SearchBrowseAboutContactDonate
Page Preview
Page 159
Loading...
Download File
Download File
Page Text
________________ અશુક્લકૃષ્ણકર્મ - એમ ચાર પ્રકારનાં કર્મ છે. એમાં તમોગુણમૂલક તથા દુઃખરૂપ ફળને આપનારાં બ્રહ્મહત્યાદિસ્વરૂપ દુરાત્માઓનાં કર્મ કૃષ્ણકર્મ છે. સત્ત્વમૂલક અને સુખને આપનારાં તપ સ્વાધ્યાય વગેરે કર્મ શુક્લકર્મ છે. જે કર્મો રજોગુણમૂલક હોવાથી પુણ્ય પાપના જનક અને દુઃખમિશ્રિત સુખસ્વરૂપ ફળને આપનારાં છે તે યજ્ઞયાગાદિ કર્મ શુક્લકૃષ્ણકર્મ છે અને જે કર્મો સુખદુઃખાદિનાં જનક નથી તે સંપ્રજ્ઞાતસમાધિ વગેરે કર્મો અશુક્લકૃષ્ણ કર્મ છે. (અશુક્લકૃષ્ણઅશુક્લાકૃષ્ણ) કર્મ છે. “સમૃધ્યાને થયુસીડી સર્વથા વિવેવસ્થાતી ઘર્મનેયઃ સમઃ ૪રા’ - આ યોગસૂત્રથી પણ ઉપર જણાવેલી વાત જણાવી છે કે “વિવેકજ્ઞાનમાં પણ ફળની ઇચ્છાને ન રાખનાર યોગીને વિવેકખ્યાતિને લઈને ધર્મમેઘ-સમાધિ હોય છે. ધર્મમેઘસમાધિના અર્થની જેમ જ તે તે તંત્રપ્રસિદ્ધ શબ્દોનો અર્થ યથાયોગે (જે રીતે સંગત થાય તે રીતે) વિચારવો જોઇએ. તે તે તંત્રપ્રસિદ્ધ તે તે શબ્દો(અસંપ્રજ્ઞાતસમાધિને જણાવનારા તે તે શબ્દો)ને જણાવતાં યોગબિંદુમાં (શ્લો.નં. ૪૨૨) ફરમાવ્યું છે કે – “ધર્મમેઘ અમૃતાત્મા ભવશત્રુ શિવોદય સત્તાનંદ અને પર - આ શબ્દો અહીં અધ્યાત્માદિ યોગાર્થમાં યોજવા જોઇએ. કારણ કે તે અર્થની સાથે તે તે શબ્દોનો અર્થ સંગત થાય છે.” અસંપ્રજ્ઞાતસમાધિની વૃત્તિસંક્ષયયોગસંમતતા જણાવીને તાદશ વૃત્તિસંક્ષયયોગનું ફળ જણાવતાં શ્લોકના ઉત્તરાદ્ધથી ફરમાવ્યું છે કે અધ્યાત્માદિ યોગના ફળભૂત આ વૃત્તિસંક્ષય નામના યોગથી સર્વ પ્રકારે પાપના વિષયમાં અકરણનિયમનું અનુમાન કરાય છે. કારણ કે આવા યોગી જનો નરકાદિ દુર્ગતિગમનની વૃત્તિની નિવૃત્તિવાળા હોવાથી તેઓને વિશે અનુમાન કરાય છે કે નરકાદિગમનની વૃત્તિના હેતુભૂત મહારંભ અને પરિગ્રહાદિને વિશે અકરણનિયમ તેમને છે. અન્યથા તાશિનિયમનો જો અભાવ હોત તો તે યોગીઓને પણ નરકાદિગમનની વૃત્તિ હોત. તેથી સ્પષ્ટ છે કે નરકાદિગમનની વૃત્તિની નિવૃત્તિ પાપાકરણનિયમથી જ ઉપપન્ન છે. ૨૦-૨૧ નરકાદિગતિને આશ્રયીને વર્ણવેલા પાપાકરણનિયમનું દષ્ટાંતથી સમર્થન કરાય છે– ग्रन्थिभेदे यथाऽयं स्याद्, बन्धहेतुं परं प्रति । નરવેદ તિષ્યવ, જ્ઞયસ્તબ્ધતુવર: //ર૦-૨૨ ग्रन्थिभेद इति-यथाऽयमकरणनियमो बन्धहेतुं मिथ्यात्वं परमुत्कृष्टं सप्ततिकोटिकोट्यादिस्थितिनिमित्तं प्रत्याश्रित्य ग्रन्थिभेदे निरूप्यते । एवं नरकादिगतिषु निवर्तनीयासु तद्धेतुगोचरो नरकादिહેતુવિષયોડરનિયમો શેય: I/ર૦-૨૨ા. “ગ્રંથિભેદ થયે છતે મિથ્યાત્વના ઉત્કૃષ્ટ સ્થિતિબંધને આશ્રયીને જેમ આ અકરણનિયમ જણાવાય છે તેમ નરકાદિગતિને આશ્રયીને તેના હેતુના વિષયમાં પણ આ અકરણનિયમ સમજવો જોઈએ” આ પ્રમાણે બાવીસમા શ્લોકનો અર્થ છે. આશય એ છે કે રાગદ્વેષની તીવ્ર ૧૫૬ યોગાવતાર બત્રીશી
SR No.022117
Book TitleDwatrinshad Dwatrinshika Prakaranam Part 03
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan Jain Religious Trust
Publication Year
Total Pages274
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy