SearchBrowseAboutContactDonate
Page Preview
Page 56
Loading...
Download File
Download File
Page Text
________________ છે.)નો જનક હોવાથી કાલાંતરે દુ:ખપ્રાગભાવથી નરકાદિ દુઃખોની અવશ્ય ઉત્પત્તિ થશે. પ્રાયશ્ચિત્ત કરવાથી, હિંસાદિ કર્મજન્ય નરકાદિ દુઃખના પ્રાગભાવની સ્થિતિ ટકી રહે તો તે દુઃખપ્રાગભાવ પોતાના પ્રતિયોગી દુઃખનો નિયમા જનક હોવાથી ભવિષ્યમાં ગમે ત્યારે નરકાદિ દુઃખોની પ્રાપ્તિ-ઉત્પત્તિ ચોક્કસ જ થવાનો પ્રસંગ આવશે... ઇત્યાદિ વિસ્તારથી ગ્રંથકારશ્રીએ અન્યત્ર-સ્યાદ્વાદકલ્પલતા વગેરે ગ્રંથોમાં જણાવ્યું છે. વિસ્તારથી જાણવાની ઇચ્છાવાળાએ ત્યાંથી જાણી લેવું જોઇએ. ।।૧૭-૧૬।। આ રીતે દૈવ અને પુરુષકાર પરસ્પર સાપેક્ષપણે ફળની પ્રત્યે સમાનરૂપે કારણ છે - તે જણાવ્યું છે. તે અંગે જે વિશેષ છે તે હવે જણાવાય છે— विशेषश्चात्र बलवदेकमन्यन्निहन्ति यत् I व्यभिचारश्च नाप्येवमपेक्ष्य प्रतियोगिनम् ॥१७- १७॥ विशेषश्चेति - अत्र च दैवपुरुषकारविचारणायां विशेषोऽयं । यदनयोर्मध्ये एकं बलवदन्यन्निर्बलं निहन्ति । स्वफलमुपदधानं प्रतिस्खलयति । नन्वत्रैवैकव्यभिचारादुभयोरन्योऽन्यापेक्षत्वक्षतिरित्यत्राहएवमपि च प्रतियोगिनमपेक्ष्य न व्यभिचारः । एकेनान्यप्रतिघातेऽप्यन्यस्य प्रतियोगितयाऽपेक्षणात् केवलं प्रतिहतत्वेनैव प्रतिघातप्रतियोगित्वेन गौणत्वमात्रं स्यादिति बोध्यम् ।।१७- १७।। “દૈવ અને પુરુષકાર બંન્ને, ફળની પ્રત્યે સમાનસ્વરૂપે કારણ હોવા છતાં તેમાં વિશેષતા છે કે એમાં જે બલવર્ છે તે બીજાને હણે છે. આમ છતાં પ્રતિયોગીની અપેક્ષા હોવાથી વ્યભિચાર આવતો નથી.” - આ પ્રમાણે સત્તરમા શ્લોકનો સામાન્ય અર્થ છે. કહેવાનો ભાવ એ છે કે અહીં દૈવ અને પુરુષકારની વિચારણામાં એ વિશેષ છે કે એ બેમાં જે એક બળવાન છે તે બીજા નિર્બળને હણે છે અર્થાત્ પોતાના ફળને આપવા દેતું નથી. જે નિર્બળ છે, તેનાથી જે ફળ ઉત્પન્ન થવાનું હોય તેને બળવાન થવા દેતું નથી. “આથી તો કાર્યની પ્રત્યે દૈવ અને પુરુષકાર એ બંન્નેમાંથી જે બળવાન છે તે એક જ કારણ બને છે. તેથી નિર્બળમાં કારણતા વ્યભિચારી થવાથી ‘બંન્ને પરસ્પર સાપેક્ષ કારણ છે' - આ વાતમાં તથ્ય નથી.” એ પ્રમાણે નહીં કહેવું જોઇએ. કારણ કે પ્રતિયોગીની અપેક્ષા હોવાથી વ્યભિચાર આવતો નથી. આશય એ છે કે - દૈવ અને પુરુષકારમાં જે બળવાન છે અને બીજા નિર્બળને હણે છે, તે બળવાન પણ હનનના પ્રતિયોગી એવા નિર્બળના હનન માટે નિર્બળની અપેક્ષા કરે છે. જો નિર્બળ ન હોય તો બળવાન કોને હણે ? તેથી આ રીતે નિર્બળની અપેક્ષા હોવાથી દૈવ અને પુરુષકા૨ બંન્ને પ૨સ્પ૨ સાપેક્ષ જ કારણ બને છે. માત્ર બળવાન દૈવાદિના કારણે નિર્બળ એવા પુરુષકારાદિનો પ્રતિઘાત થતો હોવાથી પ્રતિઘાતના પ્રતિયોગી એવા પુરુષકારાદિને ગૌણ કારણ મનાય છે... ઇત્યાદિ બરાબર સમજી લેવું જોઇએ. મહામંત્રી કલ્પકના બળવાન એક પરિશીલન ૫૩
SR No.022117
Book TitleDwatrinshad Dwatrinshika Prakaranam Part 03
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan Jain Religious Trust
Publication Year
Total Pages274
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy