SearchBrowseAboutContactDonate
Page Preview
Page 159
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૮ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથઃ ભાગ-૫ એકદા સ્કન્દકાચાર્યે શ્રી પ્રભુને પૂછ્યું કે, “હે સ્વામી ! જો આપની આજ્ઞા હોય તો હું મારી બહેનના દેશમાં જાઉં.” પ્રભુ બોલ્યા કે, “ત્યાં સર્વ સાધુઓને મરણ પતનો ઉપદ્રવ ઉત્પન્ન થશે.” સ્કન્દકે પૂછ્યું કે, “હે સ્વામી! તે ઉપસર્ગમાં અમે સર્વે આરાધક થઈશું કે વિરાધક થઈશું?” સ્વામીએ કહ્યું કે “એક તમારા વિના બીજા સર્વે સાધુઓ આરાધક થશે.” તે સાંભળીને નિર્ભય એવા સ્કન્દકે વિચાર્યું કે “જે વિહારમાં આટલા બધા સાધુ આરાધક થાય તે ખરેખર શુભકારી જ વિહાર છે.” એમ વિચારીને ૫૦૦ સાધુઓ સહિત સ્કન્દકાચાર્યે ત્યાંથી વિહાર કર્યો. અનુક્રમે કુંભકાર નગરના ઉપવનમાં આવ્યા. તેમના આવવાના ખબર સાંભળીને દુષ્ટ પાલકે સ્કન્દક ઉપરનું પ્રથમનું વેર લેવા માટે તે ઉદ્યાનમાં પ્રથમથી ગુપ્ત રીતે વિવિધ પ્રકારના શસ્ત્રો દાટી રાખ્યાં. પછી તેણે રાજાને કહ્યું કે, “હે સ્વામી! આપણા ગામના ઉદ્યાનમાં સ્કન્દક આવ્યા છે, તે પોતે જ મહાબળવાન છે, ઉપરાંત ભુજદંડના પ્રચંડ વિક્રમવાળા અને સાધુના વેષને ધારણ કરનારા પાંચસો સુભટોને સાથે લાવ્યા છે, તે સર્વના શસ્ત્રો તે ઉદ્યાનની પૃથ્વીમાં તેણે ગુપ્ત રાખ્યાં છે; જયારે તમે તેને વાંદવા જશો ત્યારે તે તમને મારીને તમારું રાજય લઈ લેવાના છે. આપને મારા વચન પર વિશ્વાસ ન આવતો હોય તો આપ જાતે જ જઈને ઉદ્યાનમાં સંતાડેલા શસ્ત્રો જોઈ ખાત્રી કરો.” તે સાંભળીને રાજા પાલકની સાથે ઉદ્યાનમાં ગયા. ત્યાં પાલકે તેને ગુપ્ત રાખેલાં શસ્ત્રો કાઢીને બતાવ્યાં, તે જોઈ રાજાએ ક્રોધથી સર્વ સાધુઓને બંધાવીને તે પાલકને જ સોંપ્યા અને તેને કહ્યું કે, “હે પાલક ! તારી મરજીમાં આવે તેવી શિક્ષા આ સર્વને કર.” તે સાંભળીને હર્ષ પામેલો પાલક સર્વ સાધુઓને મનુષ્યને પીલવાનું યંત્ર) ઘાણી પાસે લઈ ગયો. પછી તેણે સર્વને કહ્યું કે, “તમે સર્વ તમારા ઈષ્ટ દેવનું સ્મરણ કરો; કેમકે આ ઘાણીમાં નાંખીને તમને સર્વને હું હમણાં પીલી નાંખીશ.” તે સાંભળીને જીવવાની તથા મરવાની ઈચ્છાથી રહિત-નિર્ભય એવા સર્વે સાધુઓએ અંતિમ આરાધના કરી. પછી તે દુષ્ટ પાલક આચાર્યને ઘાણી પાસે બાંધી રાખી તેની નજરે એક પછી એક સાધુને ઘાણીમાં નાખી પીલવા લાગ્યો !! સૂરિએ કિંચિત્ પણ ખેદ કર્યા વિના સમયને યોગ્ય એવા વાક્યોથી તે સર્વની નિર્ધામણા કરી. તે આ પ્રમાણે – भिन्नः शरीरतो जीवो, जीवाद्भिन्नश्च विग्रहः । વિનિતિ વપુશ-Sણતા વિદ્યત : વૃતી II ભાવાર્થ:- “જીવ શરીરથી ભિન્ન છે અને શરીર જીવથી ભિન્ન છે. એ પ્રમાણે જાણનાર કયો પંડિત પુરુષ શરીરનો નાશ થાય તો પણ અંતઃકરણમાં ખેદ કરે ?” ઈત્યાદિ અનેક યુક્તિથી સૂરિએ બોધ પમાડેલા, શત્રુ તથા મિત્રને વિષે સમાન દૃષ્ટિવાળા અને ક્ષમારૂપી ધનવાળા તે સર્વે સાધુઓ અનુક્રમે કેવળજ્ઞાન પામીને મોક્ષે ગયા. આ પ્રમાણે તે પાપી પાલકે ચારસોને અઢાણું સાધુઓનો નાશ કર્યો ! પછી છેવટના એક ક્ષુલ્લક (બાળક) સાધુને પીલવા તૈયાર થયેલા પાલકને આચાર્યે કહ્યું કે, “હે પાલક ! આ દયા કરવા યોગ્ય બાળકને
SR No.022161
Book TitleUpdesh Prasad Part 05
Original Sutra AuthorN/A
AuthorVishalsensuri
PublisherVirat Prakashan Mandir
Publication Year2010
Total Pages326
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy