SearchBrowseAboutContactDonate
Page Preview
Page 167
Loading...
Download File
Download File
Page Text
________________ પરિશીલનની પૂર્વે અનંતોપકારી શ્રી અરિહંત પરમાત્માએ ઉપદેશેલી અને સ્વયે આદરેલી દીક્ષાનું વર્ણન અઠ્ઠાવીસની બત્રીશીમાં કર્યા પછી આ વિનયબત્રીશીમાં દક્ષાને સફળ બનાવવા માટેના ઉપાય સ્વરૂપે વિનયનું વર્ણન કર્યું છે. આ બત્રીશીના નામથી જ તેમાં નિરૂપણ કરાયેલા વિષયનો આછોપાતળો ખ્યાલ આવી જ જાય છે. ખરી રીતે તો આ બત્રીશીનું વાંચન-મનન કરવાથી વાસ્તવિક વિનયનું જ્ઞાન ખૂબ જ સરળતાથી થઈ શકે છે. વિનયનો પરિચય આપવાની વસ્તુતઃ અહીં આવશ્યકતા નથી. પરંતુ અત્યંત સંક્ષિપ્તરુચિવાળા આત્માઓ માટે અત્યંત ટૂંકો આ પ્રયાસ છે. - શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર, શ્રી દશવૈકાલિકસૂત્ર, શ્રી આવશ્યકસૂત્ર-નિર્યુક્તિ અને વ્યવહારભાષ્ય... વગેરેમાં નિરૂપણ કરાયેલા વિનયના સ્વરૂપાદિનું અહીં મુખ્યપણે નિરૂપણ છે. “શીઘ્રપણે કર્મોને દૂર કરે છે તેથી તેને વિનય કહેવાય છે, જે મોક્ષસ્વરૂપ ફળથી શ્રેષ્ઠ એવા ધર્મસ્વરૂપ વૃક્ષનું મૂળ છે.” - આ રીતે તેના નિરૂપણનો પ્રારંભ કર્યો છે. બીજા શ્લોકમાં જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ અને ઉપચારને આશ્રયીને વિનયના પાંચ પ્રકાર દર્શાવ્યા છે. જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપના અનુક્રમે આઠ આઠ આઠ અને બાર પ્રકારને લીધે એ વિનયના ચાર પ્રકારના કુલ છત્રીસ પ્રકાર ખૂબ જ પ્રસિદ્ધ હોવાથી ઉપચારવિનયનું વર્ણન વિસ્તારથી કરાયું છે. પ્રતિરૂપ યોગ (ઉચિત આચરણ) અને અનાશાતના આ બે પ્રકાર ઉપચારવિનયના છે. એમાં પ્રથમ ઉપચારવિનયના મન, વચન અને કાયાને આશ્રયીને ત્રણ પ્રકાર ત્રીજા શ્લોકમાં જણાવ્યા છે. ચોથા શ્લોકમાં કાયિક ઉપચારવિનયના આઠ પ્રકાર જણાવીને પાંચમા શ્લોકમાં વાચિક વિનયના ચાર પ્રકાર અને છઠ્ઠા શ્લોકમાં માનસ વિનયના બે પ્રકાર જણાવ્યા છે. એમાં છદ્મસ્થ જીવોને આશ્રયીને અને શ્રી કેવલીભગવંતને આશ્રયીને જે ભેદ છે તે ટીકામાં સ્પષ્ટપણે જણાવ્યો છે. આ રીતે પ્રથમ ઉપચારવિનયના ચૌદ ભેદોનું વર્ણન કર્યું છે. ત્યાર બાદ દ્વિતીય અનાશાતનાવિનયસ્વરૂપ ઉપચારવિનયનું નિરૂપણ કરતાં સાતમા શ્લોકમાં શ્રી અરિહંતપરમાત્માદિ વિનયાહ તેર પદો (સ્થાનો) વર્ણવ્યાં છે. તે દરેક પદનો ચાર ચાર પ્રકારે અનાશાતના વિનય કરવાનો હોવાથી કુલ બાવન પ્રકારનો દ્વિતીય ઉપચારવિનય આઠમા શ્લોકમાં જણાવ્યો છે. શ્રી અરિહંત પરમાત્માદિ એક પદની પણ આશાતના કરવાથી સઘળાં ય પદોની આશાતનાનું પાપ લાગે છે – એ વાત નવમા શ્લોકમાં એના હેતુને જણાવવા સાથે જણાવી છે. ત્યાર બાદ ગુરુભગવંતની હીલનાની ભયંકરતાનું વર્ણન કર્યું છે. જેમની પાસે ધર્મપદો ભણતા હોઇએ તેમનો વિનય સતત-નિરંતર કરવો જોઈએ : એ બારમા શ્લોકમાં જણાવ્યું છે. ત્યાર પછી જ્ઞાનાદિગુણોથી અધિક એવા મહાત્માઓનો, તેઓ નાના હોય તો પણ તેમનો વિનય ૧૬૪ વિનય બત્રીશી
SR No.022118
Book TitleDwatrinshad Dwatrinshika Prakaranam Part 04
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan Jain Religious Trust
Publication Year
Total Pages278
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy