SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ પાતંજલદર્શનના અનુયાયીઓ વગેરે, જેવા ઇશ્વરને માને છે; તેવા ઇશ્વરને તમે (જેનો) માનતા નથી; તો આર્થવ્યાપાર(તદાજ્ઞાપાલનસ્વરૂપ વ્યાપાર)ને આશ્રયીને પણ પરમાત્માના અનુગ્રહની સિદ્ધિ કઈ રીતે થાય? આ શંકાના સમાધાનમાં વિષયવિશેષના પક્ષપાતથી જ તે સિદ્ધ થાય છે.... ઇત્યાદિ અભિપ્રાય જણાવાય છે. અર્થાત્ તાદશ અભિપ્રાયથી ગ્રંથકારશ્રી જણાવે છે– माध्यस्थ्यमवलम्ब्यैव,देवतातिशयस्य च । સેવા સર્વેરિણા, નિાતીતો પિ યH 9૬-૧દ્દા माध्यस्थ्यमिति-माध्यस्थ्यमनिर्णीतविशेषकलहाभिनिवेशाभावलक्षणमवलम्ब्यैव । देवतातिशयस्य च विशिष्टदेवताख्यस्य च सेवा स्तवनध्यानपूजनादिरूपा । सर्वैर्बुधैरिष्टा तन्निमित्तकफलार्थत्वेनाभिमता । स्तवनादिक्रियाः स्वकर्तृकायाः फलदानसमर्थत्वेऽपि स्तवनीयाद्यालम्बनत्वेन तस्याः स्तोत्रादेः फललाभस्य स्तोतव्यादिनिमित्तकत्वव्यवहारात् । यद्यस्मात् कालातीतोऽपि शास्त्रकृद्विशेषो जगौ ॥१६-१६।। “માધ્યથ્યનું અવલંબન લઇને જ દેવતાતિશયની સેવા બધા વિદ્વાનોએ ઈષ્ટ માની છે, જેથી કાલાતીતે(શાસ્ત્રકારવિશેષે) પણ કહ્યું છે. (જે આગળના શ્લોકથી કહેવાશે)” – આ પ્રમાણે સોળમા શ્લોકનો અક્ષરાર્થ છે. એનો આશય એ છે કે જેમના વિશેષ ધર્મનો નિર્ણય થયો ન હોય તેમના વિષયમાં કલહ(વિવાદ) કે અભિનિવેશનો જે અભાવ છે, તેને માધ્યથ્ય કહેવાય છે. આવા માધ્યય્યનું આલંબન લઈને જ વિશિષ્ટદેવવિશેષને આશ્રયીને કરાતી તેમની સ્તવન, ધ્યાનાદિ સ્વરૂપ જે સેવા છે; તે તેમના કારણે ફળવિશેષને પ્રાપ્ત કરાવે છે. એ પ્રમાણે બધા જ વિદ્વાનો માને છે. જ્યાં સુધી તે તે દેવોમાં વિશેષ નિર્ણય ન થાય ત્યાં સુધી તે દેવની સ્તવના, તેમનું ધ્યાન અને તેમની પૂજા વગેરે સ્વરૂપ સેવા; ઉપર જણાવ્યા મુજબના માધ્યશ્મના આલંબને જ કરવાથી ફળપ્રદ બને છે – એમ બધા વિદ્વાનોને અભિમત છે. યદ્યપિ તે તે દેવોની આપણે પોતે કરેલી સ્તવનાદિ ક્રિયાઓ ફળનું પ્રદાન કરવામાં સમર્થ છે. પરંતુ સ્તવનીય પરમાત્માનું આલંબન લેવા વડે દેવતાની સ્તોત્રાદિથી કરાયેલી સ્તવનાદિથી જે ફળનો લાભ થાય છે, તે સ્તોતવ્ય કે ધ્યેય વગેરેના નિમિત્તે થાય છે - આવો વ્યવહાર પ્રસિદ્ધ છે. વ્યવહારમાં પણ એ વાત પ્રસિદ્ધ છે. આપણા કામના જ પૈસા મળે છે છતાં શેઠ આપે છે એમ કહેવાય છે. જેથી આ વાતને સ્પષ્ટ કરતાં શાસ્ત્રકાર કાલાતીતે પણ કહ્યું છે, જે હવે પછીના શ્લોકથી જણાવાય છે. ૧૬-૧૬ll કાલાતીત શાસ્ત્રકારે જે જણાવ્યું છે, તે જણાવાય છે– अन्येषामप्ययं मार्गा, मुक्ताविद्यादिवादिनाम् । अभिधानादिभेदेऽपि, तत्त्वनीत्या व्यवस्थितः ॥१६-१७॥ ર0 ઇશાનુગ્રહવિચાર બત્રીશી
SR No.022117
Book TitleDwatrinshad Dwatrinshika Prakaranam Part 03
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan Jain Religious Trust
Publication Year
Total Pages274
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy