્યાન ઃ- રાગને અભિષ્યંગમાત્ર સમજવો. તેના કામરાગ, સ્નેહરાગ અને દૃષ્ટિરાગ એમ ત્રણ પ્રકાર છે. તેમાં વિષ્ણુશ્રીના ઉપર વિક્રમયશ રાજાને કામરાગ થયો હતો. દામન્તકના સસરાનું પોતાના પુત્રનું મરણ સાંભળીને સ્નેહરાગને લીધે હૃદય ફાટી ગયું, અને કપિલને દૃષ્ટિરાગ (દર્શનનો રાગ) થવાથી બ્રહ્મદેવલોકમાંથી આવીને પોતાના મતના રાગથી પોતાના શિષ્યોને “આસુરે રમસે” ઈત્યાદિ કહ્યું હતું. આ ત્રણે પ્રકારના રાગનું ધ્યાન ન કરવું. અપ્રીતિધ્યાન :- અપ્રીતિ એટલે અન્ય ઉપર દ્રોહનો અધ્યવસાય અથવા દ્વેષ, તે ધ્યાન યજ્ઞની શરૂઆત કરાવનારા મધુપિંગ અને પિપ્પલ વગેરેને થયું હતું, તથા હરિવંશની ઉત્પત્તિમાં વીરકદેવને થયું હતું. ૧૦. મોહધ્યાન :- વાસુદેવના શબને ઉપાડીને છ માસ સુધી ફરનારા બળભદ્રને થયું હતું. -- ૧૧. ઈચ્છાધ્યાન :- ઈચ્છા એટલે મનમાં ધારેલો લાભ મેળવવાની ઉત્કટ અભિલાષા, તેનું ધ્યાન તે ઈચ્છાધ્યાન. તે બે માષા સુવર્ણના અર્થી કપિલને કોટી સુવર્ણના લોભમાં પણ ઈચ્છાનો અંત આવ્યો ન હતો તેની જેમ સમજવું. ૧૨. મિથ્યાધ્યાન :- મિથ્યા એટલે વિપર્યસ્ત (અવળી) દૃષ્ટિપણું, તેનું ધ્યાન તે મિથ્યાધ્યાન. તે જમાલી, ગોવિંદ વગેરેને થયું હતું. ૧૩. મૂર્છાધ્યાન :- મૂર્છા એટલે પ્રાપ્ત થયેલા રાજ્યાદિક ઉપર અત્યંત આસક્તિ, તેનું ધ્યાન તે મૂર્છાધ્યાન. તે પુત્રોને ઉત્પન્ન થતા જ મારી નાંખનાર અથવા ખોડ ખાપણવાળા કરનાર કનકધ્વજ રાજાને થયું હતું. ૧૪. શંકાધ્યાન ઃ- શંકન તે શંકા એટલે સંશય કરવો – તેનું ધ્યાન તે શંકાધ્યાન, તે અષાઢાસૂરિના અવ્યક્તવાદી શિષ્યોને થયું હતું.
SR No.022161
Book TitleUpdesh Prasad Part 05
Original Sutra AuthorN/A
AuthorVishalsensuri
PublisherVirat Prakashan Mandir
Publication Year2010
Total Pages326
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy