SearchBrowseAboutContactDonate
Page Preview
Page 88
Loading...
Download File
Download File
Page Text
________________ છેવો મત છે ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ: ભાગ-૧ મહારાજા ! આ તો માંસલોલુપ માણસોએ ઊભો કરેલો મજાનો ભ્રમ છે, આપ પણ યજ્ઞના સુંદર નામે ભરમાયા છો. ઘોર હિંસા, ને એ ધર્મ? કેવી છલના? કેવું કપટ? જયાં હિંસા ત્યાં ધર્મની કલ્પના પણ ન થઈ શકે. શાસ્ત્રમાં યજ્ઞનું સ્વરૂપ બતાવતાં કહ્યું છે કે – “સત્યરૂપી યજ્ઞસ્તંભ, પરૂપી અગ્નિ, કર્મરૂપી સમિધ (બળતણ) અને અહિંસારૂપી આહૂતિવાળો દૈવીયજ્ઞ છે અને તે જ સત્પરુષોનો મત છે. શ્રી ધનપાલ કવિના ધર્મમય નીતિવચનો અને તેની પાંડિત્ય યુક્ત પ્રગલ્ય પ્રતિભાથી રાજા ચકિત થઈ બોલ્યા- કવિ ! તમે સાવ સાચું કહો છો. તમારા પર મને ઘણો ક્રોધ આવેલો પણ તમારી સચ્ચાઇથી હું પ્રસન્ન છું. જે જોઇએ તે કહો હું અવશ્ય આપીશ.” ધનપાલે કહ્યું-“મહારાજ! જો આપ પ્રસન્ન હો તો તમે મારા બંને નેત્રો લીધાં છે તે પાછાં આપો.” રાજા બોલ્યા- “અરે ! મેં કશું જ લીધું નથી. આંખો પણ તમારી પાસે છે, છતાં આમ બોલો છો?' કવિએ કહ્યું- શિકાર અને સરોવરના વર્ણન વખતે આપે મને કરડી નજરે જોયો અને એવો વિચાર કર્યો હતો કે આની આંખો કઢાવવી. એટલે તમે મારી આંખો તો લઈ જ લીધી છે.” આ સાંભળી રાજા સાશ્ચર્ય બોલ્યા“કવિરાજ ! આ હૃદયની વાત તમે શી રીતે જાણી ! શું તમે સર્વજ્ઞ છો ?” ધનપાલ બોલ્યામહારાજા ! મેં સર્વશદેવનો (તીર્થંકરપ્રભુનો) ધર્મ સ્વીકાર્યો તેથી હું સર્વજ્ઞ પુત્ર થયો છું.' આશ્ચર્ય પામી રાજાએ કહ્યું- “સર્વજ્ઞપુત્રને છાજે તેવી તમારી પ્રતિભા છે.” અને ધનપાલને તેમણે એક ક્રોડ સુવર્ણમુદ્રાનું દાન આપ્યું. મહાકવિ ધનપાલે ધર્મની પ્રતીતિ માટે રાજાભોજને હેતુ-ઉદાહણપૂર્વક ઘણી ઉક્તિ બતાવી છે. જે પ્રબંધ ચિંતામણી ગ્રંથમાં ઉપલબ્ધ છે. એકવાર રાજા ભોજે ધનપાલને ગુમસુમ જોઈ પૂછયું-“મહાકવિ હમણાં કાંઈ ખોવાયેલા હોય તેમ ઊંડા વિચારમાં જણાઓ છો. શું કારણ છે?” ધનપાલે કહ્યું- “મહારાજા ! હાલમાં હું શ્રી યુગાદિનાથના ચરિત્રની રચના કરું છું. તેથી મારું ચિત્ત તેમાં વ્યસ્ત રહે છે. બીજું કશું કારણ નથી.” રાજા બોલ્યા-“એમ ! ત્યારે તો એ રચના ઘણી સરસ હશે ? પૂર્ણ થાય એટલે અમને સંભળાવજો' અને ચરિત્ર પૂર્ણ થયે અતિ આનંદ માણતા માણતા મહાકવિ ગ્રંથ લઈ રાજસભામાં આવ્યા. મોટી સભા સાંભળવા એકઠી થઈ. અલંકાર-ઉક્તિ-યુક્તિ-પ્રાસ-ઉપમા આદિનો એમાં એવો અદ્દભૂત રસ હતો કે ઢોળાય ન જાય તે માટે ગ્રંથની નીચે મોટો સોનાનો થાળ મૂકવામાં આવતો. સાંભળતાં સહુ આશ્ચર્યમાં લીન થઈ જતા. રાજા તો એવા રસતરબોળ થયા કે રાજકાજ કરતાં વધારે રસ તેમને શ્રી ઋષભદેવના ચરિત્રશ્રવણમાં પડતો, સાહિત્ય-કાવ્યના અલંકારમય રસનો એમના પર એવો પ્રભાવ પડ્યો કે આખો દિવસ તેમને એના જ વિચાર અને રાત્રે એના જ સ્વપ્ના આવતાં. ગ્રંથનું વાચન પૂરું થયે, કવિધનપાલને કાંઈક પારિતોષિક આપવાના સમયે રાજાએ કહ્યું- “કવિરાજ એમાં તો કોઈ શંકા નથી કે તમે એક અતિ અદ્ભુત સર્જન કર્યું છે.' જો તમે મારી વાત માનો તો તમે કહો તે આપું. ધનપાલે પૂછયું-“શી વાત છે મહારાજાની?” રાજા બોલ્યા-“આ તમારા અભુત ગ્રંથમાં જ્યાં વિનીતાનગરીનું વર્ણન રકવામાં આવ્યું છે, ત્યાં
SR No.022157
Book TitleUpdesh Prasad Part 01
Original Sutra AuthorN/A
AuthorVishalsensuri
PublisherVirat Prakashan Mandir
Publication Year2010
Total Pages260
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy