SearchBrowseAboutContactDonate
Page Preview
Page 168
Loading...
Download File
Download File
Page Text
________________ કરવો જોઇએ. તેમ જ જાહેરમાં દોષોને સેવનારાની પાસેથી પણ જ્ઞાન પ્રાપ્ત કરી લેવા તેમનો પણ વિનય કરવો જોઇએ. એના સમર્થન માટે “અગ્રહિલગ્રહિલ ન્યાયનું પણ સૂચન કર્યું છે – એ બધું એના રહસ્યને જાણનારા ગીતાર્થ ગુરુ ભગવંત પાસેથી સમજી લેવું જોઈએ. અન્યથા અનર્થ થવાનો પૂરતો સંભવ છે. ત્યાર પછી વિનયનું માહાભ્ય, વિનયની શિક્ષા મળે ત્યારે કોપ કરનારને પ્રાપ્ત થતો અપાય અને વિનીત અવિનીતને પ્રાપ્ત થતાં ફળનું વર્ણન કરાયું છે. વીસમા શ્લોકમાં વિનયથી જ પૂજયત્વ-ગુરુત્વ પ્રાપ્ત થાય છે. ગુરુત્વ ગુણસાપેક્ષ છે આકસ્મિક નથી: એ સારી રીતે વર્ણવ્યું છે. ત્યાર બાદ વિનય, શ્રત, તપ અને આચાર : આ ચાર સમાધિ અને તેના અવાંતર ચાર ચાર પ્રકારોનું વર્ણન છે. પચીસમા શ્લોકમાં સમાધિના ફળ સ્વરૂપે સ્પર્શાત્મક તત્ત્વસમ્રાપ્તિનું વર્ણન છે. જેનાથી આત્મા પરમાત્મા બને છે - તે દષ્ટાંત સાથે વર્ણવ્યું છે. સત્તાવીસમા શ્લોકમાં વિનયથી વ્યાપકતા, અઠ્ઠાવીસમા શ્લોકમાં વિનયની દોષનાશકતા ઓગણત્રીસમા શ્લોકમાં વિનય વિના ગ્રહણ કરેલા શ્રતની અત્યંત દુતાને વર્ણવી છે. ત્યાર બાદ શ્રી તીર્થંકર પરમાત્માના દષ્ટાંતથી વિનયનું પ્રાધાન્ય વર્ણવીને એકત્રીસમાં શ્લોકમાં, શુદ્ધભિક્ષાદિમાં તત્પર રહેનારા પણ વિનયને ગૌણ કરી ગુરુકુલવાસાદિ સ્વરૂપ વિનયને આચરતા નથી, તેઓ મોક્ષમાર્ગના વિલોપક છે - આ વાત જણાવી છે. એનો શાંત ચિત્તે વિચાર કરીએ તો વિનયની અનિવાર્યતા સમજાશે. અંતે બત્રીસમા શ્લોકમાં દ્રવ્ય, ક્ષેત્ર અને કાલાદિનો વિચાર કરી યથાસ્થાને યોજેલા વિનયના ફળ તરીકે પરમાનંદ-સંપદાને જણાવી છે. એ મુજબ આ બત્રીશીના પરિશીલનથી; વિનયને આત્મસાત કરી એ પરમાનંદ-સંપદાને પ્રાપ્ત કરવા પ્રયત્નશીલ બની રહીએ એ જ એકની એક સદા માટેની અભિલાષા.. - આ.વિ. ચન્દ્રગુપ્તસૂરિ જૈન ઉપાશ્રય, સંસ્કારધામ સોસાયટી, લાલચૌકી, કલ્યાણ. ચ.વ. ૭ : શનિવાર, તા. ૩૦-૦૪-૨૦૦૫ એક પરિશીલન ૧૬૫
SR No.022118
Book TitleDwatrinshad Dwatrinshika Prakaranam Part 04
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan Jain Religious Trust
Publication Year
Total Pages278
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy