SearchBrowseAboutContactDonate
Page Preview
Page 87
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથઃ ભાગ-૧ આગળ ચાલતા સહુ રાજસરોવરને કાંઠે આવી ઉભા. રાજાએ આ સરોવર મોટી હોંશે અને ઘણાં ખર્ચે તૈયાર કરાવ્યું હતું. રાજાએ કવિઓને કહ્યું-“આ સરોવરનું વર્ણન કરો.” એક કવિ તરત જ બોલ્યા “હંસોના સુંદર યુગલોથી, સુગંધી કમળોથી વિકસિત, આકાશીરંગના આકર્ષક તરંગોથી, ઊંડે સુધી પહોંચેલા ગંભીર પાણીથી, બગલાના સમૂહવડે પકડાતા માછલાથી, કાંઠે ઉગેલા હારબદ્ધ વૃક્ષોની શીતળ છાયામાં સ્ત્રીઓએ આરંભેલા કર્ણપ્રિય ગીતોથી તથા ચપળ ચક્રવાકોની ક્રીડાથી આ સરોવર અપૂર્વ શોભાને પામ્યું છે.' આ સાંભળી પ્રમોદ પામેલા રાજાએ વધુ સારા વર્ણનની અપેક્ષાએ કવિધનપાલને કહ્યું‘તમે પણ વર્ણન કરો.” પરમાત્મા જિનેન્દ્રદેવના ધર્મને પામેલા કવિ બોલ્યા ! આ તો તળાવ બહાને મહા દાનશાળા, જાણો રસોઈ રૂપે મત્સ્યો રસાળા, ભિક્ષુ જુઓ ! સરસ સારસ ચક્રવાકો, થાશે સુપુણ્ય તમને શું ? તમે જ જાણો. આ સાંભળતા જ રાજાની આંખો લાલ થઈ આવી, પણ કાંઈ બોલ્યા વિના સહુને લઈ તેઓ પાછા ફર્યા. માર્ગમાં યજ્ઞસ્તંભે બાંધેલાં કેટલાંક આર્તનાદ કરતાં પશુ જોઈ રાજાએ કવિને પૂછ્યું-“આ પશુઓ શું કહે છે?' એક કવિએ કહ્યું કે- “હે રાજનું! આ પશુઓ પશુજીવનથી ત્રાસી ગયાં છે. કહે છે યજ્ઞની બલિ અર્થે તમે અમને શીધ્ર હણો. કારણ કે ઘાસ ખાઈ ખાઈને હવે તો અમારી જઠર પણ બળવા લાગી છે. જ્યારે જૂઓ ત્યારે પેટ ખાલી ને ખાલી. માણસો અમને પશુ ગણે છે અને અમારી સાથે હીન વ્યવહાર રાખે છે. અમે પત્ની-પુત્રી આદિનો ભેદ પણ જાણતા નથી. ભૂખ-તરસની વ્યથા કોને કહીયે ? તેથી હે રાજનું ! અમે તમને પ્રાર્થના કરીયે છીએ કે અમને જલ્દી દેવલોકમાં પહોંચાડો.” પછી રાજાએ કવિધનપાલને કહ્યું- તમે કહો, આ પશુઓ શું બોલે છે?' ઉત્તર આપતાં તેમણે કહ્યું-“રાજા ! આ પશુઓ એમ કહે છે કે-“એ ભલા રાજા! અમે સ્વર્ગના ફળ કે ત્યાંના ઉપભોગના તરસ્યાં નથી. અમે કોઈ પ્રાર્થના પણ તમને કરી નથી. અમે તો તૃણભક્ષણથી સંપૂર્ણ સંતુષ્ટ છીયે. અમારી સાથે સ્વર્ગ માટેનો આ વ્યવહાર યુક્ત નથી. તમારાથી હણાયેલા પશુઓ ખરેખર જો સ્વર્ગમાં જ જતાં હોય તો ઓ રાજા! માતા-પિતા-પુત્રબાંધવનો યજ્ઞ કરી તેમને કેમ સ્વર્ગે પહોંચાડતાં નથી? આ સાંભળી ભીષણભૂકુટિવાળા રાજાએ પૂછ્યું- “કવિ તમે આ શું કહી રહ્યા છો?” તેણે ઉત્તર આપ્યો “હા, મહારાજ, હું વાસ્તવિક વાત કહી રહ્યો છું. યજ્ઞનો સ્તંભ ઊભો કરી, નિર્દોષ પશુઓને હણી, લોહીનો કાદવ કરી જો સ્વર્ગ જવાય તો નરકે ક્યા કામ કરીને જવાશે?
SR No.022157
Book TitleUpdesh Prasad Part 01
Original Sutra AuthorN/A
AuthorVishalsensuri
PublisherVirat Prakashan Mandir
Publication Year2010
Total Pages260
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy