SearchBrowseAboutContactDonate
Page Preview
Page 114
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથઃ ભાગ-૧ ૧૦૧ લેવાથી ત્યાં ઉત્પન્ન થઈ શકાય.” તેણે તરત જ દીક્ષા લીધી. સદા તપોનુષ્ઠાન કરવાની શક્તિ ન હોઈ અવંતીમુનિએ ગુરુઆજ્ઞપૂર્વક સ્મશાનમાં જઈ અનશન લીધું. તે વખતે તેની પૂર્વભવની અપમાનિત પત્ની જે શિયાળણ થઈ હતી તે પોતાનાં ભૂખ્યાં બચ્ચાઓ સાથે ત્યાં આવી. પૂર્વભવના વૈરના કારણે તેણે મુનિના શરીરને બચકાં ભરી ખાવા માંડ્યું. આમ તેણે રાત્રિના ત્રણ પ્રહર સુધી પ્રાણાંત કષ્ટ આપ્યું, પણ મુનિએ તે શુભભાવે સહન કર્યું અને નલિની ગુલ્મ વિમાનમાં ઉત્પન્ન થયા. સવારે વૃત્તાંત જાણી ભદ્રાશેઠાણીએ એક સગર્ભા વહુ સિવાય એકત્રીસ વહુ સાથે દીક્ષા લીધી. સમયે ઘેર રહેલી વહુને પુત્ર જન્મ્યો. તેણે મોટા થઈ પોતાના પિતાની મૃત્યુભૂમિ પર મોટો પ્રાસાદ બંધાવી તેમાં આ અવંતીપાર્શ્વનાથ નામના પ્રતિમાજી વિધિપૂર્વક ઘડાવી પ્રતિષ્ઠિત કર્યા. કેટલોક સમય ગયા પછી અવસર પામી બ્રાહ્મણોએ તે પ્રતિમાજી ઉપર શિવલિંગ સ્થાપી દીધું. આ લિંગ મારી સ્તુતિ કેવી રીતે સહી શકે ! તમે જ કહો.” આ સાંભળી રાજા ઘણા પ્રસન્ન થયા. અવંતીપાર્શ્વનાથ પ્રભુજીની પૂજા અર્ચા આદિ માટે સો ગામ ભેટ કર્યા. અને બોલ્યા- હે સમર્થ ગુરુ ! દેડકાં ગળવામાં દક્ષ સર્પો તો ઘણા છે. પણ ધરતીના ભારને ઉપાડનાર શેષનાગ તો એક જ છે.' ઇત્યાદિ સ્તુતિ કરી રાજા સ્વસ્થાને ગયા. શાસનની મહાન પ્રભાવના થઇ. સંઘે આડંબરપૂર્વક તેમને પ્રવેશ કરાવી ફરી આચાર્યપદે આરૂઢ કર્યા. કવાદીરૂપ અંધકારને દૂર કરવામાં સૂર્ય જેવા હોઈ તેઓ સિદ્ધસેનદિવાકરસૂરિ કહેવાયા. એકવાર તેઓ ઓકારપુર આવ્યા. ત્યાંના સંઘે વિનંતિ કરી કે નાથ, અહીં મિથ્યાત્વીઓનું પ્રાબલ્ય હોઈ તેઓ અમને ભગવાનનું જિનાલય બંધાવવા નથી દેતા. આપની કૃપાએ જ આ કાર્ય બને. સૂરિરાજ તેમને આશ્વાસન આપી પાછા અવંતી પધાર્યા. અને ચાર શ્લોકો બનાવી સાથે લઈ મહારાજા વિક્રમના રાજમહેલે આવ્યા. દ્વારપાલે અટકાવ્યા. તેને આ પ્રમાણે શ્લોક લખી રાજા પાસે મોકલ્યો. भिक्षुर्दिदृक्षुरायातस्तिष्ठति द्वारवारितः । हस्तन्यस्तचतुःश्लोकः किं वा गच्छति गच्छति ॥१॥ હાથમાં ચાર શ્લોક લઈ મળવા આવેલો ભિક્ષુ દ્વારે રોકાઈ ઊભો છે. આવે કે જાય? સામાન્ય વાતનો આવો અદ્ભુત શ્લોક જોઈ રાજા ચકિત થયો ને તેણે આ પ્રમાણે ઉત્તર લખી આપ્યો. दीयते दशलक्षाणि शासनानि चतुर्दश । हस्तन्यस्त चतुःश्लोकः यद्वागच्छतु गच्छतु ॥ ચાર શ્લોક લઈ આવનારને દશ લાખ મુદ્રા અને ચઉદ ગામ આપવામાં આવે છે. છતાં તેમને આવવું હોય તો આવે, જવું હોય તો જાય. શ્લોક વાંચતા જ શ્રી સિદ્ધસેન સભામાં પધાર્યા. રાજાની સામે આસન પર બિરાજ્યા. રાજાએ કહ્યું-“આજ્ઞા કરો.” તેમણે શ્લોક સંભળાવ્યો.
SR No.022157
Book TitleUpdesh Prasad Part 01
Original Sutra AuthorN/A
AuthorVishalsensuri
PublisherVirat Prakashan Mandir
Publication Year2010
Total Pages260
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy