SearchBrowseAboutContactDonate
Page Preview
Page 234
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૧ सम्मत्तनाणचरण-संपुन्नो मोक्खसाहणोवाओ। ता इह जुत्तो जत्ता ससत्तिओ न नायत्तत्ताणं ॥ અર્થ સમ્યકત્વ, જ્ઞાન અને ચારિત્રથી પરિપૂર્ણ જ મોક્ષસાધનનો ઉપાય છે. મનુષ્યભવ પ્રાપ્ત કરીને યત્નપૂર્વક યથાશક્તિએ તત્ત્વજ્ઞ જીવે- પ્રબુદ્ધ આત્માએ આ જ્ઞાનાદિ મેળવવા ઉદ્યમ કરવો જોઈએ. ઇત્યાદિ મોક્ષની વાસ્તવિક વ્યાખ્યા ભગવાનના શ્રીમુખે સાંભળી પ્રસન્ન થયેલા પ્રભાસના સંશય નાશ પામ્યા. તેણે પોતાના ત્રણસો શિષ્યો સાથે પ્રભુ પાસે દીક્ષા અંગીકાર કરી. તેમણે સોળ વર્ષની વયે દીક્ષા લીધી, વીસ વર્ષની વયે તેઓ કેવળી થયા. સોળ વર્ષ સુધી કેવળી અવસ્થાએ વિચરી ઘણો ઉપકાર કર્યો અને જે સુખ મેળવવા ઉદ્યમ કર્યો હતો તે મોક્ષસુખને પામ્યા. પ્રભુ મહાવીરદેવના નવ ગણધરો પ્રભુજીની ઉપસ્થિતિમાં જ નિર્વાણ પામ્યા અને ઈંદ્રભૂતિ ગૌતમસ્વામી તથા સુધર્માસ્વામી રાજગૃહીમાં પ્રભુજીના નિર્વાણ પછી મુક્તિ પામ્યા. બધા જ ગણધર મહારાજાઓ બધી જ લબ્ધિથી સંપન્ન હતા, વજઋષભનારાચ સંઘયણ, સમચતુરગ્ન સંસ્થાનવાળા હતા, તેઓ પાદપોપગમન અનશન કરી મોક્ષે પધાર્યા હતા. સોળ વર્ષની ઉગતી વયમાં જ ચારિત્ર ગ્રહણ કરી, પ્રભુજીથી પણ પહેલા નિર્વાણ પામનારા મુનિશ્રેષ્ઠશ્રી પ્રભાસગણધર અમારા મહાનું અભ્યદય અને નિઃશ્રેય માટે થાઓ. (સમક્તિના સડસઠ ભેદ સંપૂર્ણ) ૫૮ સમ્યક્ત્વના અન્ય પ્રકારો આત્માને તત્ત્વની શ્રદ્ધારૂપ તત્ત્વરૂચિ થવાથી એક પ્રકારે (તત્ત્વરુચિ) સમકિત કહેવાય. નિશ્ચય તેમજ વ્યવહારના ભેદે બે પ્રકારનું કહેવાય છે. અહીં સમ્યકત્વના સડસઠ ભેદમાંથી એકસઠનો વ્યવહારસમકિતમાં સમાવેશ થાય છે અને છેલ્લા છ નિશ્ચયસમતિવાળાને હોય છે. आदावौपशमिकं च, सास्वादनमथापरम् । क्षायोपशमिकं वैद्यं, क्षायिकं चेति पञ्चधा ॥ પહેલું ઔપથમિક, બીજું સાસ્વાદન, ત્રીજું ક્ષાયોપથમિક, ચોથું વેદક અને પાંચમું ક્ષાયિક એમ સમતિ પાંચ પ્રકારે પણ સમજાવવામાં આવ્યું છે.
SR No.022157
Book TitleUpdesh Prasad Part 01
Original Sutra AuthorN/A
AuthorVishalsensuri
PublisherVirat Prakashan Mandir
Publication Year2010
Total Pages260
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy