________________
પરમાત્મા-ઈશ્વરના જાપથી બાહ્ય શબ્દ, રૂપ, રસ વગેરે અર્થમાં ચિત્તનો વ્યાપાર બંધથવાથી અંતરમાં જ્ઞાનાદિની વિશુદ્ધિનો વિસ્તાર થાય છે, તન્મય જે ચૈતન્ય છે તેને પ્રત્યફ ચૈતન્ય કહેવાય છે.
પરમાત્માના જપથી ચિત્ત બાહ્ય ઇન્દ્રિયોના શબ્દાદિ અર્થને ગ્રહણ કરવાથી વિરામ પામે છે. તેથી શુદ્ધ સાત્ત્વિક ભાવોથી જ્ઞાનાદિ વિશુદ્ધ-વિસ્તૃત બને છે. આને જયોતિઃ-પ્રથા કહેવાય છે. તન્મયચિત્ત પ્રત્યકચૈતન્યાન્વિત બને છે. આવું ચિત્ત શુદ્ધ નિર્મળ ક્ષયોપશમભાવાદિના જ્ઞાનાદિથી યુક્ત હોવાથી અમને(જૈનોને) પણ એ અભિમત છે. તેથી પરમાત્માના અનુગ્રહથી જેમ પ્રત્યક્ચૈતન્ય પણ અમને માન્ય છે. કારણ કે એ રીતે એના લાભથી જ ભક્તિ અને શ્રદ્ધાદિના અતિશય ઉપપન્ન બને છે. પ્રત્યકચૈતન્યના અભાવમાં ભક્તિ અને શ્રદ્ધા વગેરેના અતિશયો સંગત નહીં થાય. જ્ઞાન, દર્શન, ચારિત્ર વગેરે ગુણોના વિસ્તારથી ભક્તિ વગેરેના અતિશયનો આવિર્ભાવ થાય છે... ઈત્યાદિ બરાબર સમજી લેવું જોઇએ. /૧૬-૧૪ની પરમાત્માના જપનું અચિંત્ય માહાસ્ય જણાવાય છે–
योगातिशयतश्चायं, स्तोत्रकोटिगुणः स्मृतः ।
योगदृष्ट्या बुधै दृष्टो, ध्यानविश्रामभूमिका ॥१६-१५॥ योगेति-योगातिशयतश्चात्माभ्यन्तरपरिणामोत्कर्षाच्च । अयं जपः । स्तोत्रकोटिगुणः स्मृतः चिरन्तनाचार्यः । वाग्योगापेक्षया मनोयोगस्याधिकत्वाद् । अत एव मौनविशेषेणैव जपः प्रशस्यते । तथा बुधैर्विशारदै ोगदृष्ट्या योगजप्रातिभज्ञानेन । ध्यानस्य विश्रामभूमिका पुनरारोहस्थानं दृष्टः ।।१६-१५।।
“યોગના અતિશયથી, ઇશ્વરના જાપને સ્તોત્ર કરતાં કરોડ ગુણ ફળને આપનાર તરીકે પ્રાચીન આચાર્યો જણાવે છે. યોગની દૃષ્ટિથી પંડિત પુરુષો તેને ધ્યાનની વિશ્રામભૂમિકા સ્વરૂપે વર્ણવે છે...” આ પ્રમાણે પંદરમા શ્લોકનો અર્થ છે. એનું તાત્પર્ય એ છે કે અંતરાયોનો સંક્ષય થવાથી અને પ્રત્યકચૈતન્યનો લાભ થવાથી આત્માના અત્યંતર પરિણામના ઉત્કર્ષ સ્વરૂપ યોગાતિશય પ્રાપ્ત થાય છે. તે કારણે પરમાત્માનો જ૫; સ્તોત્રપાઠ કરતાં કરોડ ગુણ ફળપ્રદ બને છે. કારણ કે વાગ્યોગની અપેક્ષાએ મનોયોગનું સામર્થ્ય અધિક છે. આથી જ મૌનવિશેષથી અંતર્જલ્પાકાર જપ પ્રશસ્તરૂપે મનાય છે.
યોગના કારણે ઉત્પન્ન થયેલી દૃષ્ટિ સ્વરૂપ પ્રાતિજજ્ઞાનથી યોગના વિશારદ પુરુષો આ જપને ધ્યાનની વિશ્રામભૂમિકા તરીકે જણાવે છે. અર્થાત્ ધ્યાનને પામવા માટેની શરૂઆત આ જપથી કરવામાં આવે છે. ધ્યાનની સિદ્ધિના શિખરે આરોહણ કરવા માટે પ્રથમ ભૂમિકા સ્વરૂપ આ જપ છે. ત્યાંથી જ ચઢવાની શરૂઆત થાય છે. ૧૬-૧પ
ननु परैर्यादृश ईश्वरोऽभ्युपगतस्तादृशस्य भवद्विरनभ्युपगमात् कथमार्थव्यापारेणापि तदनुग्रहसिद्धिरित्याशङ्कायां विषयविशेषपक्षपातेनैव समाधानाभिप्रायवानाह
એક પરિશીલન
૧૯