SearchBrowseAboutContactDonate
Page Preview
Page 235
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૨૮ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૧ પહેલું ઉપશમ, સમકિત-અનાદિકાળથી ચાર ગતિમાં રઝળતો આત્મા નિબિડ રાગદ્વેષના પરિણામવાળી ગ્રંથિને ભેદી કર્મના દળીયાના ત્રણ પૂંજ કરે છે. અંતર્મુહૂર્ત સુધી થયેલા કર્મના. ઉપશમથી જે ગુણ પ્રગટે તે ઔપથમિકસમ્યકત્વ કહેવાય. તેમજ ઉપશમશ્રેણિ પર આરૂઢ થયેલા ઉપશાંતમોહીને મોહના ઉપશમનથી ઉત્પન્ન થયેલું પણ ઔપથમિકસમ્યકત્વ કહેવાય. આ બંને સમ્યક્ત્વનો કાળ અંતર્મુહૂર્ત જેટલો છે. બીજું સાસ્વાદનસમ્યકત્વ = ઉપશમ સમ્યકત્વ પામ્યા પછી ઉદયમાં આવેલા અનંતાનુબંધી કષાયના પ્રાબલ્ય સમ્યકત્વનું વમન થતા જે લેશમાત્ર ઉપશમનો આસ્વાદ રહે છે તે સાસ્વાદન નામનું બીજું સમ્યકત્વ કહેવાય છે. આ ઉપશમ સમ્યકત્વથી પડતાં જીવને હોય છે. તેની સ્થિતિ જઘન્યથી એક સમય અને ઉત્કૃષ્ટથી છ આવલિકાની હોય છે. ત્રીજું ક્ષાયોપથમિક સમ્યકત્વ = મિથ્યાત્વ મોહનીય કર્મના ક્ષય અને ઉપશમથી જે ગુણ પ્રગટે તેને ક્ષાયોપથમિક નામક ત્રીજું સમકિત કહેવાય છે. ચોથું વેદકસમ્યકત્વ = ક્ષેપક શ્રેણીએ આરૂઢ થયેલા, જીવને અનંતાનુબંધી કષાયના ક્ષય થયે મિથ્યાત્વમોહનીય અને મિશ્રમોહનીયનો પૂર્ણ ક્ષય થયે, સમ્યકત્વમોહનીયના અંતિમ અંશને ભોગવતી વખતે ક્ષાયિકસમ્યક્ત્વની સન્મુખદશામાં આ વેદકસમ્યકત્વ હોય છે. પાંચમું ક્ષાયિકસમ્યકત્વ = સમ્યકત્વમોહનીય, મિશ્રમોહનીય અને મિથ્યાત્વમોહનીય અને અનંતાનુબંધી ચારે ય કષાય એમ આ સાતેય પ્રકૃતિનો આત્યંતિક ક્ષય થયે ક્ષાયિકસમકિતની પ્રાપ્તિ થાય છે. ગુણની અપેક્ષાએ સમ્યકત્વ ત્રણ પ્રકારે પણ છે, જો કે સમ્યકત્વના સડસઠ ભેદ છે. છતાં ગુણથી રોચક, દીપક અને કારક એવા ત્રણ પ્રકાર પણ થાય છે. હેતુ-ઉદાહરણ આદિના બોધ વિના પણ સિદ્ધાંતમાં જણાવેલા તત્ત્વ પર અભિરુચિ થવી તે રોચકસમ્યકત્વ કહેવાય, અર્થાત્ સિદ્ધાંતમાં જણાવેલ સૂક્ષ્મ વિચારોને ઝીણવટભરી વાતોને સમજી શકતો ન હોય અથવા સ્વયંથી વ્રત-પ્રત્યાખ્યાન, ક્રિયાકાંડ આદિ ન બની શકતા હોય છતાં “શ્રી તીર્થંકર ભગવંતોએ ફરમાવેલું તત્ત્વ સાચું જ હોય.” એવી આસ્થા, તે પર રુચિ હોવી તે રોચકસમ્યકત્વ કહેવાય. તે ઉપર શ્રી કૃષ્ણ મહારાજાનું દષ્ટાંત. શ્રી કૃષ્ણ મહારાજાનું દષ્ટાંત દ્વારિકા નગરીમાં શ્રી નેમિનાથ પ્રભુ વર્ષાઋતુ બેસતા પૂર્વે સમવસર્યા, વંદને આવેલા કૃષ્ણ મહારાજાએ ભગવંતને પૂછ્યું, “પ્રભો ! વર્ષાકાળમાં ચાર માસ સાધુ મહારાજો વિહાર ન કરતાં, શા માટે સ્થિરવાસ કરે છે?' પ્રભુએ કહ્યું – “રાજા, ચોમાસામાં ઘણાં જ જીવોની ઉત્પતિ થાય છે. ગમનાગમનથી તે જીવોનો નાશ થવાથી ઘોર વિરાધના થાય છે. તેથી બચવા માટે સાધુ મહારાજો
SR No.022157
Book TitleUpdesh Prasad Part 01
Original Sutra AuthorN/A
AuthorVishalsensuri
PublisherVirat Prakashan Mandir
Publication Year2010
Total Pages260
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy