SearchBrowseAboutContactDonate
Page Preview
Page 160
Loading...
Download File
Download File
Page Text
________________ પરિણતિ સ્વરૂપ ગ્રંથિ જેવો ગ્રંથિસ્વરૂપ આત્મપરિણામનો ભેદ થયે છતે મિથ્યાત્વમોહનીયકર્મનો સિત્તેર કોટાકોટી સાગરોપમનો સ્થિતિબંધ થતો નથી. કારણ કે ગ્રંથિભેદ થયે છતે મિથ્યાત્વ મોહનીયકર્મના ઉત્કૃષ્ટ સ્થિતિબંધનો હેતુભૂત અધ્યવસાય જ આત્માને આવતો નથી. તેથી કારણના અભાવે કાર્યનો અભાવ થાય છે. અહીં જેમ પાપાકરણનો નિયમ સ્પષ્ટ છે, તેમ નરકાદિ ગતિની નિવૃત્તિમાં પણ નરકાદિગતિમાં જવા માટેના કારણભૂત પાપના અકરણનિયમને અવશ્ય માનવો જોઇએ. અન્યથા પાપ ચાલુ હોય તો તેના ફળસ્વરૂપે નરકાદિગતિમાં જવાનું થવાનું જ. તેની નિવૃત્તિ શક્ય નહીં જ બને. તેથી નરકાદિગતિમાં ગમનની નિવૃત્તિના અનુરોધથી નરકાદિ ગતિમાં ગમનના હેતુભૂત પાપના અકરણના નિયમનો સ્વીકાર કરવો આવશ્યક છે. II૨૦-૨૨ પાપાકરણનો નિયમ ન માનીએ તો જે દોષ આવે છે તે જણાવાય છે— दुःखात्यन्तविमुक्त्यादि, नान्यथा स्याच्छ्रुतोदितम् । हेतुः सिद्धश्च भावोऽस्मिन्निति वृत्तिक्षयौचिती ॥ २०-२३॥ दुःखेति—अन्यथा दुःखात्यन्तविमुक्त्यादि श्रुतोदितं सिद्धान्तप्रतिपादितं न स्यात् । तदाह“अन्यथात्यन्तिको मृत्युर्भूयस्तत्रागतिस्तथा । न युज्यते हि सन्यायादित्यादि समयोदितम् ।।१।।” न च तत्त्वज्ञानेनैव दुःखात्यन्तविमुक्त्युपपत्तौ किमकरणनियमेनेति वाच्यं तस्यात्यन्तिकमिथ्याज्ञाननाशद्वारा हेतुत्वोपगमे तद्धेत्वकरणनियमस्यावश्याश्रयणीयत्वादिति भावः । अस्मिंस्तत्तत्पापस्थानाकरणनियमे च सिद्धः परापराधनिवृत्तिहेतुतत्त्वज्ञानानुगततया प्रतिष्ठितो भावोऽन्तःकरणपरिणामो हेतुः । तदुक्तं - " हेतुमस्य परं भावं सत्त्वाद्यागोनिवर्तनम् । प्रधानं करुणारूपं ब्रुवते सूक्ष्मदर्शिनः ||9||” इति । एवमकरणनियमोपपत्तौ वृत्तिक्षौचिती वृत्तिक्षयस्य न्याय्यता हेत्वंकरणनियमेन फलानुत्पत्तिपर्यायोपपत्तेस्तत्प्राग्भावापगमस्यापि योग्यताविगमाख्यस्य हेत्वकरणनियमेनैव फलवत्त्वात् तद्विरहितस्य फलनियतत्वात् । तदुक्तं -“मण्डुकभस्मन्यायेन वृत्तिबीजं महामुनिः । योग्यतापगमाद्दग्ध्वा ततः कल्याणमश्नुते ।।१।। इति” ।।२०- २३।। “પાપાકરણનો નિયમ ન હોય તો શાસ્ત્રમાં પ્રતિપાદન કરાયેલ દુઃખોની અત્યંત વિમુક્તિ વગેરે સંગત નહિ થાય. પાપાકરણનિયમનો સ્વીકાર કર્યો છતે અંતઃકરણનો પરિણામ સ્વરૂપ ભાવ હેતુ તરીકે સિદ્ધ છે. તેથી વૃત્તિસંક્ષયની ન્યાય્યતા થાય છે.” - આ પ્રમાણે ત્રેવીસમા શ્લોકનો અર્થ છે. કહેવાનું તાત્પર્ય એ છે કે જેમ જેમ યોગની સાધનામાં આત્મા વિકાસ સાધે તેમ તેમ તેને પાપાકરણનિયમની પ્રાપ્તિ થતી હોય છે અને એ રીતે ક્રમે કરી જીવને ફરી પાછા ન આવે એ સ્વરૂપે દુઃખની અત્યંત વિમુક્તિ પ્રાપ્ત થતી હોય છે. પરંતુ આગમમાં વર્ણવેલી એ દુ:ખની અત્યંત વિમુક્તિ પાપાકરણનિયમ વિના શક્ય નથી. એક પરિશીલન ૧૫૭
SR No.022117
Book TitleDwatrinshad Dwatrinshika Prakaranam Part 03
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan Jain Religious Trust
Publication Year
Total Pages274
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy