SearchBrowseAboutContactDonate
Page Preview
Page 113
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૦ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથઃ ભાગ-૧ ~ - છેવટે સંઘે તેમને ગચ્છ બહાર મૂક્યા. તેઓ પણ સંઘની આજ્ઞા પ્રમાણ કરી ગુપ્તવેશે સંયમી રહી, અવધૂતનો દેખાવ લઈ મૌનભાવે વિચારવા લાગ્યા. સાત વર્ષ બાદ તેઓ અવંતીના મહાકાળ મંદિરમાં આવ્યા. શિવલિંગને વંદન-નમન કર્યા વિના તેમની તરફ પગ કરી સૂઈ ગયા. પૂજારીઓએ તિરસ્કારપૂર્વક તેમને ઉઠાડ્યા પણ તેઓ ઉક્યા નહીં. આ વાત ઠેઠ મહારાજા સુધી ગઈ એટલે આ કૌતુક જોવા વિક્રમાદિત્ય પોતે મંદિરમાં આવ્યા. તેમણે સિદ્ધસેનસૂરિજીને બેસાડી પૂછ્યું કે તમે મહાદેવજીને નમસ્કાર કેમ નથી કરતા?” તેમણે ઉત્તર આપતાં કહ્યું-“રાજા ! જેમ ઘણાં દિવસના તાવથી પીડાતો માણસ લાડવા ન ખાઈ શકે તેમ આ શિવજી અમારા સ્તવનને ન ઝીરવી શકે.” ખીજાયેલ રાજા બોલ્યા-“ઓ જટીલ ! અસંબદ્ધ ન બોલો, સ્તુતિ કરો જોઈએ. કેમ ન ઝીરવી શકે તે અમે જોઈએ.” પછી શ્રી સિદ્ધસેન વીરદ્ધાત્રિશિકા રચી બોલવા લાગ્યા, સ્વયંભુવ ભૂતસહસ્ત્રનેત્રે.. ઈત્યાદિ કાવ્ય તેઓ એક ધ્યાન થઈ ધીર-ગંભીર-ફુટનાદે બોલવા લાગ્યા. પછી તરત તેમણે કલ્યાણ મંદિર નામક સ્તોત્ર મહાપ્રભાવશાલી શ્રી પાર્શ્વનાથ પ્રભુની સ્તુતિરૂપે મધુરસ્વરે વસંતતિલકા રાગે સ્વસ્થચિત્તે આરંભ્ય, તેની એક એક પંક્તિ જાણે હૃદયમાં ઘુંટાઈ ઘુંટાઇને ઉપર આવતી હતી. તેના શબ્દ શબ્દ વાતાવરણમાં જાણે હલચલ મચી રહી હતી. તેનો રણકો સાંભળનારને કોઈ અપૂર્વ ચેતના અર્ધી રહ્યો હતો. હજી તો અગ્યારમો શ્લોક બોલાતો હતો ત્યાં શિવલિંગમાં તડતડ અવાજ આવવા લાગ્યો. ધૂમાડા જેવું જણાવા લાગ્યું ને ક્ષણવારમાં ધડાકા સાથે શિવલિંગ ફાટ્યું ને તેની વચ્ચે દેદીપ્યમાન કાંતિવાળા શ્રી પાર્શ્વનાથપ્રભુનું અદ્ભૂત બિંબ પ્રગટ થયું. શ્રી સિદ્ધસેન તો પ્રભુજીની સ્તુતિમાં લીન હતા. રાજા ભક્તો અને પૂજારીઓ વિસ્મિત થઈ ઘડીક પ્રભુને તો ઘડીક તે અવધૂત યોગીની ભક્તિની મસ્તીને જોતા રહ્યા. કોઈક ભય પામ્યા તો કોઈક ભક્તિથી નાચવા-કૂદવા લાગ્યા. સ્તોત્ર પૂર્ણ થયે, શ્રી સિદ્ધસેનસૂરિજીએ વિધિપૂર્વક નમનસ્તવન ચૈત્યવંદનાદિ કર્યા. રાજાએ પૂછ્યું- હે મહાયોગી ! આ ભગવાન અહીં ક્યાંથી આવ્યા?” સિદ્ધસેનસૂરિ બોલ્યા- “રાજા સરસ ઇતિહાસ છે આનો, હું કહું છું, તમે સાંભળો. આ અવંતીનગરમાં ભદ્રશેઠની ભદ્રા નામની પત્ની હતી. તેમને અવંતીસુકુમાલ નામનો એકનો એક પુત્ર હતો. યુવાન થતાં તે બત્રીસ શ્રેષ્ઠિકન્યાઓને પરણ્યો. વિષય ઉપભોગમાં તેનો સમય ક્યાં પસાર થતો, તેની પણ તેને ખબર પડતી નહીં. એકવાર તેની હવેલીમાં આર્યસુહસ્તિસૂરિજી ઉતર્યા હતા. ગવાક્ષમાં બેઠેલ અવંતીસુકમાલે તેમના મુખેથી નલિની ગુલ્મ વિમાનનું વર્ણન સાંભળી તેને જાતિસ્મરણજ્ઞાન થયું. તે તરત આર્યસુહસ્તિજી પાસે આવી બોલ્યો-'ભગવન્શું તમે નલિની ગુલ્મ વિમાનથી આવ્યા છો ?' તેમણે કહ્યું-“ના, પણ શ્રી સર્વજ્ઞભગવાનના આગમમાં તેનું સ્વરૂપ વર્ણવ્યું છે.” અવંતીસુકમાલ બોલ્યા- “આપશ્રીના શ્રીમુખે એ વર્ણન સાંભળી મને જાતિસ્મરણજ્ઞાન થતાં ગયા ભવમાં ભોગવેલ નલિની ગુલ્મ વિમાનનાં સુખો તાજા થઈ આવ્યાં. એની આગળ આ પૃથ્વીનું સમસ્ત સુખ પણ સાવ ફીકું લાગે. મારે પાછું ત્યાં જવું છે. કેમ જવાય ?' ગુરુજીએ કહ્યું-“ચારિત્ર
SR No.022157
Book TitleUpdesh Prasad Part 01
Original Sutra AuthorN/A
AuthorVishalsensuri
PublisherVirat Prakashan Mandir
Publication Year2010
Total Pages260
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy