SearchBrowseAboutContactDonate
Page Preview
Page 198
Loading...
Download File
Download File
Page Text
________________ પરંતુ ગ્રંથાંતરમાં મિથ્યાષ્ટિ નામના ગુણસ્થાનકે પ્રથમ ગુણસ્થાનક તરીકે જે મુખ્ય વ્યવહાર થાય છે તેમાં નિમિત્ત તરીકે અર્થાત્ તે શબ્દના પ્રવૃત્તિનિમિત્ત તરીકે વ્યક્ત મિથ્યાત્વની બુદ્ધિને જણાવી છે. તે વસ્તુતઃ મિત્રાદષ્ટિ જ છે. વ્યક્તિ મિથ્યાષ્ટિ(મિથ્યાત્વ)રૂપે ત્યાં મિત્રાદૃષ્ટિનું જ ગ્રહણ કર્યું છે. તીવ્ર કર્મમળ હોતે છતે વ્યક્ત મિથ્યાત્વબુદ્ધિ અને અવ્યક્ત મિથ્યાત્વબુદ્ધિ - એ બન્નેમાં કયો વિશેષ છે? અર્થાત્ એ બંન્નેમાં કોઈ ફરક પડતો નથી. ઉપરથી દુષ્ટ એવી વ્યક્ત મિથ્યાત્વની બુદ્ધિ; અવ્યક્ત મિથ્યાત્વની બુદ્ધિની અપેક્ષાએ અત્યંત દુષ્ટ છે. તેથી તે કોઈ પણ રીતે તીવ્ર કર્મમળની વિદ્યમાનતામાં ગુણસ્થાનત્વનું કારણ નહીં બની શકે - એ સમજી શકાય છે. જો આ રીતે “ગુણસ્થાનક'પદની પ્રવૃત્તિના નિમિત્ત તરીકે મિત્રાદષ્ટિપ્રયોજક કર્મમળની અલ્પતા જ હોય તો તે પ્રમાણે અન્યત્ર પણ જણાવવું જોઇએ ને? વ્યક્ત મિથ્યાત્વની બુદ્ધિની પ્રાપ્તિને તે પ્રમાણે જણાવવાનું બરાબર તો ન ગણાય ને? ઇત્યાદિ શંકાનું સમાધાન કરાય છે. વિચિત્રતા નિલામી... ઇત્યાદિ ગ્રંથથી. એનો આશય એ છે કે નૈગમનય વિચિત્ર છે. અનેક રીતે વસ્તુનું સ્વરૂપ જણાવવામાં તત્પર એવા તેના ઘણા પ્રકાર છે. તેના પ્રકાર-વિશેષને આશ્રયીને અન્યત્ર વ્યક્ત મિથ્યાત્વબુદ્ધિની પ્રાપ્તિને ગુણસ્થાનકપદપ્રવૃત્તિનિમિત્ત તરીકે જણાવી છે... ઈત્યાદિ વિદ્વાનોએ વિચારવું જોઇએ. વ્યક્ત મિથ્યાત્વબુદ્ધિની પ્રાપ્તિને તે તે ગ્રંથમાં મિથ્યાત્વગુણસ્થાનપદપ્રવૃત્તિનિમિત્ત સ્વરૂપે જે વર્ણવી છે, ત્યાં મિત્રાદષ્ટિને ઉદ્દેશીને જ વર્ણન છે. અથવા નૈગમનયને અનુસરીને ગ્રંથકારે પ્રકારતરથી ત્યાં મિથ્યાત્વગુણસ્થાનકપદની પ્રવૃત્તિના નિમિત્તનું વર્ણન કર્યું છે... એટલે પ્રકૃતિ વાતમાં બંન્ને રીતે પણ વિરોધ નથી. ર૧-૨પા મિત્રાદષ્ટિમાં પ્રાપ્ત થનારાં યોગનાં બીજોનું વિસ્તારથી વર્ણન પૂર્ણ કરીને હવે યોગના અંગભૂત પ્રથમ અંગસ્વરૂપ યમને આશ્રયીને જણાવાય છે– यमः सद्योगमूलस्तु, रुचिवृद्धिनिबन्धनम् । શુવા પક્ષદિતીયાયા, યોજાશક્તમસો યથા ર૦-રદા उत्कर्षादपकर्षाच्च शुद्ध्यशुद्ध्योरयं गुणः । મિત્રાયામપુનર્વત્થાન, વર્ગનાં સમ્રવર્તતે ર૧-૨૭ના “શુક્લપક્ષની બીજના ચંદ્રમાના યોગની જેમ સદ્યોગ જેનું મૂળ છે એવો યમ (પાંચ મહાવ્રતો...) રુચિની વૃદ્ધિનું કારણ છે. શુદ્ધિના ઉત્કર્ષથી અને અશુદ્ધિના અપકર્ષથી મિત્રાદષ્ટિમાં કર્મનો ફરીથી બંધ ન થવાના કારણે એ ગુણ(યમસ્વરૂપ યોગાંગ) પ્રવર્તે છે.” - આ પ્રમાણે છવ્વીસમા અને સત્તાવીસમા શ્લોકનો અર્થ છે. છવ્વીસથી બત્રીસમા શ્લોક સુધીના સાત શ્લોકો સુગમ છે, એમ જણાવીને ગ્રંથકાર પરમર્ષિએ તેની ઉપર ટીકાની રચના કરી નથી. એક પરિશીલન ૧૯૫
SR No.022117
Book TitleDwatrinshad Dwatrinshika Prakaranam Part 03
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan Jain Religious Trust
Publication Year
Total Pages274
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy