SearchBrowseAboutContactDonate
Page Preview
Page 57
Loading...
Download File
Download File
Page Text
________________ પુરુષકારથી સ્વકુટુંબના વધને પ્રાપ્ત કરાવનારું કર્મ પ્રતિહત થયું હતું અને દ્વારિકાનગરીના દાહની પ્રવૃત્તિ વખતે તે કર્મથી વાસુદેવ-બળદેવનો પુરુષાર્થ પ્રતિહત થયો હતો. દૈવ અને પુરુષકારનું પરસ્પર તુલ્ય બળ ન હોય તો આ રીતે એકબીજાથી એકબીજાનો ઉપઘાત શક્ય નથી. ।।૧૭-૧૭।। ઉપર જણાવ્યા મુજબ દૈવ અને પુરુષકારમાં પરસ્પર ઉપઘાત્યોપધાતકભાવ સિદ્ધ થવાથી જે સિદ્ધ થાય છે, તે જણાવાય છે— कर्मणा कर्ममात्रस्य, नोपघातादि तत्त्वतः । स्वव्यापारगतत्वे तु तस्यैतदपि युज्यते ।।१७-१८।। कर्मणेति-कर्मणा केवलेनैव । कर्ममात्रस्य केवलस्यैव कर्मणः । न उपघातादि उपघातानुग्रहौ । तत्त्वतोऽनुपचारेण । न हि केवलं कर्म किञ्चिदुपहन्तुं निग्रहीतुं वा क्षमम्, असहायत्वात् । स्वव्यापारगतत्वे तु जीवक्रियाप्रतिबद्धत्वे पुनः । तस्य कर्मणः । एतदपि परस्परोपघातादि युज्यते ।।१७-१८ ।। “માત્ર કર્મથી માત્ર કર્મના ઉપઘાતાદિ તાત્ત્વિક રીતે થતા નથી. આત્માના પોતાના વ્યાપાર(ક્રિયા)થી કર્મ પ્રતિબદ્ધ હોય તો તેના પરસ્પર ઉપઘાતાદિ પણ સંગત થાય છે.” - આ પ્રમાણે અઢારમા શ્લોકનો અક્ષરાર્થ છે. એનો આશય સ્પષ્ટ છે કે કર્મને પોતાના ફળની ઉત્પત્તિની પ્રત્યે જીવના વ્યાપાર(યત્ન)ની અપેક્ષા ન હોય તો; માત્ર કર્મથી માત્ર કર્મનો ઉપઘાત અથવા અનુગ્રહ સંગત નહીં થાય. કારણ કે કર્મને સહાય ન હોવાથી તે કેવલ કર્મમાત્ર કર્મને હણવા માટે કે તેની ઉપર અનુગ્રહ કરવા માટે સમર્થ બનતું નથી. આત્મવ્યાપાર-પુરુષકારથી પ્રતિબદ્ધ સાપેક્ષ હોય તો તે કર્મના ઉપઘાતાદિ શક્ય બને છે. કારણ કે ત્યારે તેને આત્મવ્યાપારની સહાય પ્રાપ્ત થતી હોય છે. ।।૧૭-૧૮ ઉપર જણાવેલી વાતને જ સ્પષ્ટ રીતે જણાવાય છે— ૫૪ उभयोस्तत्स्वभावत्वे, तत्तत्कालाद्यपेक्षया । बाध्यबाधकभावः स्यात्, सम्यग्न्यायाविरोधतः ।।१७-१९।। उभयोरिति–उभयोर्देवपुरुषकारयोः । तत्स्वभावत्वे बाध्यबाधकस्वभावत्वे । तेषां कालादीनां सहकारिकारणानामपेक्षया । बाध्यबाधकभाव उपघात्योपघातकभावः स्यात् । सम्यग्न्यायस्य सम्यग्युक्तेरવિરોધતોઽવિઘટનાત્ ||૧૭-૧૧|| “તે તે કાલાદિ સહકારી કારણની અપેક્ષાએ દૈવ અને પુરુષકાર - બંન્નેનો બાધ્યબાધક સ્વભાવ હોય તો તે બંન્નેનો ઉપઘાત્યોપઘાતક ભાવ; સદ્યુક્તિના અવિરોધથી થઇ શકે છે.” - આ પ્રમાણે ઓગણીસમા શ્લોકનો અર્થ છે. એનો આશય લગભગ આ પૂર્વે જણાવાયો છે. દૈવ ધ્રુવપુરુષકાર બત્રીશી
SR No.022117
Book TitleDwatrinshad Dwatrinshika Prakaranam Part 03
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan Jain Religious Trust
Publication Year
Total Pages274
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy