SearchBrowseAboutContactDonate
Page Preview
Page 11
Loading...
Download File
Download File
Page Text
________________ છઠ્ઠા શ્લોકનો અર્થ છે. એનો આશય સ્પષ્ટ છે કે ધર્મથી પણ પ્રાપ્ત થયેલ ઇન્દ્રિયાર્થવિષયસુખનો ભોગ અનર્થ માટે થાય છે. ધર્મની આરાધનાથી બંધાયેલા પુણ્યયોગે દેવલોકાદિમાં આત્માને વિષયજન્ય સુખોના ઉપભોગની પ્રાપ્તિ થાય છે. પરંતુ તે વખતે તેવા પ્રકા૨નો પ્રમાદ કરવાથી બહુલતયા આત્માને અનર્થની પ્રાપ્તિ થાય છે. શ્લોકમાં ‘પ્રાયોડનર્ણય’ અહીં જે ‘વસ્’ પદનું ઉપાદાન કર્યું છે, તેનું કારણ એ છે કે કોઇ વાર શુદ્ધધર્મને પ્રાપ્ત કરાવનાર ભોગો તેવા પ્રકારના પ્રમાદનું કારણ બનતા નથી. તેથી તેના નિવારણ માટે ‘પ્રાયમ્' પદનું ઉપાદાન કર્યું છે. અત્યંત અનવદ્ય (ચોક્કસ જ મોક્ષમાં અબાધક) એવા શ્રીતીર્થંકરપદની પ્રાપ્તિ સ્વરૂપ ફળની સિદ્ધિ થવાથી તેવા પ્રકારના પુણ્યની શુદ્ધિના વિષયમાં આગમનો પક્ષપાત કરવાથી ધર્મ જ જેમાં સારભૂત છે એવા ચિત્તની ઉપપત્તિ થાય છે. પુણ્ય અને શુદ્ધિને ઉદ્દેશીને આગમમૂલક ક્રિયાનો આગ્રહ રાખવાથી ચિત્તમાં ધર્મનું જ પ્રાધાન્ય રહે છે. ત્યાં ભોગસુખનું પ્રાધાન્ય રહેતું નથી, જેથી તે ધર્મથી પ્રાપ્ત થયેલા ભોગો મોક્ષબાધક બનતા નથી. બાકી તો ધર્મથી પણ પ્રાપ્ત થયેલા ભોગો પ્રાણીઓને અનર્થ માટે જ થાય છે. આ વાતને દૃષ્ટાંતથી સમજાવતાં શ્લોકના ઉત્તરાર્ધ્વથી જણાવ્યું છે કે ચંદનથી પણ અર્થાત્ સ્વભાવથી જ તેવા પ્રકારના શીતસ્વભાવવાળા ચંદનથી પણ ઉત્પન્ન થયેલો અગ્નિ બાળે છે જ. કારણ કે અગ્નિનો દાહક સ્વભાવ છે. એ દાહક સ્વભાવની પરાવૃત્તિ(ફેરફાર) શક્ય બનતી નથી. કોઇ વાર મંત્રાદિથી અધિષ્ઠિત અગ્નિ નથી પણ બાળતો – આ વાત સર્વલોકપ્રસિદ્ધ છે. આ પ્રમાણે પૂર્વાચાર્યભગવંતો જણાવે છે - એ યુક્ત છે. કારણ કે જે અંશમાં જ્ઞાનાદિ છે તે અંશે નિશ્ચયનયની અપેક્ષાએ બંધન નથી. જેટલા અંશમાં પ્રમાદાદિ છે તેટલા અંશે બંધન છે જ. આથી સમજી શકાશે કે શ્રી તીર્થંકરનામકર્મ અને આહારકશરીરનામકર્મ વગેરેના બંધના કારણ તરીકે અનુક્રમે સમ્યક્ત્વ અને સંયમ(સર્વવિરતિ) વગેરેને જે વર્ણવાય છે, તે ઉપચારથી જણાવાય છે. શ્રી તીર્થંકર-નામકર્મ વગેરેના બંધના કારણ વસ્તુતઃ સમ્યક્ત્વની સાથે અવશ્ય રહેલા યોગ(મનોયોગાદિ) અને કષાય છે. તેની સાથે નિયમે કરી રહેલા સમ્યક્ત્વાદિમાં તો, તેમાં(યોગાદિમાં) રહેલી તેવા પ્રકારની(શ્રી તીર્થંકરનામકર્માદિની) બંધકા૨ણતાનો ઉપચાર કરાય છે. આ રીતે સ્પષ્ટપણે સમજી શકાશે કે સ્થિરાદૃષ્ટિમાં સૂક્ષ્મબોધની પ્રાપ્તિ થઇ હોવાથી ઇન્દ્રિય અને તેનાથી ગ્રહણ કરાતા વિષયોનો સંબંધ વગેરે બાહ્ય નિમિત્તો કર્મબંધની પ્રત્યે કારણ બનતાં નથી. પરંતુ તે ઉદાસીન જ રહે છે... આથી વિશેષ આ વિષયનું વર્ણન ગ્રંથકાર પરમર્ષિએ વિસ્તારથી અન્યત્ર કર્યું છે. જિજ્ઞાસુએ તે માટે ‘અધ્યાત્મસાર’ વગેરે ગ્રંથોનું અધ્યયન કરી લેવું જોઇએ. ।।૨૪-૬।। ઉપર જણાવ્યા મુજબ સ્થિરાદૃષ્ટિમાં ભોગજન્યસુખો અસાર પ્રતીત થાય છે... એ જણાવ્યું; પરંતુ ભોગજન્ય સુખના ઉપભોગથી ભોગેચ્છાની નિવૃત્તિ થાય છે, જે યોગની પ્રાપ્તિનો ઉપાય છે તેથી ભોગને અસાર માનવા જોઇએ નહિ - આ શંકાનું સમાધાન કરાય છે— સદ્દષ્ટિ બત્રીશી ८
SR No.022118
Book TitleDwatrinshad Dwatrinshika Prakaranam Part 04
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan Jain Religious Trust
Publication Year
Total Pages278
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy