SearchBrowseAboutContactDonate
Page Preview
Page 160
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ ભાગ-૫ ૧૪૯ પોલતો જોવાને હું શક્તિમાન નથી, માટે તેની પહેલાં મને પીલ અને પછી બાળસાધુને પલજે!” તે સાંભળીને આચાર્યને વધારે દુઃખી કરવાની ઈચ્છાથી તેના દેખતાં પાલકે પ્રથમ તે બાળક સાધુને જ પીલવા માંડ્યો. તે પણ મહા પૈર્યવાન બાળ સાધુ ગુરુની નિર્ધામણાથી મોક્ષે ગયા. પાલકના એક દુષ્કૃત્યને જોઈને દુઃખી હૃદયવાળા આચાર્યે ક્રોધ કરીને વિચાર્યું કે “આ પાપીએ પરિવાર સહિત મારો નાશ કર્યો, છેવટ એક ક્ષુલ્લક સાધુને પણ મેં કહ્યા છતાં એક ક્ષણવાર પણ બચાવ્યો નહીં; તો જો હવે મારા દુષ્કર તપનું કાંઈ ફળ હોય તો આવતા જન્મમાં આ દુષ્ટ પુરોહિત, રાજા અને આ આખા દેશનો હું બાળનાર થાઉં.” આ પ્રમાણે નિદાન કરીને સ્કંદકાચાર્ય તે પાપીથી પલાઈ મૃત્યુ પામી વહ્નિકુમારમાં દેવ થયા. હવે તે જ દિવસે સ્કન્દ,સૂરિની બહેન પુરંદરયશાને વિચાર થયો કે “કેમ આજે નગરમાં સાધુઓ જણાતા નથી?” આ પ્રમાણે વિચાર કરે છે, તેવામાં સ્કન્દકાચાર્યનું લોહીવાળું રજોહરણ ઉપાડીને કોઈ ગીધ પક્ષીએ ભવિતવ્યતાના યોગે તે રાણીની પાસે જ પડતું મૂક્યું. તે લઈને ઉખેળતાં તેને માલૂમ પડ્યું કે “આ કાંબળનો કકડો મેં જ મારા ભાઈને તૈયાર કરીને દીક્ષા વખતે આપ્યો હતો.” આ નિશાનીથી મુનિઓને હણાયેલા જાણીને ખેદ પામેલી રાણીએ રાજાને કહ્યું કે “રે દુષ્ટ ! આ શું મોટું અકાર્ય કર્યું? આ મહાપાપથી તને મોટી વ્યથા પ્રાપ્ત થશે.” એમ કહીને વૈરાગ્યથી પુરદ્રયશા દીક્ષા લેવા ઉત્સુક થઈ. તે જાણીને તરત જ શાસનદેવતાએ તેને શ્રી મુનિસુવ્રતસ્વામી પાસે મૂકી, ત્યાં તેણે દીક્ષા લઈ પરલોકનું કાર્ય સાધ્યું. હવે પેલા સ્કન્દક દેવતાએ અવધિજ્ઞાન વડે પોતાનો પૂર્વ વૃત્તાન્ત જાણી મહાક્રોધથી આખા દેશ સહિત કુંભકારનગરને બાળી નાંખ્યું, તેથી તે સ્થાન મોટું અરણ્ય થયું. તે દેશનો રાજા દંડક હોવાથી ત્યાં થયેલું અરણ્ય હજુ સુધી પણ દંડકારણ્યને નામે પ્રસિદ્ધ છે. “ગુણના સમૂહને ધારણ કરનારા ચારસો ને નવાણું સાધુઓએ જેમ નિર્ભયતારૂપ ગુણનો ત્યાગ કર્યો નહીં, તેમ સાધુઓએ પણ તે ગુણનો ત્યાગ કરવો નહીં અને સ્કન્દકાચાર્યની જેમ ક્રોધ કરવો નહીં.” ૩૨૧ આત્મપ્રશંસા गुणैर्यदि न पूर्णोऽसि, कृतमात्मप्रशंसया । गुणैरेवासि पूर्णश्चेत्, कृतमात्मप्रशंसया ॥१॥ ભાવાર્થ:- “જો કેવળજ્ઞાનાદિક ગુણોએ કરીને પૂર્ણ ન હો તો આત્મશ્લાઘાથી સર્યું, કેમકે ગુણરહિત આત્માની શી પ્રશંસા કરવી? અને જો સમ્યગુ રત્નત્રયાદિક ગુણોએ કરીને પૂર્ણ હો,
SR No.022161
Book TitleUpdesh Prasad Part 05
Original Sutra AuthorN/A
AuthorVishalsensuri
PublisherVirat Prakashan Mandir
Publication Year2010
Total Pages326
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy