SearchBrowseAboutContactDonate
Page Preview
Page 199
Loading...
Download File
Download File
Page Text
________________ આ પૂર્વે; મિત્રાદષ્ટિમાં પ્રાપ્ત થનાર યોગના અંગ તરીકે યમની વાત જણાવી હતી. મુખ્યપણે પાતંજલદર્શનને આશ્રયીને એ વાત જણાવી હતી. સ્વદર્શનને આશ્રયીને એ વિષયમાં અહીં થોડો વિચાર કરી લેવો છે. યોગની પરિભાષામાં પાંચ મહાવ્રતોને યમ તરીકે વર્ણવાય છે. મહાવ્રતોના સ્વરૂપનો વિચાર કરવામાં આવે તો સમજાશે કે યોગની પૂર્વસેવાને પામ્યા વિના યમ”ની પ્રાપ્તિ શક્ય નથી. યોગ્યતા વિના કોઈ વાર એ મહાવ્રતોની પ્રાપ્તિ થઈ જાય તો ય તે તેના વિવક્ષિત ફળ સુધી લઈ જવા સમર્થ બનતી નથી. તેથી કથંચિ એ પ્રાપ્તિ પણ અપ્રાપ્તિતુલ્ય જ બની રહેતી હોય છે. યોગની પૂર્વસેવા (ગુરુદેવાદિ-પૂજન, સદાચાર, તપ અને મુક્તશ્લેષ) સ્વરૂપ સદ્યોગ, યમનું મૂળ છે. અને યમ સમ્યગ્દર્શનસ્વરૂપ તત્ત્વચિની વૃદ્ધિનું નિબંધન (કારણ) છે. શુક્લપક્ષની દ્વિતીયાનો ચંદ્ર ખૂબ જ અલ્પ સમય અને અલ્પપ્રમાણવાળો હોય છે. પરંતુ દિનપ્રતિદિન સમય અને પ્રમાણથી વૃદ્ધિને પ્રાપ્ત કરતાં કરતાં સમસ્ત કલાઓથી પૂર્ણકલાવાળો બને છે. એમાં મૂળભૂત કારણ દ્વિતીયાનો ચંદ્ર છે. એવી જ રીતે અહીં પણ યમસ્વરૂપ યોગાંગ દ્વિતીયાના ચંદ્ર જેવો છે, જે અનુક્રમે આઠમી દષ્ટિ સુધી જીવને લઇ જાય છે. મિત્રાદષ્ટિમાં આ યમસ્વરૂપ ગુણ; કર્મની અપુનબંધાવસ્થાના કારણે પ્રવર્તે છે. અત્યાર સુધી જીવને તથાસ્વભાવાદિના કારણે મિથ્યાત્વમોહનીયાદિ કર્મનો ઉત્કૃષ્ટ બંધ ચાલુ હતો. પરંતુ એવો ઉત્કૃષ્ટ કર્મબંધ હવે બાકીના કાળમાં ક્યારેય થવાનો ન હોવાથી એ ગુણ પ્રવર્તે છે. આ સ્થિતિ શુદ્ધિના ઉત્કર્ષથી અને અશુદ્ધિના અપકર્ષથી પ્રાપ્ત થાય છે. સામાન્યથી ઘાતકર્મમલના વિગમથી શુદ્ધિ પ્રાપ્ત થાય છે. અને અશુદ્ધિ, ઘાતિકર્મના સંબંધથી પ્રાપ્ત થાય છે. જેમ જેમ ઘાતિકર્મોનો વિગમ થતો જાય છે તેમ તેમ શુદ્ધિનો પ્રકર્ષ(ઉત્કર્ષ) પ્રાપ્ત થાય છે અને અશુદ્ધિનો અપકર્ષ થતો હોય છે. એ માટે યોગની પૂર્વસેવા સ્વરૂપ સદ્યોગ ખૂબ જ ઉત્કટ સાધન છે. એ સાધનની ઉપેક્ષા કરવાથી યોગદષ્ટિને પામવાનું શક્ય નહીં બને. ર૧-૨૬, ૨૭ળા સપુરુષોના યોગથી જેમ મિત્રાદેષ્ટિમાં ગુણની પ્રાપ્તિ થાય છે. તેમ કોઇ વાર પાપમિત્રોના યોગે ગુણાભાસ પણ હોય છે – એ જણાવીને તેની હેયતા જણાવાય છે– गुणाभासस्त्वकल्याणमित्रयोगेन कश्चन । નિવૃત્તી ઇત્વેનાચ્ચત્તરશ્વરન્નિમ: f/ર૦-૨૮ “આગ્રહની નિવૃત્તિ થયેલી ન હોવાથી આંતરિક તાવ જેવો ગુણાભાસ; કોઈ વાર અકલ્યાણમિત્રના યોગે મિત્રાદષ્ટિમાં હોય છે.” - આ પ્રમાણે અઠ્ઠાવીસમા શ્લોકનો અર્થ છે. એનો આશય એ છે કે મિત્રાદષ્ટિમાં આમ તો સરુના યોગે, અત્યાર સુધીનો જે કદાગ્રહ હતો તે ઘટતો જાય છે. પરંતુ એની નિવૃત્તિ સંપૂર્ણપણે અહીં થયેલી નથી. બાહ્ય રીતે તાવ ન હોય, પણ એ જેમ અંદર હોય છે; તેમ આ દૃષ્ટિમાં બાહ્યદષ્ટિએ આગ્રહ ન જણાતો હોય તો ૧૯૬ મિત્રા બત્રીશી
SR No.022117
Book TitleDwatrinshad Dwatrinshika Prakaranam Part 03
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan Jain Religious Trust
Publication Year
Total Pages274
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy