________________
स्कन्धात् स्कन्धान्तरारोपे, भारस्येव न तात्त्विकी ।
इच्छाया विरति अँगात्, तत्संस्कारानतिक्रमात् ॥२४-७॥ स्कन्धादिति-स्कन्धात् स्कन्धान्तरारोपे भारस्येव भोगादिच्छाया विरतिर्न तात्त्विकी । तत्संस्कारस्य कर्मबन्धजनितानिष्टभोगसंस्कारस्यानतिक्रमात् । तदतिक्रमो हि प्रतिपक्षभावनया तत्तनूकरणेन स्यात् । न तु विच्छेदेन प्रसुप्ततामात्रेण वेति । इत्थं भोगासारताविभावनेन स्थिरायां स्थैर्यमुपजायते । सत्यामस्यामपरैरपि योगाचार्यरलौल्यादयो गुणाः प्रोच्यन्ते । यथोक्तम्-“अलौल्यमारोग्यमनिष्ठुरत्वं, गन्धः शुभो मूत्रपुरीषमल्पम् । कान्तिः प्रसादः स्वरसौम्यता च, योगप्रवृत्तेः प्रथमं हि चिह्नम् ।।१।। मैत्र्यादियुक्तं विषयेषु चेतः, प्रभाववद्धैर्यसमन्वितं च । द्वन्द्वैरधृष्यत्वमभीष्टलाभो, जनप्रियत्वं च तथा परं स्यात् ।।२।। दोषव्यपायः परमा च तृप्तिरौचित्ययोगः समता च गुर्वी । वैरादिनाशोऽथ ऋतम्भराधीनिष्पन्नयोगस्य तु चिह्नमेतद् ॥३॥” इति । इहाप्येतदकृत्रिमं गुणजातमित एवारभ्य विज्ञेयम् ॥२४-७।।
“ભોગસુખના ઉપભોગથી થનારી ઇચ્છાનિવૃત્તિ, એક ખભા ઉપરથી બીજા ખભા ઉપર મૂકવાના કારણે થનારી ભારની નિવૃત્તિની જેમ તાત્ત્વિક નથી. કારણ કે ત્યાં ભોગજન્ય સુખના સંસ્કારોનું અતિક્રમણ થયેલું નથી. આ પ્રમાણે સાતમા શ્લોકનો અર્થ છે. કહેવાનું તાત્પર્ય એ છે કે વિષયોના ભોગથી ઇચ્છાની(વિષયેચ્છાની) નિવૃત્તિ થાય છે, પરંતુ તે તાત્ત્વિક નથી. કારણ કે તે વખતે કર્મબંધના કારણે ઉત્પન્ન થયેલા ભોગના સંસ્કારો (વાસના-આસક્તિ... વગેરે સ્વરૂપ સંસ્કારો) પડેલા જ છે, તે ગયા નથી. તેવા પ્રકારના સંસ્કારો તો ત્યારે જાય છે કે જ્યારે તેનાથી વિપરીત સંસ્કારોની (ભોગની અસારતાદિની) ભાવનાથી તે સંસ્કારોને અત્યંત મંદ બનાવવામાં આવે. ઇચ્છાનો વિચ્છેદ થવાથી અથવા તો માત્ર સંસ્કારના તિરોધાનથી સંસ્કારનો અતિક્રમ (સર્વથા અપગમ) થતો નથી. સંસ્કારની વિદ્યમાન અવસ્થામાં ભોગથી ભોગની ઇચ્છાની જે વિરતિ-નિવૃત્તિ થાય છે, તે તાત્ત્વિક નથી. એક ખભા ઉપર મુકાયેલા ભારને બીજા ખભા ઉપર મૂકવામાં આવે તેથી ભારનો અપગમ વસ્તુતઃ થતો નથી. સામાન્ય રાહત થયેલી જણાય ખરી, પણ તે વાસ્તવિક નથી. બસ ! આવી જ અવસ્થા ભોગથી થનારી ઈચ્છાનિવૃત્તિની છે.
આ રીતે સ્થિરાદષ્ટિમાં ભોગની અસારતાનું વિભાવન કરવાથી સ્થિરાદષ્ટિમાં સ્થિરતા પ્રાપ્ત થાય છે. એવી સ્થિરતા પ્રાપ્ત થવાથી યોગીને અલૌલ્ય (લોલુપતાનો અભાવ) વગેરે ગુણો પ્રાપ્ત થાય છે - એમ યોગાચાર્યો કહે છે. અલૌલ્ય, આરોગ્ય, અનિષ્ફરતા, શુભગંધ, અલ્પમૂત્રપુરીષ, કાંતિ, પ્રસાદ અને સ્વરની સૌમ્યતાઃ આ યોગની પ્રવૃત્તિનાં પ્રથમ ચિહ્નો છે. તે તે વિષયોમાં મૈત્રી વગેરેથી વાસિત ચિત્ત, પ્રભાવવંતું ચિત્ત, વૈર્યવાળું ચિત્ત, શીતોષ્ણાદિ કંકોથી અપરાભવ, ઇષ્ટ વસ્તુની પ્રાપ્તિ તેમ જ જનપ્રિયત્ન યોગીઓને હોય છે. દોષોનો વિગમ,
એક પરિશીલન